પહેલા દિવસ થી, અમે WhatsAppને તમારા મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે, કુદરતી આપત્તિઓ દરમિયાન મહત્વપૂર્ણ માહિતીની આપ લે કરવા માટે, છુટા પડી ગયેલા પરિવારોના પુનઃ જોડાણ માટે, અથવા વધુ સારું જીવન તલાશ કરવા માટે WhatsApp બનાવ્યું છે. તમે તમારી સૌથી વ્યક્તિગત ક્ષણોને WhatsApp દ્વારા શેર કરો છો, જેના કારણે અમે અમારા ઍપમાં શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ ઉમેર્યું છે. તમારા સંદેશાઓ, ફોટાઓ, વિડિયો, ધ્વનિ સંદેશાઓ, દસ્તાવેજો, અને કૉલ્સ જયારે શરૂઆતથી અંત સુધી ગુપ્ત થયેલ હોય, ત્યારે તે ખોટા હાથે ચડી જવાથી સુરક્ષિત રહે છે.
જયારે તમે અને એ લોકો જેમને તમે સંદેશાઓ મોકલો અમારા ઍપનો ઉપયોગ કરો, ત્યારે WhatsAppનું શરુઆતથી અંત સુધી ગુપ્તીકરણ ઉપલબ્ધ થાય છે. સંદેશાઓના ઘણાં ઍપ માત્ર તમારા અને તેમના વચ્ચે સંદેશાઓનું ગુપ્તીકરણ કરે છે, પરંતુ WhatsAppનું શરૂઆતથી અંત સુંધી ગુપ્તીકરણ ખાતરી આપે છે કે ફક્ત તમે અને એ લોકો જેમની સાથે તમે વાત કરો છો, તેઓ જ જે મોકલાય તે વાંચી શકે છે, અને વચ્ચે બીજું કોઈ નહીં, WhatsApp પણ નહીં. આવું એટલા માટે છે કેમ કે તમારા સંદેશાઓ એક તાળા દ્વારા સુરક્ષિત હોય છે, અને માત્ર પ્રાપ્તકર્તા અને તમારા પાસે તેને ખોલી ને વાંચવા માટેની ખાસ ચાવી હોય છે. વધારા ની સુરક્ષા માટે, દરેક સંદેશ જે તમે મોકલો છો તેનું પોતાનું અનન્ય તાળું અને ચાવી હોય છે. આ બધું આપોઆપ થાય છે: તમારા સંદેશાઓને સુરક્ષિત કરવા માટે કોઈ પણ સેટિંગ્સને ચાલુ કરવાની અથવા ખાસ ગુપ્ત વાતો સેટ કરવાની જરૂર નથી.
WhatsApp કૉલિંગ તમને તમારા મિત્રો તથા કુટુંબીજનો સાથે વાત કરવાની સગવડ આપે છે, પછી ભલે ને તે બીજા દેશમાં રહેતા હોય. તમારા સંદેશાઓની જેમ, WhatsApp કૉલ પણ શરૂઆતથી અંત સુધી ગુપ્ત થયેલ હોય છે, જેથી WhatsApp અને તૃતીય પક્ષો તેમને સાંભળી શકતા નથી.
તમારા સંદેશાઓ તમારા જ હાથમાં હોવા જોઈએ. તેના માટે WhatsApp તમારા સંદેશાઓને એકવાર મોકલી દીધા પછી અમારા સર્વર પર સંઘરતું નથી, અને શરૂઆતથી અંત સુંધી ગુપ્તીકરણનું અર્થ એ છે કે WhatsApp અને તૃતીય પક્ષો સંદેશાઓને વાંચી શકતા નથી.
જે કોલ્સ તમે કરો છો અને સંદેશાઓ મોકલો છો એ શરૂઆતથી અંત સુધી ગુપ્ત થયેલ હોય છે તેની તપાસ તમે જાતે કરી શકો છો. ફક્ત સંપર્ક માહિતી અથવા સમૂહ માહિતીમાં સૂચક માટે જુઓ.
WhatsAppનું શરૂઆતથી અંત સુંધી ગુપ્તીકરણ, જે Open Whisper Systemsના સહયોગથી બનાવવામાં અાવ્યું છે, તેની ઊંડાણમાં ટેક્નિકેલ સમજૂતી વાંચો.