
પછી ભલેને ઘરે પૈસા મોકલવા હોય, તમારા કાકીના જન્મદિવસની ભેટના પૈસાનો હિસ્સો આપવાનો હોય, કે મિત્રને ભોજન માટે પૈસા ચૂકવવાના હોય, આ બધું જ કોઈ ફી વગર WhatsApp પર કરો.
પૈસા મોકલવી વખતે હંમેશા તમારો UPI પિન વાપરો. WhatsApp તમારા કાર્ડ કે UPI પિનની માહિતી સ્ટોર કરતું નથી.
UPI આધારિત ઍપનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ સાથે પૈસાની લેવડદેવડ કરવા માટે, બસ એક વાર WhatsApp પર તમારું બેંક એકાઉન્ટ ઉમેરો.
ચેટમાં તમારા ટ્રાન્સફરના સ્ટેટસની ખાતરી કરો અને પેમેન્ટના સેટિંગમાં અગાઉના ટ્રાન્ઝેક્શન જુઓ.
પૈસા સીધા બેંક એકાઉન્ટો વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. WhatsApp પરની પેમેન્ટ સુવિધાનું BHIM UPI દ્વારા સંચાલન થાય છે અને ભારતમાંના પેમેન્ટ ભાગીદારો દ્વારા તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે.