WhatsApp સુરક્ષા

ગોપનીયતા અને સુરક્ષા અમારા ડીએનએ માં છે

પહેલા દિવસ થી, અમે WhatsApp ને તમારા મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે, કુદરતી આપત્તિઓ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી ની આપ લે કરવા માટે, છુટા પડી ગયેલા પરિવારો ના પુનઃજોડાણ માટે, અથવા વધુ સારું જીવન જીવવા માટે WhatsApp બનાવ્યું છે. તમે તમારી સૌથી વ્યક્તિગત ક્ષણો ને WhatsApp ની સાથે આપ લે કરી છે, જેના માટે અમે અમારી એપ્લિકેશન ની તાજેતરની આવૃત્તિ માં શરૂઆત થી અંત સુંધી એન્ક્રિપ્શન કર્યું છે. તમારા સંદેશાઓ, ફોટાઓ, વિડિઓઝ, ધ્વનિ સંદેશાઓ, દસ્તાવેજો, અને કૉલ્સ જયારે શરૂઆત થી અંત સુંધી એનક્રિપ્ટ થયેલ હોય ત્યારે તે ખોટા હાથ માં જવાથી સુરક્ષિત રહે છે.

મૂળભૂત સુરક્ષા

જયારે તમે અને એ લોકો જેમને તમે સંદેશાઓ મોકલો છો WhatsApp ની તાજેતર ની આવૃત્તિ નો ઉપયોગ કરો છે તેમને શરૂઆત થી અંત સુંધી એન્ક્રિપ્શન ઉપલબ્ધ થાય છે. ઘણી સંદેશાઓ ની એપ ફક્ત તમારી અને એમની વચ્ચે ના સંદેશાઓ એન્ક્રિપ્ટ કરે છે, પણ WhatsApp નું શરૂઆત થી અંત સુંધી એન્ક્રિપ્શન ખાતરી આપે છે કે ફક્ત તમે અને એ લોકો જેમની સાથે તમે વાત કરો છો તેઓ જ આ સંદેશાઓ વાંચી શકે છે, અને વચ્ચે બીજું કોઈ આને વાંચી શકતું નથી, WhatsApp પણ નહીં. આવું એટલા માટે છે કેમ કે તમારા સંદેશાઓ એક તાળાં દ્વારા સુરક્ષિત છે, અને આ સંદેશાઓ ને ખોલી ને વાંચવા માટેની ખાસ ચાવી ફક્ત તમારી અને સંદેશ ના પ્રાપ્તકર્તા પાસે છે. વધારા ની સુરક્ષા માટે દરેક સંદેશ જે તમે મોકલો છો તેનું પોતાનું અનન્ય તાળું અને ચાવી હોય છે. આ બધું આપોઆપ થાય છે: આના માટે કોઈ પણ સેટિંગ્સ ને ચાલુ કરવાની અથવા ખાસ ગુપ્ત ગપસપ ને સુરક્ષિત કરવા માટે સેટ અપ કરવાની જરૂરત નથી.

મુક્તપણે વાત કરો

WhatsApp કોલિંગ તમને તમારા મિત્રમંડળ તથા કુટુંબીજનો સાથે વાત કરાવે છે, પછી ભલે એય બીજા દેશ માં રહેતા હોય. તમારા સંદેશાઓ ની જેમ, WhatsApp કોલ પણ શરૂઆત થી અંત સુધી એનક્રિપ્ટ થયેલ છે જેથી WhatsApp અને તૃતીય પક્ષો આને સાંભરી શકતા નથી.

સંદેશાઓ જે તમારી પાસે રહે

તમારા સંદેશાઓ તમારા જ હાથ માં હોવા જોઈએ. તેના માટે WhatsApp તમારા સંદેશાઓ ને એકવાર મોકલી દીધા પછી અમારા સર્વર પર સંઘરતું નથી, અને શરૂઆત થી અંત સુંધી એન્ક્રિપ્શન એટલે WhatsApp અને તૃતીય પક્ષો સંદેશાઓ ને વાંચી શકતા નથી.

જાતે જુઓ

જે કોલ્સ તમે કરો છો અને સંદેશાઓ મોકલો છો એ શરૂઆત થી અંત સુધી એનક્રિપ્ટ થયેલ છે તેની તાપસ તમે જાતે કરી શકો છો. ફક્ત સંપર્ક માહિતી અથવા સમૂહ માહિતી માં સૂચક માટે જુઓ.

વિગતો મેળવો

શરૂઆત થી અંત સુંધી એન્ક્રિપ્શન, જે ઓપન વ્હીસ્પર સિસ્ટમ્સ ની સાથે મળીને બનાવ્યું છે, તેની ઊંડાણ માં ટેક્નિકેલ સમજૂતી વાંચો.