તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિકતા છે. ખાનગી રીતે મેસેજ મોકલો.
અમારું ધ્યેય એક સરળ અને ખાનગી પ્રોડક્ટ બનાવીને દુનિયાને અંગતસ્તરે જોડવાનું છે. પછી ભલેને તમે તમારા મિત્રો અને કુટુંબીઓને વ્યક્તિગત મેસેજ મોકલતા હો કે બિઝનેસને ટેક્સ્ટ મેસેજ મોકલતા હો, તમારી વાતચીતો સુરક્ષિત છે અને તમારા નિયંત્રણમાં છે.
તમારી પ્રાઇવસીનું આપમેળે ધ્યાન રાખવામાં આવે છે
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ધરાવતી ચેટમાંની વાતચીત સ્પષ્ટ રીતે ગોલ્ડ મેસેજથી લેબલ કરવામાં આવે છે; આ મેસેજ અને કૉલ તમારી વચ્ચે જ રહે છે, અને તેનું કન્ટેન્ટ કોઈ વાંચી કે સાંભળી શકતું નથી, WhatsApp પણ નહિ.
મેસેજનો સંગ્રહ તમારા ડિવાઇસ પર થાય છે
તમારા મેસેજ તમારા પોતીકાં છે. એટલે જ તમારા મેસેજ તમારા ફોન પર સાચવવામાં આવે છે, અને અમે તેને જાહેરાત આપનાર સાથે શેર કરતા નથી.
તમે જ તમારી પ્રાઇવસીનું નિયંત્રણ કરો છો
WhatsApp તમારી પ્રાઇવસી અને સુરક્ષાને સમજવાનું તેમજ તમારી મરજી મુજબ તેમાં ફેરફાર કરવાનું સરળ બનાવે છે.
એક વાર જુઓ
ફોટા અને વીડિયો એવી રીતે મોકલો કે જે એક વાર જોયા પછી ગાયબ થઈ જાય.
બે વાર ખાતરી
તમે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો ત્યારે ખાતરી કરવા માટે વધારાની સુરક્ષા ઉમેરો.
છેલ્લે જોયું
તમે WhatsApp છેલ્લે ક્યારે ખોલ્યું તે કોણ જોઈ શકે તે પસંદ કરો: તમારા સંપર્કો, બધા કે કોઈ નહિ.
અમે તમને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ
WhatsApp તમને સાચા નિર્ણયો લેવામાં તમારી મદદ કરવા અને તમારી વાતચીતને સલામત અને સુરક્ષિત રાખવા માટે વિવિધ ટૂલ, સુવિધાઓ અને તેને લગતા સ્રોતો ઑફર કરે છે.
નીચેની સુવિધાઓ વિશે:
ડેટાની પારદર્શિતા
કઈ માહિતી ખાનગી રહેશે અને કઈ માહિતી અમે એકત્ર કરીને અમારી પેરેન્ટ કંપની Meta સાથે શેર કરીએ છીએ તે અંગે અમે સ્પષ્ટ રહેવા માંગીએ છીએ. અમે શેર કરેલી માહિતી વાપરનારાઓને સારો અનુભવ આપવા અને સુરક્ષાને બહેતર બનાવવામાં અમારી મદદ કરે છે. એકદમ અદ્યતન અને સચોટ માહિતી માટે, અમારી પ્રાઇવસી પોલિસી જુઓ.