એવી જગ્યા કે જ્યાં વાતચીતો અભિવ્યક્તિપૂર્ણ, મજાની અને સંપૂર્ણપણે તમારા સહજ સ્વભાવની હોઈ શકે છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ધરાવતા કોઈ પણ ડિવાઇસ પર મેસેજિંગ, જેથી તમારા વ્યક્તિગત મેસેજ સુરક્ષિત હોય.
તમે ધીમા કનેક્શનમાં હો તો પણ રોજબરોજની ક્ષણોને કેપ્ચર કરો અને તેમાં ફેરફાર કરો તથા તેમને સ્ટાન્ડર્ડ અથવા હાઇ-ક્વોલિટી ડેફિનિશન તરીકે મોકલો.
ચેટમાં એક મિનિટ સુધીના વીડિયો મેસેજને તરત જ રેકોર્ડ કરીને અને શેર કરીને ક્ષણની અનુભૂતિને કેપ્ચર કરો.
શોધવા યોગ્ય અને કસ્ટમાઇઝ કરવા યોગ્ય સ્ટિકર, અવતાર અને GIF વડે ક્રિએટિવ બનો.
મેસેજ પર પ્રતિક્રિયા આપવા અને તમારા વિચારોને સહેલાઈથી અને તરત જ શેર કરવા માટે કોઈ પણ ઇમોજીનો ઉપયોગ કરો.
તમે વ્યક્તિગત અને ગ્રૂપ ચેટમાં સ્ટિકરને એક્સેસ કરી શકો છો. સ્ટિકરને જોવાં અને તેનો ઉપયોગ કરવાં માટે, ચેટ ખોલો, તે પછી 'સ્ટિકર'ના આઇકન પર દબાવો. તમે જેવું સ્ટિકર પર દબાવશો કે તરત જ તે મોકલવામાં આવશે. WhatsApp સ્ટિકર સ્ટોરમાંથી સૂચવેલા સ્ટિકર પેક કોઈ પણ ડાઉનલોડ કરેલા પેકની નીચે બતાવવામાં આવે છે. તમે આમાંથી કોઈ પણ સ્ટિકરને મોકલવા માટે તેના પર દબાવી શકો છો અથવા આખા પેકને જોવા માટે 'સ્ટિકર પેક ઉમેરો' પર દબાવો.
તમે વ્યક્તિગત અને ગ્રૂપ ચેટમાં ઇમોજી વડે મેસેજ પર પ્રતિક્રિયા આપી શકો છો. તમે મેસેજની નીચે રહેલા ઇમોજી પર દબાવીને મેસેજ પરની બધી પ્રતિક્રિયાઓને જોઈ શકો છો. મેસેજ પર પ્રતિક્રિયા આપવા માટે, તમે મેસેજને દબાવી રાખો છો અને તે પછી પ્રતિક્રિયા આપવા માટે ઇમોજી પર દબાવો છો અથવા આના પર દબાવો છો: તમારા કીબોર્ડ પરથી ઇમોજીને પસંદ કરવા માટે ઉમેરો (વર્તુળની અંદર વત્તા (પ્લસ)નું ચિહ્ન).
તમારા ફોન પર મોકલવામાં આવેલા ઓડિયો, વીડિયો અને ફોટાને WhatsApp આપમેળે સેવ કરે છે. ડિફોલ્ટ રીતે મીડિયાની દૃશ્યતાનો વિકલ્પ ચાલુ હોય છે. તમારા ડિવાઇસના સ્થાનિક સ્ટોરેજમાં મીડિયાને આપમેળે સેવ કરવાથી WhatsAppને રોકવા માટે, તમે વધુ વિકલ્પો (ત્રણ ઊભા ડોટ) > સેટિંગ > ચેટ પર દબાવી શકો છો.