તમારા મિત્રો સાથેના મીટ અપને સરળતાથી કોઓર્ડિનેટ કરવાથી લઈને ગ્રૂપ ચેટમાં શેર કરવા માટે ફોટા બનાવવા સુધી, Meta AI, કોઈ પણ બાબતમાં મદદ મેળવવાનું સરળ બનાવે છે, આ બધું જ WhatsAppની સલામતી અને પ્રાઇવસીની સાથે કરી શકાય છે.
સુવિધાઓ બધા વાપરનારાઓ માટે ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે. ઉપલબ્ધતા વિશે અહીં વધુ જાણો.
Meta AIથી મદદ મેળવો, પછી ભલેને તમે ટેક્સ્ટ પસંદ કરો કે વોઇસ—ગણિતનો પ્રશ્ન ઉકેલવાથી લઈને ફોટામાં ફેરફાર કરવા સુધી અથવા ગ્રૂપ ચેટમાં દરેક વ્યક્તિ જે અંગે સંમત થઈ શકે તેવી રેસ્ટોરન્ટ શોધવા સુધી.
તમારા ફોટામાં ફેરફાર કરવા માટે Meta AIનો ઉપયોગ કરીને તમારા વિચારોને જીવંત બનાવો અથવા તમારા ગ્રૂપ ફોટો તરીકે ઉપયોગમાં લેવા, તમારા વીડિયો કૉલ માટે બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરવા અથવા ચેટમાં મોકલવા માટે AI દ્વારા જનરેટ કરવામાં આવતા નવા ફોટા બનાવો.
જ્યારે વાંચ્યા વગરના મેસેજનો ઢગલો થવા લાગે, ત્યારે Meta AI તેમનો ઝડપથી સારાંશ કાઢવામાં મદદ કરી શકે છે, જેથી તમે ઝડપથી પાછા વાતચીતમાં જોડાઈ શકો. પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજી Meta અથવા WhatsApp દ્વારા તમારા મેસેજ વાંચવામાં સમર્થ થવામાં આવ્યા વિના તેના પર પ્રક્રિયા કરવામાં Meta AIને સક્ષમ બનાવે છે.
WhatsApp મારફતે ઉપલબ્ધ AI અનુભવોનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો તેનું નિયંત્રણ તમારા હાથમાં હોય છે. હંમેશની જેમ, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. તમારા વ્યક્તિગત મેસેજનો ઉપયોગ કરતી સુવિધાઓ માટે, પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજી Meta અથવા WhatsApp દ્વારા તમારા મેસેજ વાંચવામાં સમર્થ થવામાં આવ્યા વિના જવાબ જનરેટ કરવામાં Meta AIને સક્ષમ બનાવે છે.
Meta AI મદદ કરવા માટે તૈયાર છે અને તેનો ઉપયોગ કરવાની ઘણી બધી રીતો રહેલી છે—પછી ભલેને તમે સીધા ચેટમાં જ પૂછો કે પછી WhatsAppની અંદર અન્ય AI અનુભવોને એક્સ્પ્લોર કરો.
શીખવા, બનાવવા અને એક્સ્પ્લોર કરવા માટે Meta AI સાથે ચેટ કરો. તમારા આગામી વેકેશન ડેસ્ટિનેશન અંગે સંશોધન કરવાથી લઈને બસ યોગ્ય શબ્દો સાથે મેસેજ લખવા સુધી, AI મદદ કરી શકે છે.
તમે જે કંઈપણની કલ્પના કરી શકો તે બનાવવા માટે Meta AIનો ઉપયોગ કરો, સેલ્ફી અપલોડ કરો અને કોઈ પણ પરિદૃશ્યમાં સ્વયંની કલ્પના કરો અને પરિણામોને તમારી ગ્રૂપ ચેટ સાથે શેર કરો.
તમારા ફોટાને તમને જેમ જોઈએ બસ તેવો જ દેખાતો કરો. Meta AIને એક નવું બેકગ્રાઉન્ડ ઉમેરવા, કોઈ ઓબ્જેક્ટ દૂર કરવા, તેનું દૃષ્ટાંત બનાવવા અને બીજું ઘણું કરવા માટે કહો.
તમે કોઈ એવા છોડનો ફોટો લીધો હોય જેને તમે ઓળખતા નથી કે પછી તમને ગણિતની કોઈ વિભાવનાને સમજવામાં મદદની જરૂર હોય, તમારા ફોટામાં શું છે તે વિશે જાણવા માટે Meta AIનો ઉપયોગ કરો.