કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
WhatsApp અનુભવના હાર્દમાં સલામતી રહેલી છે. તે મહત્ત્વપૂર્ણ છે કે તમારી કોમ્યુનિટી એક સલામત જગ્યા હોય જ્યાં લોકો અર્થપૂર્ણ રીતે કનેક્ટ થઈ શકે. તમને અને તમારા સભ્યોને સલામત રાખવામાં મદદ કરવા માટે અમે ડિઝાઇન કરેલાં ટૂલ અને સુવિધાઓ નીચે લિસ્ટમાં આપી છે.
પ્રાઇવસી અને સુરક્ષા અમારી રગ રગમાં છે, એટલા માટે જ અમે કોમ્યુનિટીમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન બનાવ્યું છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન એટલે ફક્ત તમે અને તમે જેની સાથે વાતચીત કરી રહ્યા હો એ વ્યક્તિ જ જે મોકલવામાં આવ્યું છે તે વાંચી કે સાંભળી શકે છે. વચ્ચે કોઈ પણ નથી, WhatsApp પણ નહિ.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અંગે વધુ.
તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે, તમારે બે વાર ખાતરી ચાલુ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ અલગ ડિવાઇસ પરથી તમારા WhatsApp એકાઉન્ટમાં લોગ ઇન કરવાનો પ્રયાસ કરે છે, તો તેમણે તમારા નંબર પર મોકલવામાં આવેલો 6-અંકનો કોડ, ઉપરાંત વધારાનો વ્યક્તિગત ઓળખ નંબર (PIN) લખવાની જરૂર પડશે. ક્યારેય પણ કોઈની સાથે તમારો પિન શેર કરશો નહિ. સુરક્ષાના વધારાના માપદંડ તરીકે, તમે તમારા ફોન અને/અથવા ડેસ્કટોપ પર તમારી ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડીનો ઉપયોગ કરીને WhatsApp એકાઉન્ટને લૉક કરી શકો છો.
તમે મેસેજ મોકલ્યાના 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસ પછી તે ગાયબ થઈ જાય તેવી સુવિધાને સેટ અપ કરી શકો છો. વધારાની પ્રાઇવસી માટે, તમે એવા ફોટા અને વીડિયો મોકલી શકો છો કે જે મેસેજ મેળવનાર દ્વારા એક વાર ખોલવામાં આવ્યા પછી તમારી WhatsApp ચેટમાંથી ગાયબ થઈ જાય છે. અફવાઓ, વાયરલ મેસેજ અને ખોટા સમાચારોને ફેલાવવાથી બચવા માટે, તમે શું ફોરવર્ડ કરો છો તેની કાળજી રાખો - ખાસ કરીને જો તે ચેઇન મેસેજ હોય અને "ઘણી વાર ફોરવર્ડ કરેલા"નું લેબલ પ્રદર્શિત થતું હોય.
તમે અમુક નંબર/વ્યક્તિ સાથેનો સંપર્ક તોડીને તેમની પાસેથી મેસેજ, કૉલ અને સ્ટેટસ અપડેટ મેળવવાનું બંધ કરી શકો છો. તમે સમસ્યારૂપ મેસેજ અને એકાઉન્ટની એકલ મેસેજને દબાવી રાખીને જાણ પણ કરી શકો છો.
નંબર/વ્યક્તિઓ સાથેનો સંપર્ક કેવી રીતે તોડવો અને તેમની જાણ કેવી રીતે કરવી
એડમિન તરીકે, તમે તમારી કોમ્યુનિટીને સલામત રાખવા માટે સશક્ત છો. તમે ગ્રૂપના વિષય/નામ, આઇકન અને વર્ણનને કોણ બદલી શકે તે પ્રતિબંધિત કરી શકો છો.
એડમિન, કોમ્યુનિટીમાંથી અનિચ્છિત મેસેજને ડિલીટ કરી શકે છે અથવા વિક્ષેપકારક સભ્યોને દૂર કરી શકે છે. તમે જરૂરિયાત મુજબ કોઈ ગ્રૂપને દૂર પણ કરી શકો છો અથવા કોમ્યુનિટીને ડિએક્ટિવ કરી શકો છો. નવા સભ્યોને જોડાવા માટે આમંત્રિત કરતી વખતે, સાર્વજનિક ફોરમ અથવા વેબસાઇટ પર તમારા ગ્રૂપની લિંક પોસ્ટ કરશો નહિ, તેને ફક્ત તમે જેમને જાણતા હો તે લોકોની સાથે જ શેર કરો.
સભ્ય તરીકે, તમે નક્કી કરો છો કે તમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે છે. તમને જેમાં ઉમેરવામાં આવ્યા હોય એવા કોઈ ગ્રૂપમાંથી તમે બહાર નીકળવા માંગતા હો, તો તમે ગુપચુપ આમ કરી શકો છો. માત્ર એડમિનને જ જાણ થશે.
સભ્યો 'કોમ્યુનિટીમાંથી બહાર નીકળો' સુવિધાનો ઉપયોગ કરીને કોમ્યુનિટીને છોડી દઈ શકે છે. WhatsAppને સલામત રાખવામાં અમારી મદદ કરવા માટે, કોઈ પણ અયોગ્ય અથવા હાનિકારક કન્ટેન્ટની જાણ WhatsAppને કરવામાં આવવી જોઈએ. જો કોમ્યુનિટીમાં ખૂબ જ ઘોંઘાટ થવા લાગે, તો સભ્યો ગ્રૂપનાં નોટિફિકેશનને મ્યૂટ કરી શકે છે.
ગ્રૂપનાં નોટિફિકેશન કેવી રીતે મ્યૂટ કરવાં કે તેનું મ્યૂટ કેવી રીતે ખોલવું