કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોડિઝાઇન દ્વારા સુરક્ષિતતમારી રોજબરોજની બાબતોને શેર કરોચેનલને ફોલો કરો
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ડિઝાઇન દ્વારા સુરક્ષિત

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો

    • તમારી રોજબરોજની બાબતોને શેર કરો

      સ્ટેટસ પર ફોટા, વીડિયો, વોઇસ નોંધ શેર કરો

    • ચેનલને ફોલો કરો

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

WhatsApp અપડેટ ટેબ માટે સેવાની પૂરક શરતો

પ્રભાવી થવાની તારીખ: 14 જુલાઈ, 2025

WhatsApp અપડેટ ટેબમાં WhatsApp દ્વારા તમને પૂરી પાડવામાં આવતી અનેક વૈકલ્પિક “સેવાઓ” સામેલ હોય છે. અપડેટ ટેબ માટેની સેવાની આ પૂરક શરતો (“પૂરક શરતો”) WhatsAppની સેવાની શરતોની પૂરક છે અને તે સ્ટેટસ અને ચેનલ જેવી વૈકલ્પિક સુવિધાઓના ઉપયોગ સહિત અપડેટ ટેબમાં પૂરી પાડવામાં આવતી સેવાઓના તમારા ઉપયોગ પર એકસાથે લાગુ પડે છે. પૂરક શરતોનાં નિયમો અને શરતો પૂરી રીતે ચેનલ માટેની સેવાની પૂરક શરતોનાં નિયમો અને શરતોની જગ્યા લેશે અને અપડેટ ટેબના તમારા ઉપયોગ પર તે લાગુ પડશે. આ પૂરક શરતોમાં એવું કંઈપણ નથી જે WhatsAppની સેવાની શરતો અથવા જેનો તે સંદર્ભ આપે તેવી કોઈ પણ વધારાની શરતો અથવા પોલિસી હેઠળ રહેલા અમારા કોઈ પણ અધિકારોને મર્યાદિત કરે.

WhatsApp અપડેટ ટેબની પૂરક પ્રાઇવસી પોલિસી, WhatsAppની પ્રાઇવસી પોલિસીની પૂરક છે અને તે સમજાવે છે કે તમે જ્યારે અપડેટ ટેબની અંદર સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે માહિતીને કેવી રીતે એકત્ર કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ તથા તેને શેર કરીએ છીએ. તમે પ્રાઇવસી સંબંધી તમારી પસંદગીઓને રિવ્યૂ કરવા માટે કોઈ પણ સમયે તમારાં સેટિંગમાં પણ જઈ શકો છો. અપડેટ ટેબની અંદર સેવાઓનો તમારો ઉપયોગ તમારા વ્યક્તિગત WhatsApp મેસેજની પ્રાઇવસી પર પ્રભાવ પાડતો નથી, જે WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા પ્રમાણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેવાની ચાલુ રહે છે.

WhatsApp અપડેટ ટેબ વિશે માહિતી

અપડેટ ટેબ એ અમારી વૈકલ્પિક સુવિધાઓ, ચેનલ અને સ્ટેટસનું હોમ છે, જે તમને અન્ય WhatsApp વપરાશકર્તાઓ દ્વારા શેર કરવામાં આવતી સંબંધિત અને સમયસરની સ્ટેટસ અપડેટ તથા ચેનલ અપડેટ જોવાં અને તેની સાથે ઇન્ટરેક્ટ કરવાં દે છે. તમે તમારા સંપર્કો અથવા પસંદ કરેલા ઓડિયન્સ સાથે સ્ટેટસ અપડેટ શેર કરવાં માટે એક સ્ટેટસ બનાવી શકો છો કે જેનો તેઓ જવાબ આપી શકે અને જે 24 કલાક પછી ગાયબ થઈ જઈ જાય છે. તમે અપડેટ શેર કરવાં માટે ચેનલ પણ બનાવી શકો છો કે જેને કોઈ પણ શોધી શકે છે, ફોલો કરી શકે છે અને જોઈ શકે છે.

અમે તમને સ્ટેટસ અપડેટ અથવા ચેનલની પણ ભલામણ કરી શકીએ છીએ કે જે તમારા માટે વધુ સંબંધિત હોઈ શકે છે અથવા એવી ચેનલ બતાવી શકીએ છીએ કે જેનો બિઝનેસ દ્વારા પ્રચાર કરવામાંં આવે છે. અમે તમને કેવી રીતે ચેનલની ભલામણ કરીએ છીએ તે વિશે અહીં વધુ જાણો.

અમે અપડેટ ટેબનો ઉપયોગ કરવા માટે તમારી પાસેથી શુલ્ક લેતા નથી, સિવાય કે અમે અન્યથા જણાવીએ છીએ. તેને બદલે, બિઝનેસ અને સંસ્થાઓ તથા અન્ય વ્યક્તિઓ તેમની પ્રોડક્ટ અને સેવાઓ માટે અપડેટ ટેબ પર (દા.ત., સ્ટેટસ અથવા ચેનલમાં) તમને જાહેરાતો બતાવવા માટે પેમેન્ટ કરે છે. અપડેટ ટેબનો ઉપયોગ કરીને, તમે એ બાબતે સંમત થાઓ છો કે અમે તમને અપડેટ ટેબમાં એવી જાહેરાતો બતાવી શકીએ છીએ કે જે અમારા મતે તમારા માટે અને તમારી રુચિઓથી સંબંધિત હોઈ શકે.

લોકોની પ્રાઇવસીનું રક્ષણ કરવું એ અમે અમારી પસંદ મુજબ બનાવેલી જાહેરાતોની સિસ્ટમની કેવી રીતે રચના કરી છે તેના માટે સૌથી વધુ મહત્ત્વનું છે. અમે તમારા વ્યક્તિગત ડેટાને વેચતા નથી. અમે જાહેરાત આપનારાઓને તેમના બિઝનેસનું લક્ષ્ય અને જે પ્રકારનું ઓડિયન્સ તેમની જાહેરાતો જુએ એમ તેઓ ઇચ્છે છે તેના જેવી વસ્તુઓ અમને જણાવવાની મંજૂરી આપીએ છીએ. અમે તે પછી અમારા મતે જેમને રુચિ હોઈ શકે તેવાં લોકોને અપડેટ ટેબમાં તેમની જાહેરાત બતાવીએ છીએ.

અમે ઉપર વર્ણવેલી સેવાઓ પૂરી પાડવા માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે તમે WhatsApp અપડેટ ટેબની પૂરક પ્રાઇવસી પોલિસીમાં જાણી શકો છો.

ચેનલનો કાનૂની અને સ્વીકાર્ય ઉપયોગ

તમે ચેનલને માત્ર કાનૂની, અધિકૃત અને સ્વીકાર્ય હેતુઓ માટે જ એક્સેસ કરો અને તેનો ઉપયોગ કરો તે આવશ્યક છે. ચેનલના એડમિન તેમની ચેનલ પરની ચેનલ અપડેટ માટે જવાબદાર હોય છે અને તેમણે તેમના ફોલોઅર અને વ્યૂઅર માટે વયાનુસાર ઉપયુક્ત તથા સુરક્ષિત અનુભવ જાળવી રાખવો જરૂરી હોય છે. ચેનલ પર વાપરનારાઓ જે કરે છે અથવા કહે છે તેને અમે નિયંત્રિત કરતા નથી અને અમે તેમની (અથવા તમારી) એક્શન અથવા આચરણ (ભલેને તે ઓનલાઇન હોય કે ઓફલાઇન) અથવા કન્ટેન્ટ (જેમાં ગેરકાયદેસર અથવા વાંધાજનક કન્ટેન્ટનો સમાવેશ થાય છે) માટે જવાબદાર હોતા નથી.

ચેનલના એડમિને એવી એક્ટિવિટીમાં સહભાગી ન થવું આવશ્યક છે કે જે આ પૂરક શરતો અથવા અમારી સેવાઓના તમારા ઉપયોગ પર લાગુ પડતી અન્ય શરતો અને પોલિસીનું ઉલ્લંઘન કરતી હોય, જેમાં WhatsAppની સેવાની શરતો અને WhatsApp ચેનલની માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે પરંતુ તેટલા પૂરતી તે મર્યાદિત નથી.

આમાં આનો સમાવેશ થાય છે:

  • ગેરકાયદેસર એક્ટિવિટી
  • એવી એક્ટિવિટી કે જે લોકોને ગંભીર હાનિ પહોંચાડી શકે
  • એવી એક્ટિવિટી કે જે WhatsAppના વાપરનારના બેઝ માટે વયાનુસાર ઉપયુક્ત ન હોય
  • કપટપૂર્ણ એક્ટિવિટી
  • રિપોર્ટિંગ, કન્ટેન્ટ દૂર કરવું અને નિવારણ

    તમે એવી કોઈ પણ ચેનલ અથવા ચોક્કસ ચેનલ અપડેટ અથવા સ્ટેટસ અપડેટની જાણ કરી શકો છો કે જે સંભવિત રીતે તમારા અધિકારો અથવા અમારી શરતો અને પોલિસીનું ઉલ્લંઘન કરે છે. તમે WhatsApp પર કેવી રીતે જાણ કરવી અને સંપર્ક તોડવો તે વિશે અહીં વધુ જાણી શકો છો.

    WhatsApp, સ્ટેટસ અથવા ચેનલ પર શેર કરવામાં આવતી એવી કોઈ પણ અપડેટ અથવા માહિતીને દૂર કરી શકે છે, તેને શેર કરવાનું અટકાવી શકે છે અથવા તેની એક્સેસને મર્યાદિત કરી શકે છે કે જે WhatsAppની સેવાની શરતો, આ પૂરક શરતો, અમારી પોલિસી (જેમાં WhatsApp ચેનલની માર્ગદર્શિકા અને મેસેજિંગની માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે)નું ઉલ્લંઘન કરે છે અથવા જ્યાં કાયદા દ્વારા અમને આમ કરવાની પરવાનગી આપવામાં આવી હોય અથવા અમારે આમ કરવું જરૂરી હોય. અમે અમારી સેવાઓ અને અમારા વાપરનારાઓનું રક્ષણ કરવા માટે અમુક સુવિધાઓની એક્સેસને દૂર અથવા પ્રતિબંધિત પણ કરી શકીએ છીએ, એકાઉન્ટને બંધ અથવા સસ્પેન્ડ કરી શકીએ છીએ અથવા કાયદાનું અમલ કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરી શકીએ છીએ. અમે, WhatsAppની સેવાની શરતો અને WhatsAppની પ્રાઇવસી પોલિસી તથા WhatsApp અપડેટ ટેબની પૂરક પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા પ્રમાણે, સમગ્ર WhatsApp પર સુરક્ષા, સલામતી અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે Meta કંપનીઓ સહિત તૃતીય-પક્ષની સેવા પૂરી પાડનારાઓ સાથે કામ કરી શકીએ છીએ.

    WhatsApp વધુમાં WhatsAppની સેવાની શરતો સાથે સુસંગત રહીને, સંપૂર્ણ સેવાની તમારી એક્સેસને સમાપ્ત કરવાનો અધિકાર અનામત રાખે છે. જોકે અમારો ઉદ્દેશ્ય બધાં જ અધિકારક્ષેત્રોમાં અમારી પોલિસીને સુસંગત રીતે લાગુ કરવાનો છે, તેમ છતાં કેટલાંક અધિકારક્ષેત્રોમાં લાગુ કાયદા હેઠળ એવી ચોક્કસ આવશ્યકતાઓ હોઈ શકે છે કે જેને અલગ-અલગ રીતે અમલમાં મૂકવાની જરૂર પડે.

    લાઇસન્સ

    સ્ટેટસ અને ચેનલ પૂરી પાડવાં અમને તમારી પાસેથી અમુક પરવાનગીઓની જરૂર પડે છે. તમે WhatsAppની સેવાની શરતોમાં અમને આપો છો તે લાઇસન્સમાં WhatsApp સ્ટેટસ અને ચેનલ પર તમે શેર કરો છો તે અપડેટનો સમાવેશ થાય છે.

    ફંક્શનાલિટી બદલાઈ શકે છે અથવા મર્યાદિત થઈ શકે છે

    અપડેટ ટેબ પરની સુવિધાઓની ફંક્શનાલિટી અને/અથવા પર્ફોર્મન્સ સમય જતાં બદલાઈ શકે છે, જેમાં ઉદાહરણ તરીકે, સ્ટેટસ અથવા ચેનલનો સમાવેશ થાય છે. અમે નવી સુવિધાઓ પ્રસ્તુત કરી શકીએ છીએ, અમુક હાજર સુવિધાઓ, અથવા સ્ટેટસ કે ચેનલના કોઈ પણ ભાગ પર મર્યાદાઓ લાદી શકીએ છીએ, તેને સસ્પેન્ડ કરી શકીએ છીએ, તેને દૂર કરી શકીએ છીએ, તેને બદલી શકીએ છીએ, તેની એક્સેસને પ્રતિબંધિત કરી શકીએ છીએ અથવા તેને અપડેટ કરી શકીએ છીએ. અમે સ્ટેટસ અથવા ચેનલનાં મર્યાદિત વર્ઝન ઓફર કરી શકીએ છીએ અને આ વર્ઝનમાં મર્યાદિત સુવિધાઓ હોય અથવા તેમાં અન્ય મર્યાદાઓ સામેલ હોય એવું બની શકે છે. જો કોઈ સુવિધા અથવા કન્ટેન્ટ (જેમાં સ્ટેટસ અપડેટ અને ચેનલ અપડેટનો સમાવેશ થાય છે) હવે ઉપલબ્ધ ન હોય, તો આવી સુવિધા અથવા કન્ટેન્ટના સંબંધમાં તમારા દ્વારા બનાવવામાં કે પૂરી પાડવામાં આવેલી માહિતી, ડેટા અથવા કન્ટેન્ટ ડિલીટ કરી દેવામાં આવે અથવા તે એક્સેસ કરવા અયોગ્ય થાય એવું બની શકે છે.

    આ પૂરક શરતોને અપડેટ કરવી

    અમે આ પૂરક શરતોમાં સુધારો કરી શકીએ છીએ અથવા તેને અપડેટ કરી શકીએ છીએ. અમે તમને યોગ્ય હોય તે મુજબ, અમારી પૂરક શરતોના મહત્ત્વપૂર્ણ સુધારાની નોટિસ પૂરી પાડીશું અને અમારી પૂરક શરતોમાં સૌથી ઉપરની બાજુએ રહેલી "છેલ્લે ફેરફાર કર્યા"ની તારીખને અપડેટ કરીશું. અપડેટ ટેબનો તમારા દ્વારા થતો સતત ઉપયોગ, સુધારા કર્યા મુજબની અમારી પૂરક શરતોની તમારી સ્વીકૃતિને કન્ફર્મ કરે છે. અમે આશા રાખીએ છીએ કે તમે અપડેટ ટેબને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખશો, પરંતુ જો તમે સુધારા કર્યા મુજબની અમારી પૂરક શરતો સાથે સંમત થતા નથી, તો તમારે અપડેટ ટેબને ઉપયોગમાં લેવાનું બંધ કરવું અથવા તમારું એકાઉન્ટ ડિલીટ કરીને અમારી સેવાઓને ઉપયોગમાં લેવાનું બંધ કરવું આવશ્યક છે.

    તમારા પર લાગુ પડી શકે તે અન્ય શરતો

    WhatsApp ચેનલના સબ્સ્ક્રિપ્શનના સબ્સ્ક્રાઇબરની સેવાની શરતો: જો તમે પ્રીમિયમ ચેનલ કન્ટેન્ટને એક્સેસ કરવા માટે સબ્સ્ક્રાઇબ કરો છો, તો આ શરતો લાગુ પડે છે.

    વિભાજ્યતા

    જો આ પૂરક શરતોની કોઈ પણ જોગવાઈ ગેરકાનૂની, વ્યર્થ અથવા કોઈ કારણસર અમલને પાત્ર ન હોવાની મળી આવે, તો પછી તે જોગવાઈ તેને અમલને પાત્ર બનાવવા માટે જરૂરી ઓછામાં ઓછી મર્યાદા સુધી સુધારેલી માની લેવામાં આવશે અને જો તે અમલને પાત્ર બનાવી શકાતી નથી, તો પછી તે આ પૂરક શરતોથી વિભાજ્ય હોવાની માની લેવામાં આવશે અને આ પૂરક શરતોની બાકી જોગવાઈઓ, WhatsAppની સેવાની શરતો અથવા કોઈ પણ વધારાની શરતો અથવા પોલિસી કે જેનો તે સંદર્ભ આપે છે તેની માન્યતા અને અમલમાં મૂકાવાની ક્ષમતાને અસર કરશે નહિ, જે પૂર્ણ બળ અને પ્રભાવમાં રહેશે.

    વિવાદનો ઉકેલ

    તમે અને અમે આ પૂરક શરતો અથવા અપડેટ ટેબ અને અપડેટ ટેબ પર ઉપલબ્ધ સેવાઓ (જેમાં ચેનલ અને સ્ટેટસનો સમાવેશ થાય છે)થી ઉદ્ભવતા અથવા તેનાથી સંબંધિત તમામ વિવાદોનો ઉકેલ, WhatsAppની સેવાની શરતોમાં રહેલી વિવાદના ઉકેલ અને સંચાલન સંબંધી કાયદાની જોગવાઈઓ અનુસાર લાવવા માટે સંમત થઈએ છીએ કે જે તમારા દ્વારા અથવા અમારા દ્વારા દાવો માંડવાની પ્રક્રિયાને શરૂ કરવાના સમયે પ્રભાવમાં રહી હોય.

    ડાઉનલોડ કરો
    WhatsAppનો મુખ્ય લોગો
    WhatsAppનો મુખ્ય લોગો
    ડાઉનલોડ કરો
    અમે શું કરીએ છીએ
    સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
    અમે કોણ છીએ
    અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
    WhatsAppનો ઉપયોગ કરો
    AndroidiPhoneMac/PCWhatsApp વેબ
    મદદની જરૂર છે?
    અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
    ડાઉનલોડ કરો

    2025 © WhatsApp LLC

    શરતો અને પ્રાઇવસી પોલિસી
    સાઇટમેપ