કોરોના વાઇરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી દરમિયાન લોકો સાથે જોડાયેલા રહેવામાં WhatsApp તમારી કેવી રીતે મદદ કરી શકે છે
તમારા માટે સૌથી મહત્ત્વના હોય એ લોકો સાથે કનેક્ટ થવામાં WhatsApp તમારી મદદ કરે છે. મિત્રો અને કુટુંબીજનોની સંભાળ રાખવા માટે, સરકાર તરફથી આવેલી સૌથી તાજેતરની આરોગ્યને લગતી માહિતી અંગે વાકેફ રહેવા અને જવાબદારીપૂર્વક માહિતી શેર કરવા માટે તમે WhatsAppનો ઉપયોગ કઈ રીતે કરી શકો તેની કેટલીક રીતો અહીં આપેલી છે. જો તમે WhatsApp પર નવા હો કે ફરીથી જાણવા માગતા હો કે WhatsApp કેવી રીતે વાપરવું, તો કેવી રીતે શરૂ કરવું પર તમે વિગતવાર માર્ગદર્શિકા જોઈ શકો છો.
સમાજના આગેવાનો
આ પડકાર સામે લડવા માટે તમને સજ્જ કરવા અમે સમાજના આગેવાનોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે લોકો કોરોના વાઇરસ અંગે ચિંતિત છે તેવા સમયે તમે તમારા સમાજના લોકો અંગે માહિતગાર અને તેમની સાથે જોડાયેલા રહેવા માટે WhatsAppનો ઉપયોગ કેવી રીતે કરી શકો તે જાણો.
સ્ટોરી
આ પડકારજનક સમય દરમિયાન લોકો તેમની કોમ્યુનિટી સાથે કનેક્ટ થવા માટે કેવી રીતે WhatsAppનો ઉપયોગ કરે છે તે જુઓ:
પાકિસ્તાનમાં, એક WhatsApp ગ્રૂપે ગરીબીનો ભોગ બનેલા લોકોને મદદ કરવા 2 કરોડ 10 લાખ રૂપિયાનો ફાળો ભેગો કર્યો:
લેખ અહીં વાંચો >ઇટલીના નેપલ્સમાં પ્રાથમિક શાળાઓ બંધ હોવા છતાં, પરિવારોને અસાઇન્મેન્ટ પહોંચાડવા માટે WhatsAppનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય ચાલુ રાખે છે:
લેખ અહીં વાંચો >હોંગકોંગમાં એક પુરુષે સામાજિક કાર્યના ભાગરૂપે સ્થાનિક વ્યવસાયોને મદદ આપવા WhatsAppનો સહારો લીધો છે:
લેખ અહીં વાંચો >જોર્ડન દેશમાં કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારે એક રોજગાર સશક્તિકરણનો કાર્યક્રમ મહિલાઓને આવા સમયે નોકરી શોધવા પ્રેરણા આપવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે:
લેખ અહીં વાંચો >હોસ્પિટલની ક્ષમતા અંગે સૌથી નવી અપડેટ મેળવવા માટે પેરિસના મેડિકલ પ્રોફેશનલોએ એક WhatsApp ગ્રૂપ બનાવ્યું છે:
લેખ અહીં વાંચો >સીરિયાના રેફ્યુજી કેમ્પમાં રહેલા શિક્ષકો વિદ્યાર્થીઓના માતાપિતા સાથે WhatsAppથી વીડિયો લેસન શેર કરે છે:
લેખ અહીં વાંચો >ભારતમાં ગુલામીમાંથી આઝાદ થયેલાઓ પોતાની બરોબરીવાળાઓ સાથે WhatsApp ગ્રૂપનો ઉપયોગ કરીને કોરોના વાઇરસ વિશે જાગૃતિ ફેલાવે છે:
લેખ અહીં વાંચો >બ્રાઝિલના ફ્લોરિયાનોપોલિસમાં દર્દીઓ WhatsAppથી અપોઇન્ટમેન્ટ લઈ શકે છે અને પ્રશ્નો પૂછી શકે છે:
લેખ અહીં વાંચો >