કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોડિઝાઇન દ્વારા સુરક્ષિતતમારી રોજબરોજની બાબતોને શેર કરોચેનલને ફોલો કરો
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ડિઝાઇન દ્વારા સુરક્ષિત

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો

    • તમારી રોજબરોજની બાબતોને શેર કરો

      સ્ટેટસ પર ફોટા, વીડિયો, વોઇસ નોંધ શેર કરો

    • ચેનલને ફોલો કરો

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

WhatsApp પરની પ્રાઇવસી વિશેના
તમારા પ્રશ્નોના જવાબ આપવા.

WhatsApp ખાતે અમારું મૂળ ધ્યાન આખા વિશ્વમાં રહેલાં ત્રણ બિલિયન વાપરનારાઓને ખાનગી રીતે સંચાર કરવાની ક્ષમતા પૂરી પાડવા પર કેન્દ્રિત થયેલું છે. અમારી ઍપ બિઝનેસ મેસેજિંગ, ચેનલ અને Meta AIને પણ સપોર્ટ કરવા માટે વિકસિત થાય છે ત્યારે, અમે આ સુવિધાઓ કેવી રીતે કામ કરે છે અને અમે કેવી રીતે તમારી પ્રાઇવસીનું રક્ષણ કરતા વર્ષોના કામ પર આધાર રાખીને નિર્માણ કરવાનું ચાલુ રાખીએ છીએ તે વિશેના કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ આપી રહ્યાં છીએ.

  • તમામને વિસ્તૃત કરોતમામને નાના કરો
  • નહિ, અમે તમારા વ્યક્તિગત મેસેજને જોઈ શકતા નથી, પછી ભલેને તે મિત્રો, કુટુંબીજનો, ક્લાસમેટ અથવા અન્ય લોકોની સાથેના વન-ઓન-વન હોય કે પછી ગ્રૂપ ચેટ હોય. અમે Signal પ્રોટોકોલનો ઉપયોગ કરીને આ મેસેજને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે સુરક્ષિત રાખીએ છીએ, જે તમારા મેસેજ તમારા ડિવાઇસમાંથી નીકળે તેની પહેલાં તેમને સુરક્ષિત કરે છે. આનો અર્થ એ થાય કે ચેટની બહાર કોઈ પણ તેમને વાંચી, સાંભળી કે શેર કરી શકતું નથી, WhatsApp કે Meta પણ નહિ. તમે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન કેવી રીતે કામ કરે છે તે વિશે અહીં વધુ જાણી શકો છો.

    જ્યારે બિઝનેસ મેસેજિંગ અને Meta AIની વાત આવે, ત્યારે કેટલાક તફાવતો રહેલા છે, જેને અમે નીચે સમજાવીશું.

  • બિઝનેસનું જે રીતે સંચાલન થાય છે તેની પ્રકૃતિને જોતાં, અમે WhatsAppમાં વ્યક્તિગત મેસેજ અને જે બિઝનેસ સાથેના હોય તે મેસેજ વચ્ચે ભેદ પાડીએ છીએ. મોબાઇલ ફોનમાંથી મેસેજ કરવાને બદલે, બિઝનેસ પાસે ઘણી વાર વધુ જટિલ સંચાલનો હોય છે કે જે એકથી વધુ લોકો અને AI ગ્રાહક માટે મદદને ગ્રાહકની પૂછપરછોનો જવાબ આપવાની મંજૂરી આપે છે. તેમને મેસેજને સ્ટોર કરવા અને તેનો જવાબ આપવા માટે પણ જગ્યાની જરૂર પડે છે.

    અનેક બિઝનેસ તેમના ક્લાઉડ સ્ટોરેજની સેવા પૂરી પાડનાર તરીકે Metaને પસંદ કરે છે. આ કારણસર, અમે આ મેસેજને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોવાનું માનતા નથી.

    અમે આ સોલ્યુશન બનાવ્યાં છે, કારણ કે લોકો WhatsApp પર બિઝનેસ સાથે સંચાર કરવા માંગે છે અને તે ઇમેઇલ અથવા ફોન કૉલનો વધુ ઝડપી અને વધુ ખાનગી વિકલ્પ છે.

    જ્યારે તમે બિઝનેસ સાથે સંચાર કરો ત્યારે કૃપા કરીને એ યાદ રાખો કે તે તમે તેને આપો છો તે માહિતીનો ઉપયોગ તેના પોતાના માર્કેટિંગ હેતુઓ માટે કરી શકે છે, જેમાં, ઉદાહરણ તરીકે, Meta પર જાહેરાત આપવાનો સમાવેશ થઈ શકે છે. જ્યારે બિઝનેસ Meta સેવાઓનો ઉપયોગ કરી રહ્યો હોય, ત્યારે અમે તમને ચેટની અંદર એક બ્લ્યૂ સિસ્ટમ મેસેજ બતાવીએ છીએ જેથી તમે વધુ જાણી શકો.

  • અમે વ્યક્તિગત મેસેજના કન્ટેન્ટને જોઈ શકતા નથી, કારણ કે તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. આ ઉપરાંત, અમે દરેક જણ કોને મેસેજ મોકલી રહ્યાં છે અથવા કૉલ કરી રહ્યાં છે તેના લોગ રાખતા નથી. અમને લાગે છે કે ત્રણ બિલિયન વાપરનારાઓ માટે વ્યક્તિગત રેકોર્ડ રાખવા એ પ્રાઇવસી માટે ખરાબ રહેશે અને અમે તે કરતા નથી.

    અમે અમારી સુવિધાઓનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે સમજવાની ક્ષમતા ધરાવીએ છીએ, જેથી અમે તેમને બહેતર બનાવવાનું ચાલુ રાખી શકીએ અને જ્યારે અમે આ કરીએ ત્યારે અમે વ્યક્તિગત વિગતોને દૂર કરવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. અમે એવી ટેક્નોલોજી બનાવી છે કે જે અહીં સમજાવ્યા મુજબ કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા ફોન સાથે જેને જોડી શકાય તેવી વ્યક્તિગત વિગતોને દૂર કરે છે.

    અમે પ્રગત ઓટોમેટેડ સિસ્ટમ અને રિપોર્ટ મારફતે સ્પામ અથવા દુર્વ્યવહાર/દુરુપયોગને શોધી કાઢવા પર પણ કામ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, એક મિનિટમાં 1,000 મેસેજ મોકલી રહેલ વાપરનાર ઘણું કરીને ઓટોમેટેડ સ્પામ એકાઉન્ટ હોય છે અને અમે WhatsAppનો ઉપયોગ કરવાથી તેમને પ્રતિબંધિત કરવા માંગીશું. આના જેવા દુરુપયોગના કિસ્સામાં, અમારી પાસે એકવાર સમસ્યા ઓળખાઈ જાય એટલે કોણ કોને મેસેજ મોકલી રહ્યું છે તે જોવાની ક્ષમતા રહેલી છે.

    અમારી પાસે આ ક્ષમતા હોવાથી, અમને ક્યારેક આ માહિતી પૂરી પાડવાના કાનૂની આદેશો મળે છે. અમે કાયદાનું અમલ કરાવતી સંસ્થાઓની માન્ય વિનંતીઓનો કેવી રીતે જવાબ આપીએ છીએ તે વિશે અમે પારદર્શી હોઈએ છીએ અને તમે તે અંગે અહીં વધુ જાણી શકો છો.

  • અમે મિત્રો અને કુટુંબીજનો સાથેના ગ્રૂપમાં મોકલેલા મેસેજને જોઈ શકતા નથી, કારણ કે તે પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.

    અમે કયા ફોન નંબર કયા ગ્રૂપના હોય છે તે જાણતા હોઈએ છીએ, જેથી કરીને અમે યોગ્ય જગ્યા પર મેસેજ ડિલિવર કરી શકીએ. અમે ગ્રૂપનું નામ, વર્ણન અને જો પ્રોફાઇલ ફોટો હોય તો તે પણ જાણતા હોઈએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ એવાં ગ્રૂપને પ્રતિબંધિત કરવા માટે કરીએ છીએ કે જે અમારા મતે દુર્વ્યવહારપૂર્ણ/દુરુપયોગપૂર્ણ એક્ટિવિટીમાં સહભાગી થઈ રહ્યાં હોય, જેમ કે બાળ યૌન શોષણ સંબંધી સામગ્રીઓને શેર કરવી. તમે અહીં વધુ જાણી શકો છો.

  • અમે પેમેન્ટ જેવી સુવિધાઓને ચાલુ કરવા અથવા સ્થાનિક કાયદા અને નિયમનોનું પાલન કરવા માટે તમારા સામાન્ય (ચોક્કસ નહિ તેવા) લોકેશન, જેમ કે દેશ અથવા શહેરનો અંદાજ કાઢવા માટે તમારા IP એડ્રેસ અને ફોન નંબર પર નિર્ભર રહીએ છીએ.

    આ ઉપરાંત, તમારી પાસે ચેટમાં અન્ય લોકો સાથે તમારું વાસ્તવિક ચોક્કસ લોકેશન શેર કરવાની ક્ષમતા હોય છે. આ સુવિધા તમારા વાસ્તવિક GPS લોકેશન પર નિર્ભર રહે છે અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે, જેથી કરીને ન તો WhatsApp ન તો Meta તેને જોઈ શકે.

  • એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી, WhatsApp અને Meta સહિત કોઈ પણ તમારા વ્યક્તિગત મેસેજને જોઈ શકતું નથી. અમે ઝડપી અને વિશ્વસનીય સેવાઓ સાથે વિશ્વભરમાં રહેલાં લોકોને સપોર્ટ કરવા માટે Meta ટેક્નોલોજી પર નિર્ભર રહીએ છીએ, જોકે, WhatsApp વ્યક્તિગત ડેટાની એક્સેસ પ્રતિબંધિત હોય છે, તેથી તેનો ઉપયોગ અન્ય Meta ઍપ દ્વારા કરી શકાતો નથી – આમાં જાહેરાતો માટે તેમ કરવાનો સમાવેશ થાય છે – સિવાય કે તે આ ત્રણ ચોક્કસ હેતુઓમાંથી એક માટે હોય: 1) અમે કેટલાં લોકોને સેવા આપી રહ્યાં છીએ તે નિર્ધારિત કરવા માટે અને અમે આ કરીએ છીએ કારણ કે અમે એક સાર્વજનિક કંપની છીએ અને અમારે આ માહિતીની જાણ કરવાની જરૂર પડે છે; 2) લોકોને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે, જે અમારા મતે મહત્ત્વનું છે; અને 3) તમને પેમેન્ટ, Meta AI અથવા એકાઉન્ટ સેન્ટર જેવી વૈકલ્પિક સુવિધાઓ પૂરી પાડવા માટે કે જે બધી Meta પ્રોડક્ટ પર કામ કરે છે. તમે અહીં વધુ જાણી શકો છો.

  • જો તમને જોઈએ તો, તમે એકાઉન્ટ સેન્ટરમાં હાજર Facebook અથવા Instagram એકાઉન્ટની સાથે તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરી શકો છો. આ એક વૈકલ્પિક સુવિધા છે કે જે બધી ઍપમાં કનેક્ટેડ અનુભવોને ચાલુ કરે છે. તમારાં એકાઉન્ટને લિંક કરીને, તમે WhatsApp પર બનાવેલા તમારા સ્ટેટસને Facebook અથવા Instagram પરની સ્ટોરીમાં સરળતાથી શેર કરી શકો છો અને તમે તે ઍપ સાથે જે શેર કરી હોય તે માહિતી વડે Meta AIને હજુ વધુ પસંદ મુજબ બનાવી શકો છો. અન્ય Meta ઍપને આ અનુભવો ચાલુ કરવા માટે તમારા વિશેની માહિતી મળશે. પરંતુ ફરીથી જણાવી દઈએ, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોવાનું જળવાઈ રહે છે અને જાહેરાતો માટે તેમનો ઉપયોગ કરવાનું પ્રતિબંધિત છે.

  • લોકો Meta AIની સાથે પ્રયોગ કરવા અને શક્યતાઓને એક્સ્પ્લોર કરવા માટે ખરેખર ઉત્સાહિત છે અને WhatsApp એ એવી સૌથી લોકપ્રિય રીતો પૈકીનું એક છે કે જેના દ્વારા લોકો વૈશ્વિક સ્તરે AI સાથે સહભાગિતા કરી રહ્યાં છે. Meta AIનો ઉપયોગ કરવાનું WhatsApp પર પૂરી રીતે વૈકલ્પિક છે. તમારે ચેટ ખોલીને અથવા AIને મેસેજ મોકલીને વાતચીત શરૂ કરવા માટે એક્શન લેવી પડે છે. જો તમે, સીધા જ અથવા તમારાં ગ્રૂપમાં, Meta AI સાથે ચેટ કરવાનું પસંદ કરો છો, તો પછી તમે અથવા અન્ય લોકો તેને જે મોકલે તે Metaને મળે છે. ફરીથી જણાવી દઈએ, તમારા વ્યક્તિગત મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે અને Meta AI દ્વારા જોવામાં આવતા નથી.

  • તમે Meta AI સાથે ક્યારેય સહભાગિતા કર્યા વિના WhatsAppનો ઉપયોગ કરી શકો છો, તેથી તેને કંઈપણ ખબર હોતી નથી. પરંતુ એકવાર તમે Meta AIને મેસેજ મોકલવાનું શરૂ કરો, તે પછી તે તમે તેને શું મોકલો છો તે જાણી લે છે, તમે કોઈ વ્યક્તિ અથવા બિઝનેસને શું મેસેજ મોકલી શકો તે જાણવાની જેમ જ. તમારે Meta AIને ફક્ત તે જ મોકલવું જોઈએ કે જેને તેના દ્વારા યાદ રાખવામાં આવવા પર તમે અનુકૂળ હો. Meta AI ફક્ત ત્યારે જ ‘ચાલુ’ હોય છે જ્યારે તમે તેને મેસેજ મોકલવાનું પસંદ કરો છો અને ફક્ત તમે અથવા ગ્રૂપના સભ્ય જ આને શરૂ કરી શકે છે, Meta કે WhatsApp તે કરી શકતા નથી. અમે જેઓ Meta AIને મેસેજ મોકલે છે તેમના માટે પ્રાઇવસીનાં ઘણાં બધાં નિયંત્રણો બનાવ્યાં છે. તમે અહીં વધુ જાણી શકો છો.

    આ ઉપરાંત, અમે જેમાં પ્રાઇવસી જળવાઈ રહે તેવી રીતે લોકો તેમના મેસેજ અને અન્ય AI ટૂલના મદદરૂપ સારાંશો ડિલિવર કરવા માટે, તે પણ WhatsApp કે Meta તેમને વાંચી ન શકે તેમ, AIની ક્ષમતાઓનો કેવી રીતે ઉપયોગ કરી શકે તેમાં નવો ચિલો પાડી રહ્યા છીએ.

  • જો તમે ફક્ત મિત્રો અને કુટુંબીજનોને મેસેજ મોકલવા માટે જ WhatsAppનો ઉપયોગ કરતા હો, તો પછી તમને કોઈ પણ જાહેરાતો દેખાશે નહિ. જો તમે 'અપડેટ' ટેબનો ઉપયોગ કરો છો, તો અમે તમને પ્રચારિત ચેનલ તેમજ તમે જેમને મેસેજ મોકલી શકો તેવા બિઝનેસ બતાવીશું કે જે સ્ટેટસમાં જાહેરાતો મૂકી રહ્યાં હોય છે. આ કિસ્સામાં, જાહેરાતો બતાવવા માટે ઉપયોગમાં લેવાતી માહિતી તમારા દેશ અથવા શહેર, ભાષા, તમે જેને ફોલો કરી રહ્યાં છો તે ચેનલ અને તમને દેખાય છે તે જાહેરાતો સાથે તમે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો તેના જેવી મર્યાદિત માહિતી પર નિર્ભર રહે છે. જો તમે Facebook અને Instagram સાથે તમારા WhatsApp એકાઉન્ટને લિંક કરવાનું પસંદ કરો છો, તો અમે ત્યાંથી આવતી માહિતીનો પણ ઉપયોગ કરીએ છીએ. જાહેરાતો સાથે જે કંઈપણ લેવા-દેવા હોય તેમાં તમારા વ્યક્તિગત મેસેજનો ઉપયોગ કરવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. તમે અહીં વધુ જાણી શકો છો.

  • નહિ, અમે સાંભળી રહ્યાં નથી. તમારા વ્યક્તિગત મેસેજ, કૉલ અને સ્ટેટસ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. ન તો WhatsApp ન તો Meta તેમને જોઈ અથવા સાંભળી શકે છે અને અમે તમને જાહેરાતો બતાવવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યાં નથી.

  • હા, તે ખાનગી વાતચીતો કરવાના લોકોના અધિકારનું રક્ષણ કરવાના અમારા મિશનનું મૂળ છે. અમે એવી સરકારોનો પ્રતિકાર કર્યો છે કે જેમણે જબરદસ્તીથી અમારી સિસ્ટમમાં ગુપ્ત અને સતત પ્રવેશ મેળવવાનો અથવા “ક્લાયન્ટની બાજુથી સ્કેનિંગ” અને “ટ્રેસેબિલિટી” જેવા અન્ય ખરાબ આઇડિયા મારફતે પ્રાઇવસીને નબળી પાડવાનો પ્રયત્ન કર્યો છે.

    આ ઉપરાંત, અમારી ટીમે અમારી સિસ્ટમ અને વાપરનારાઓ પરના હુમલાને સફળતાપૂર્વક ઓળખી કાઢ્યા અને તેનું નિવારણ કર્યું છે તથા અમે હુમલાખોરોને જવાબદાર ઠેરવવા માટે મથ્યા છીએ. WhatsApp એ લોકોનાં મોબાઇલ ડિવાઇસ પર જાસૂસી કરવાનો પ્રયાસ કરવા માટે U.S.ના કાયદા હેઠળ એક કમર્શિયલ સ્પાયવેર કંપનીને સફળતાપૂર્વક જવાબદાર ઠેરવનારી પહેલી સંસ્થા હતી. આ, ન્યાય મેળવવાનો પ્રયત્ન કરવા અને ભાવિ હુમલા, પછી ભલેને તે અમારી વિરુદ્ધ હોય કે અન્ય ટેક્નોલોજી કંપનીઓની વિરુદ્ધ, તેની સામે રક્ષણ મેળવવા પરત્વેની મહત્ત્વપૂર્ણ એક્શન હતી.

    અમે તમારી પ્રાઇવસીને ટેકો આપવાનું ચાલુ રાખીશું.

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ