ડિજિટલ સર્વિસ એક્ટ - યુરોપિયન યુનિયનમાં WhatsApp ચેનલના માસિક ધોરણે એક્ટિવ એવા મેસેજ મેળવનારાઓની સરેરાશ સંખ્યા અંગેની માહિતી
13 સપ્ટેમ્બર, 2023ના રોજથી યુરોપિયન યુનિયનમાં WhatsApp Ireland Limitedની સેવા તરીકે WhatsApp ચેનલ રજૂ કરવામાં આવી હતી. ડિજિટલ સર્વિસ એક્ટ (EU)ના અનુચ્છેદ 24(2)ના અનુસંધાનમાં, લોન્ચથી લઈને 31 ડિસેમ્બર, 2023 સુધીની અવધિ માટે, EUમાં WhatsApp ચેનલના માસિક ધોરણે એક્ટિવ એવા મેસેજ મેળવનારાઓની સરેરાશ સંખ્યા આશરે 31 મિલિયન હતી. અમે તે સેવા પરના માસિક ધોરણે એક્ટિવ એવા વાપરનારાઓની સરેરાશ સંખ્યાનો સંદર્ભ લઈને EUમાં WhatsApp ચેનલના માસિક ધોરણે એક્ટિવ એવા મેસેજ મેળવનારાઓની સરેરાશ સંખ્યાનો અંદાજ લગાવ્યો છે. WhatsApp ચેનલ માટે, અમે માસિક ધોરણે એક્ટિવ વાપરનારને WhatsApp મોબાઇલ ઍપના એક્ટિવ વાપરનાર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ કે જેમણે માપનની તારીખના રોજ સુધીમાં છેલ્લા 30 દિવસમાં ચેનલ ખોલેલી.
EUમાં WhatsApp ચેનલના ઉપયોગ અંગેની આ માહિતી ડિજિટલ સર્વિસ એક્ટની આવશ્યકતાઓને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે.