શરૂઆતથી જ, અમે WhatsAppને એવી રીતે બનાવ્યું છે કે તમે કુદરતી આફતોમાં તમારા મિત્રોના સંપર્કમાં રહી શકો અને જરૂરી માહિતીને શેર કરી શકો, વિખૂટા પડી ગયેલા કુટુંબો સાથે પુનઃજોડાણ સાધી શકો, અથવા સારું જીવન શોધી શકો. તમારી કેટલીક સૌથી યાદગાર પળો WhatsApp પર શેર કરવામાં આવે છે, જેથી અમે શરૂથી અંત સુધી સુરક્ષિત સુવિધા અમારી ઍપમાં બનાવી છે. જ્યારે શરૂથી અંત સુધી સુરક્ષિત હોય, ત્યારે તમારા મેસેજ, ફોટા, વીડિયો, વોઇસ મેસેજ, ડોક્યુમેન્ટ અને કૉલ ખોટા હાથમાં પડવા સામે સુરક્ષિત છે.
જ્યારે તમે WhatsApp Messengerનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિને મેસેજ મોકલો ત્યારે WhatsAppની શરૂથી અંત સુધીની સુરક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂથી અંત સુધીની સુરક્ષા, એ વાતની ખાતરી કરે છે કે તમે અને તમે જેની સાથે વાતચીત કરો છો એ જ માત્ર એકબીજાના મેસેજ વાંચી કે સાંભળી શકે, બીજું કોઈ જ નહિ, WhatsApp પણ નહિ. આ એટલા માટે કે શરૂથી અંત સુધીની સુરક્ષા વડે, તમારા મેસેજને એક લૉકથી સુરક્ષિત કરવામાં આવે છે અને ફક્ત એ મેસેજ મેળવનાર અને તમારી પાસે જ તેને ખોલી અને વાંચવા માટે જરૂરી ચાવી હોય છે. આ બધું આપમેળે થાય છે: તમારા મેસેજ સુરક્ષિત રાખવા માટે ના તો કોઈ સેટિંગ ચાલુ કરવાની જરૂર છે કે ના તો કોઈ ખાનગી ચેટ માટે સેટઅપની જરૂર છે.
દરેક WhatsApp મેસેજ સરખાં સાંકેતિક કોડ દ્વારા સુરક્ષિત છે જે તમારા ડિવાઇસ પરથી મોકલતા પહેલાં જ મેસેજને સુરક્ષિત કરી દે છે. બિઝનેસ એકાઉન્ટને મેસેજ મોકલો, ત્યારે તમારો મેસેજ સુરક્ષિત રીતે બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવેલી નિર્ધારિત જગ્યાએ પહોંચાડવામાં આવે છે.
WhatsApp એવા બિઝનેસ સાથેની ચેટને ધ્યાનમાં લે છે કે જેઓ WhatsApp Business ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે અથવા ગ્રાહકોના મેસેજને શરૂથી અંત સુધી સુરક્ષિત રાખવા પોતે જ તેનું સંચાલન અને સંગ્રહ કરે છે. એક વાર મેસેજ મળી જાય પછી, તે જે તે બિઝનેસની પોતાની પ્રાઇવસી પોલિસીને આધીન રહેશે. બિઝનેસ તેમને મળતા મેસેજને આગળ વધારવા અને તેનો જવાબ આપવા માટે ઘણાં કર્મચારીઓ કે અન્ય વેન્ડરને નિયુક્ત કરી શકે છે.
અમુક બિઝનેસ1 સુરક્ષિત રીતે મેસેજનો સંગ્રહ કરવા અને ગ્રાહકોને જવાબ આપવા માટે WhatsAppની પેરેન્ટ કંપની, Facebookનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકશે. જે તે બિઝનેસની પ્રાઇવસીની રીતો વિશે વધુ જાણવા માટે તમે હંમેશાં તેમનો સંપર્ક કરી શકો છો.
પસંદગીના દેશોમાં ઉપલબ્ધ WhatsApp પેમેન્ટ, નાણાકીય સંસ્થઓમાં એકાઉન્ટ વચ્ચે ટ્રાન્સફરને શક્ય બનાવે છે. કાર્ડ અને બેંકના નંબરોને ઉચ્ચ ગુણવત્તાવાળા સુરક્ષિત નેટવર્ક પર સાચવવામાં આવે છે. જોકે, નાણાકીય સંસ્થાઓ આ પેમેન્ટને લગતી માહિતી મેળવ્યા વગર પૈસાની લેવડદેવડ પૂરી કરી શકતી ન હોવાથી, આ પેમેન્ટ શરૂથી અંત સુધી સુરક્ષિત કરેલા નથી હોતા.
તમારા મેસેજ સાથે શું થાય છે તેની જાણ તમને થાય તે WhatsApp સુનિશ્ચિત કરવા ઇચ્છે છે. જો તમે કોઈ વ્યક્તિ કે બિઝનેસના મેસેજ મેળવવા માગતા ન હો, તો તમે સીધા જ ચેટમાંથી તેમની સાથે સંપર્ક તોડી શકો છો અથવા તમારી સંપર્ક યાદીમાંથી તેમને ડિલીટ કરી શકો છો. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે તમારા મેસેજનું સંચાલન કેવી રીતે થાય છે તે તમે સમજો અને તમારી પાસે તમને અનુકૂળ યોગ્ય નિર્ણય લેવાનો વિકલ્પ રહે.
Open Whisper Systems સાથેની ભાગીદારીમાં વિકસાવેલી WhatsAppની શરૂથી અંત સુધી સુરક્ષિત સુવિધા વિશે ઊંડાણપૂર્વક ટેક્નિકલ સમજણ વાંચો.
નિયમિત સુરક્ષા અપડેટ માટે સુરક્ષા ભલામણો તપાસો.
1 2021માં.