કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

છેલ્લે ફેરફાર કરાયેલું: 04 જાન્યુઆરી, 2021 (આર્કાઇવ કરેલા વર્ઝન)

WhatsAppની સેવાની શરતો

જો તમે યુરોપિયન ક્ષેત્રમાં રહો છો, તો WhatsApp Ireland Limited તમને સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ સેવાઓ પ્રદાન કરે છે.

અમારી ઍપ્લિકેશનો, સેવાઓ, સુવિધાઓ, સોફ્ટવેર અથવા વેબસાઇટના માધ્યમથી અમારી સેવાઓ (નીચે વ્યાખ્યાયિત કર્યા અનુસાર) પ્રદાન કરવા માટે, અમને અમારી સેવાની શરતો ("શરતો") સાથે તમારી સંમતિ મેળવવાની જરૂર રહે છે.

WhatsApp LLC ("WhatsApp," "અમારું," "અમે," અથવા "અમને") તમને નીચે વર્ણવેલી સેવાઓ (“સેવાઓ”) પ્રદાન કરે છે, સિવાય કે તમે કોઈ દેશ અથવા પ્રદેશમાં યૂરોપિયન આર્થિક ક્ષેત્રમાં રહેતા હો (જેમાં યુરોપિયન યુનિયન સામેલ છે) અને કોઈ અન્ય સામેલ દેશ અથવા પ્રદેશ (સામૂહિક રીતે "યુરોપિયન ક્ષેત્ર" તરીકે ઓળખાય છે).

અમારી સેવાઓનો પરિચય

  • પ્રાઇવસી અને સુરક્ષાના સિદ્ધાંતો. WhatsAppના પ્રારંભથી જ, અમે દ્રઢ પ્રાઇવસી અને સુરક્ષાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અમારી સેવાઓ બનાવી છે.
  • તમને અન્ય લોકો સાથે કનેક્ટ કરવા. અમે તમને મેસેજ, વોઇસ અને વીડિયો કૉલ, ફોટા અને વીડિયો મોકલવા, તમારું સ્ટેટસ બતાવવું અને તમે પસંદ કરો ત્યારે અન્ય લોકો સાથે તમારું લોકેશન શેર કરવા જેવી સુવિધા સહિત અન્ય WhatsApp વપરાશકર્તાઓ સાથે વાતચીત કરવાની રીતો પ્રદાન કરીએ છીએ અને તેને હંમેશાં બહેતર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે એક અનુકૂળ પ્લેટફોર્મ પ્રદાન કરી શકીએ જે તમને અમારા પ્લેટફોર્મ પર બીજા વપરાશકર્તાઓ પાસેથી નાણાં મેળવવા અને તેમને મોકલવા માટે સક્ષમ બનાવે છે. WhatsApp ભાગીદારો, સેવા પ્રદાતાઓ અને સંબંધિત કંપનીઓ સાથે કામ કરે છે જેથી તમને તેઓની સેવાઓ સાથે કનેક્ટ કરવાની રીતો પ્રદાન કરવામાં અમને મદદ મળી રહે.
  • અમારી સેવાઓને બહેતર બનાવવાની રીતો. અમારી સેવાઓને બહેતર બનાવવા માટે WhatsApp નો ઉપયોગ કરતા બિઝનેસને તેમની સેવાઓ અને મેસેજની અસરકારકતા અને વિતરણનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા સહિતની સેવાઓને બહેતર બનાવવા માટે, અમે વિશ્લેષણ કરીએ છીએ કે તમે WhatsAppનો ઉપયોગ કેવી રીતે કરો છો. WhatsApp તેની પાસેની માહિતીનો ઉપયોગ કરે છે અને આ કરવા માટે ભાગીદારો, સેવા પૂરી પાડનારા અને સંબંધિત કંપનીઓ સાથે પણ કામ કરે છે.
  • બિઝનેસ સાથે વાતચીત કરવી. અમે તમને અને બિઝનેસને તથા અન્ય સંસ્થાઓને ઓર્ડર, વ્યવહાર અને અપોઇન્ટમેન્ટની માહિતી, ડિલિવરી અને શિપિંગના નોટિફિકેશન, પ્રોડક્ટ અને સેવાની અપડેટ અને માર્કેટિંગ જેવી અમારી સેવાઓનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાતચીત કરવાની રીતો પ્રદાન કરીએ છીએ અને હંમેશાં તેને બહેતર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
  • સલામતી, સુરક્ષા અને અખંડિતતા. અમે અમારી સેવાઓની સલામતી, સુરક્ષા અને અખંડિતતાનું રક્ષણ કરવા માટે કાર્ય કરીએ છીએ. આમાં દુરૂપયોગ કરતા લોકો અને અમારી શરતોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓ સાથેનો યોગ્ય વ્યવહાર સામેલ છે. અમે અન્ય પ્રત્યેના હાનિકારક વર્તન, અમારી શરતો અને પોલિસીના ઉલ્લંઘન સહિતની અમારી સેવાઓનો દુરૂપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનું કામ કરીએ છીએ અને એવા સંજોગોને ચર્ચા હેઠળ લાવવા જ્યાં અમે અમારા સમુદાયને સપોર્ટ આપવા અથવા સુરક્ષિત કરવામાં મદદ કરી શકીઈ છીએ. જો અમને આવું કરનારા લોકોની અથવા આવી પ્રવૃત્તિની જાણ થશે, તો અમે એવા લોકો અથવા આવી પ્રવૃત્તિને દૂર કરીને અથવા કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરવા સહિતના યોગ્ય પગલાં લઈશું. આ પ્રકારે દૂર કરવાનું નીચે જણાવેલા “સમાપ્તિ” વિભાગ અનુસાર હશે.
  • અમારી સેવાઓ માટે પ્રવેશને સક્ષમ કરવું. અમારી વૈશ્વિક સેવાઓ કાર્યરત રાખવા માટે, અમારે તમારા નિવાસી દેશની બહારના દેશ સહિત વિશ્વભરના ડેટા સેન્ટર અને સિસ્ટમમાં કન્ટેન્ટ અને માહિતીને સંગ્રહ કરવાની અને વિતરિત કરવાની આવશ્યકતા હોય છે. અમારી સેવાઓ પૂરી પાડવા માટે આ વૈશ્વિક માળખાકીય સુવિધાનો વપરાશ જરૂરી અને અનિવાર્ય છે. આ માળખું સંબંધિત કંપનીઓ સહિત અમારા સેવા પ્રદાતાઓની માલિકીનું કે તેમના દ્વારા સંચાલિત હોઈ શકે છે.
  • સંબંધિત કંપનીઓ. અમે Facebook કંપનીનો ભાગ છીએ. Facebook કંપનીના ભાગ રૂપે, WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં દર્શાવ્યા મુજબની Facebook કંપની પાસેથી, એકીકરણ પૂરું પાડવા સહિત તમને તમારા WhatsApp અનુભવને અન્ય Facebook કંપનીની પ્રોડક્ટ સાથે કનેક્ટ કરવામાં સક્ષમ કરે છે; Facebook કંપનીની પ્રોડક્ટમાં સલામતી, સુરક્ષા અને અખંડિતતાની ખાતરી કરવા માટે અને Facebook કંપનીની પ્રોડક્ટમાં તમારી જાહેરાતો અને પ્રોડક્ટના અનુભવને બહેતર બનાવવા માટે માહિતી મેળવી શકે છે તથા તેમની સાથે શેર કરી શકે છે. Facebook કંપની અને તેની શરતો અને પોલિસી વિશે અહીં વધુ જાણો.

પાછા ઉપર જાઓ

NO ACCESS TO EMERGENCY SERVICES: અમારી સેવાઓ અને તમારા મોબાઈલ ફોન અને ફિક્સ્ડ-લાઇન ટેલિફોન અને SMS સેવાઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે. અમારી સેવાઓ પોલીસ, ફાયર વિભાગ કે હોસ્પિટલ સહિતની ઇમર્જન્સી સેવાઓ અથવા ઇમર્જન્સી સેવા પ્રદાતાઓને કનેક્ટ થવાની સગવડ આપતી નથી અથવા અન્યથા જાહેર સુરક્ષા સંબંધિત પ્રશ્નોના જવાબો આપતા મથકો સાથે કનેક્ટ કરતી નથી. તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તમારા જે તે ઇમર્જન્સી સેવાઓના પ્રદાતાઓનો મોબાઇલ ફોન, ફિક્સ્ડ-લાઇન ટેલિફોન અથવા અન્ય સેવાઓ મારફતે સંપર્ક કરી શકો છો.

જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થિત WhatsApp વપરાશકર્તા છો, તો અમારી શરતોમાં બંધનકારક લવાદની જોગવાઈ છે, જે જણાવે છે કે, WhatsApp અને તમે બધા વિવાદોનું (નીચે વ્યાખ્યાયિત કરેલ) વ્યક્તિગત બંધનકારક લવાદ દ્વારા સમાધાન કરવા માટે સંમત છો સિવાય કે ચોક્કસ પ્રકારના વિવાદોને બાદ કરતા તમે છોડવાનું પસંદ કર્યુ હોય, જેનો અર્થ થાય છે કે તમે ન્યાયાધીશ અથવા પંચ દ્વારા નક્કી કરાયેલા વિવાદો અને તમે કાનૂની કાર્યવાહી, કાનૂની લવાદ અથવા કાનૂની કાર્યવાહીમાં પ્રતિનિધિત્વ જેવી ક્રિયાઓમાં ભાગ લેવા માટેનો અધિકાર જતો કરો છો. વધુ જાણવા માટે, કૃપા કરીને નીચે આપેલો "યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના વપરાશકર્તાઓ માટેની વિશેષ લવાદની જોગવાઈ" વિભાગ વાંચો.

નોંધણી. તમારે સચોટ માહિતીનો ઉપયોગ કરીને અમારી સેવાઓ માટે નોંધણી કરાવવી આવશ્યક છે, તમારો વર્તમાન મોબાઇલ ફોન નંબર આપો અને જો તમે તેને બદલો છો, તો અમારી ઍપમાંની નંબર બદલો સુવિધાનો ઉપયોગ કરીને તમારો મોબાઇલ ફોન નંબર અપડેટ કરો. તમે અમારી સેવાઓમાં નોંધણી કરવા માટે કોડ સાથે ટેક્સ્ટ મેસેજ અને ફોન કૉલ (અમારા અથવા અમારા તૃતીય-પક્ષ પ્રદાતાઓ તરફથી) પ્રાપ્ત કરવા માટે સંમત થાઓ છો.

સરનામાની બુક. જો લાગુ થતા કાયદાની પરવાનગી હોય, તો તમે સંપર્ક અપલોડ કરો સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને અમારી સેવાઓનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ અને તમારા અન્ય સંપર્કોના ફોન નંબર સહિત નિયમિતપણે તમારા મોબાઇલની સરનામા બુકમાંના સંપર્કો અમને પ્રદાન કરી શકો છો. સંપર્કો અપલોડ કરવાની અમારી સુવિધા વિશે અહીં વધુ જાણો.

ઉંમર. અમારી સેવાઓમાં નોંધણી અને ઉપયોગ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જોઈએ (અથવા તમારા દેશ કે પ્રદેશની જરૂરી ન્યૂનતમ ઉંમર જે તમને માતાપિતાની મંજૂરી વિના અમારી સેવાઓ માટે નોંધણી કે ઉપયોગ કરવાની પરવાનગી આપતી હોય તે હોવી આવશ્યક છે). લાગુ કાયદા હેઠળ અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી આવશ્યક ઉંમર હોવા ઉપરાંત, જો તમારી ઉંમર તમારા દેશ અથવા પ્રદેશમાં અમારી શરતો સાથે સંમત થઈ શકવા અધિકૃત નથી, તો તમારા માતાપિતા અથવા વાલીએ તમારી વતી અમારી શરતોથી સંમત થવું આવશ્યક છે. કૃપા કરીને તમારા માતાપિતા અથવા વાલીને તમારી સાથે આ શરતો વાંચવા માટે કહો.

ડિવાઇસ અને સોફ્ટવેર. અમારી સેવાઓને વાપરવા માટે તમારે અમુક ડિવાઇસ, સોફ્ટવેર અને ડેટા કનેક્શન પ્રદાન કરવું આવશ્યક હશે, જેને અમે અન્યથા પૂરી પાડતા નથી. અમારી સેવાઓ વાપરવા માટે, તમે જાતે અથવા આપમેળે અમારી સેવાઓ પર અપડેટ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની સંમતિ આપો છો. તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે જરૂર જણાય તે રીતે, અમે તમને સમય-સમય પર અમારી સેવાઓ મારફતે નોટિફિકેશન મોકલીએ તે માટે પણ તમે સંમત થાઓ છો.

ફી અને ટેક્સ. તમે અમારી સેવાઓના વપરાશ સાથે સંકળાયેલા બધા મોબાઇલ ઓપરેટર ડેટા પ્લાન, ઇન્ટરનેટ ફી અને અન્ય ફી અને ટેક્સ માટે જવાબદાર છો.

પાછા ઉપર જાઓ

પ્રાઇવસી પોલિસી અને વપરાશકર્તા ડેટા

WhatsApp તમારી પ્રાઇવસીની ચિંતા કરે છે. WhatsAppની પ્રાઇવસી પોલિસી અમે તમારી પાસેથી પ્રાપ્ત અને એકત્રિત કરીએ છીએ તે માહિતીના પ્રકારો, આ માહિતીનો ઉપયોગ અને તેને શેર કરવાની અમારી રીત અને તમારા વિશેની માહિતી પર પ્રક્રિયા કરવા સંબંધિત તમારા અધિકારો સહિત ડેટા સંચાલિત કરવાની અમારી રીત (મેસેજ સહિત)નું વર્ણન કરે છે.

પાછા ઉપર જાઓ

અમારી સેવાઓનો સ્વીકાર્ય ઉપયોગ

અમારી શરતો અને પોલિસી. તમારે અમારી શરતો અને પોસ્ટ કરેલ પોલિસી અનુસાર અમારી સેવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે. જો તમે અમારી શરતો અથવા પોલિસીનું ઉલ્લંઘન કરો છો, તો તમારા એકાઉન્ટને બંધ કરવા અથવા સસ્પેન્ડ કરવા સહિતના તમારા એકાઉન્ટના સંબંધમાં અમે પગલાં લઈ શકીએ છીએ અને જો અમે આવું કરીએ છીએ, તો તમે અમારી પરવાનગી વિના બીજું એકાઉન્ટ ન બનાવવા માટે સંમત થાઓ છો. તમારા એકાઉન્ટને બંધ કરવું અથવા સસ્પેન્ડ કરવું એ નીચે આપેલા “સમાપ્તિ” વિભાગ અનુસાર હશે.

કાનૂની અને સ્વીકાર્ય ઉપયોગ. તમારે અમારી સેવાઓમાં માત્ર કાનૂની, અધિકૃત અને સ્વીકાર્ય હેતુઓ માટે પ્રવેશ અને ઉપયોગ કરવો આવશ્યક છે. તમે અમારી સેવાઓનો (અથવા અન્ય લોકોને સહાય કરવા માટે) ઉપયોગ એ રીતે નહિ કરી શકો કે જેથી: (a) પ્રાઇવસી, જાહેરાત, બૌદ્ધિક સંપદા કે માલિકીના અન્ય અધિકારો સહિત WhatsApp, અમારા વપરાશકર્તાઓ અથવા અન્યના અધિકારોનું ઉલ્લંઘન કે અયોગ્ય ઉપયોગ થતો હોય; (b) ગેરકાયદેસર, અશ્લીલ, બદનામી, ડરાવવું, ધાકધમકી આપવી, દ્વેષપૂર્ણ, વંશીય અથવા નૃવંશિક રીતે અપમાનજનક થતું હોય અથવા ગેરકાયદેસર અથવા અન્યથા અયોગ્ય ગણાતા વર્તનને ઉશ્કેરતું અથવા પ્રોત્સાહન આપતું હોય, જેમ કે હિંસક ગુનાઓને પ્રોત્સાહન આપવું, બાળકો અથવા અન્યને જોખમમાં મૂકવું અથવા શોષણ કરવું અથવા નુકસાન પહોંચાડવું; (c) જૂઠ્ઠાણા, ખોટી રજૂઆત અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો પ્રકાશિત કરતું હોય; (d) કોઈનો ઢોંગ કરતું હોય; (e) જથ્થાબંધ મેસેજ, ઓટો;-મેસેજિંગ, ઓટો-ડાયલિંગ અને આવા જેવા ગેરકાયદેસર અથવા અવ્યવહારુ સંદેશાવ્યવહાર મોકલવાનો સમાવેશ કરતું હોય અથવા (f) જ્યાં સુધી અન્યથા અમારી દ્વારા અધિકૃત કરવામાં ન આવે, ત્યાં સુધી અમારી સેવાઓને કોઇપણ બિન-વ્યક્તિગત વપરાશમાં સામેલ કરતું હોય.

WhatsApp અથવા અમારા વપરાશકર્તાઓને નુકસાન. તમે પ્રત્યક્ષ, પરોક્ષ, આપમેળે કે અન્ય રીતે પરવાનગી ન હોય કે અનધિકૃત પ્રકારે અમારી સેવાઓમાં પ્રવેશ મેળવશો નહિ, તેનો ઉપયોગ, તેને કોપિ, તેમાં ફેરફાર, તેના આધારે સંકલિત કાર્યો તૈયાર, તેને વિતરિત, તેનું લાઇસન્સ કે પેટા લાઇસન્સ આપશો નહિ, તેને ટ્રાન્સફર, બતાવી, પ્રદર્શિત કે અન્યથા તેનો ગેરલાભ ઉઠાવશો નહિ (કે અન્ય લોકોને આવું કરવામાં સહાય કરશો નહિ) અથવા એવી રીતે ઉપયોગ નહિ કરો કે જેનાથી અમને, અમારી સેવાઓ, સિસ્ટમ, અમારા વપરાશકર્તાઓ પર ભારણ વધે, નુકસાન પહોંચે કે હાનિ થાય, જેમાં તમે પ્રત્યક્ષ રીતે કે આપમેળે આટલું પણ કરશો નહિ: (a) ઉલટ પ્રક્રિયા, ફેરબદલી, ફેરફાર કરવા, તેમાંથી સંકલન કાર્ય બનાવવું, સોર્સ કોડ તોડવો અથવા અમારી સેવાઓમાંથી કોડ મેળવવા; (b) અમારી સેવાઓ મારફતે કે તેના પર વાયરસ કે અન્ય હાનિકારક કમ્પ્યુટર કોડ મોકલવા, સ્ટોર કરવા અથવા પ્રસારિત કરવા; (c) અમારી સેવાઓ કે સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવો કે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવો; (d) અમારી સેવાઓની સલાતમી, સુરક્ષા, પ્રાઇવસી, અખંડિતતા, ઉપલબ્ધતા કે તેના કાર્યપ્રદર્શનમાં હસ્તક્ષેપ કરવો કે તેમાં વિક્ષેપ પાડવો; (e) અનધિકૃત અથવા આપમેળે સાધનોનો ઉપયોગ કરીને અમારી સેવાઓ માટે એકાઉન્ટ બનાવવા; (f) પરવાનગી વિના અથવા અનધિકૃત રીતે અમારા વપરાશકર્તાઓની કે તેમના વિશેની માહિતી એકત્રિત કરવી; (g) અમારી પાસેથી કે અમારી સેવાઓથી અનધિકૃત રીતે મેળવેલા ડેટાને વેચવો, ફરીથી વેચવો, ભાડે આપવો કે તેની માટે શુલ્ક વસૂલવો; (h) એવા નેટવર્ક પરથી અમારી સેવાઓનું વિતરણ કરવું કે ઉપલબ્ધ બનાવવી જ્યાં એક જ સમયે એક કરતા વધુ ડિવાઇસ તેનો ઉપયોગ કરી શકે, સિવાય કે એવા ટૂલ મારફતે કે જેમને અમે અમારી સેવાઓ મારફતે સ્પષ્ટ રીતે પ્રદાન કર્યા હોય; (i) એવા સોફ્ટવેર કે APIs બનાવવા કે જે અમારી સેવાઓની જેમ જ કાર્ય કરે અને અનધિકૃત રીતે તેમને તૃતીય પક્ષ દ્વારા ઉપયોગ કરવા માટે પ્રદાન કરવા અથવા (j) કોઈપણ રિપોર્ટિંગ ચેનલનો દુરૂપયોગ કરવો જેમ કે કપટપૂર્ણ કે આધારહીન રિપોર્ટ કે અરજીઓ જમા કરાવવી.

તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવું. તમે તમારા ડિવાઇસ અને તમારા WhatsApp એકાઉન્ટને સલામત અને સુરક્ષિત રાખવા માટે જવાબદાર છો અને તમારે તમારા એકાઉન્ટ અથવા અમારી સેવાઓનો કોઈપણ અનઅધિકૃત ઉપયોગ અથવા સુરક્ષા ભંગ અંગે અમને તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે.

પાછા ઉપર જાઓ

તૃતીય-પક્ષની સેવાઓ

અમારી સેવાઓ તમને તૃતીય-પક્ષની વેબસાઇટ, ઍપ્લિકેશનો, કન્ટેન્ટ, અન્ય પ્રોડક્ટ અને સેવાઓ તથા Facebook કંપનીની પ્રોડક્ટ સુધી પહોંચવાની, તેનો ઉપયોગ કરવાની કે તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની મંજૂરી આપી શકે. દાખલા તરીકે, તમે તૃતીય-પક્ષની ડેટા બેકઅપ નકલ માટેની સેવાઓ (જેમ કે iCloud અથવા Google ડ્રાઇવ)નો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો કે જે અમારી સેવાઓ સાથે એકીકૃત છે અથવા તૃતીય-પક્ષની વેબસાઇટ પર શેર બટન સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે જે તમને તમારા WhatsApp સંપર્કોને માહિતી મોકલવાની મંજૂરી આપે છે. કૃપા કરીને નોંધો કે આ શરતો અને પ્રાઇવસી પોલિસી માત્ર અમારી સેવાઓના ઉપયોગ માટે લાગુ પડે છે. જ્યારે તમે તૃતીય-પક્ષની પ્રોડક્ટ અથવા સેવાઓ અથવા Facebook કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે તેમની શરતો અને પ્રાઇવસી પોલિસી તે પ્રોડક્ટ અથવા સેવાઓના તમારા ઉપયોગને નિયંત્રિત કરશે.

પાછા ઉપર જાઓ

લાઇસન્સ

તમારા અધિકારો. તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે અથવા અમારી સેવાઓ દ્વારા જમા કરો છો તે માહિતીની માલિકીનો દાવો WhatsApp કરતું નથી. તમને એવી માહિતીના આવશ્યક અધિકાર હોવા જોઈએ જે તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે અથવા અમારી સેવાઓ મારફતે જમા કરો છો અને અમારી શરતોમાં અધિકાર અને લાઇસન્સ આપવાનો અધિકાર છે.

WhatsAppના અધિકારો. અમે અમારી સેવાઓ સાથે સંકળાયેલા તમામ કોપિરાઇટ, ટ્રેડમાર્ક, ડોમેન, લોગો, પ્રોડક્ટનો દેખાવ, વેપારના રહસ્યો, પેટન્ટ અને અન્ય બૌદ્ધિક સંપદાના અધિકારોની માલિકી ધરાવીએ છીએ. તમે અમારા કોપિરાઇટ, ટ્રેડમાર્ક (અથવા અન્ય સમાન માર્ક), ડોમેન, લોગો, પ્રોડક્ટનો દેખાવ, વેપારના રહસ્યો, પેટન્ટ અને અન્ય બૌદ્ધિક સંપદાના અધિકારોનો ઉપયોગ ન કરી શકો, સિવાય કે તમારી પાસે અમારી સ્પષ્ટ પરવાનગી હોય અને સિવાય કે અમારી બ્રાન્ડ માર્ગદર્શિકા અનુસાર હોય. તમે અમારી સંબંધિત કંપનીઓના ટ્રેડમાર્કનો ઉપયોગ કોઈપણ પ્રકાશિત બ્રાન્ડ માર્ગદર્શિકામાં અધિકૃત હોવા સહિત ફક્ત તેમની પરવાનગી સાથે કરી શકો છો.

WhatsApp માટે તમારું લાઇસન્સ. અમારી સેવાઓને કાર્યરત રાખવા અને પૂરી પાડવા માટે, WhatsAppને તમે અમારી સેવાઓ પર કે તેની મારફતે અપલોડ, જમા, સ્ટોર, મોકલો કે પ્રાપ્ત કરો છો તેવી માહિતી (કન્ટેન્ટ સહિત) નો ઉપયોગ, ફરીથી બતાવવા માટે, વિતરિત કરવા, તેના સંકલિત કાર્યો બનાવવા, ડિસ્પ્લે કરવા અને તેને પ્રદર્શિત કરવા માટે વૈશ્વિક, બિન-વિશિષ્ટ, રોયલ્ટી-મુક્ત, પેટા લાઇસન્સ યોગ્ય અને ટ્રાન્સફરને પાત્ર લાઇસન્સ આપો છો. આ લાઇસન્સમાં તમને આપવામાં આવેલા અધિકારો અમારી સેવાઓનું સંચાલન અને પ્રદાન કરવાના મર્યાદિત હેતુ માટે છે (જેમ કે અમને તમારું પ્રોફાઇલ પિક્ચર અને સ્ટેટસ મેસેજ પ્રદર્શિત કરવા, તમારા મેસેજ પ્રસારિત કરવા અને અમારા સર્વર પર તમારા ન પહોંચી શકેલા મેસેજને 30 દિવસ સુધી સ્ટોર કરવા કેમ કે અમે તેમને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ).

તમારી માટે WhatsAppનું લાઇસન્સ. અમે તમને અમારી સેવાઓને આધીન અને અમારી શરતો અનુસાર અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એક માર્યાદિત, રદ કરવાપાત્ર, બિન-વિશિષ્ટ, પેટા લાઇસન્સ અને ટ્રાન્સફર ન કરી શકાય તેવું લાઇસન્સ આપીએ છીએ. આ લાઇસન્સ તમને અમારી શરતો થકી મંજૂર કરેલી રીતે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે સક્ષમ કરવાના એકમાત્ર હેતુ માટે છે. તમને કોઈપણ લાઇસન્સ કે અધિકારો સંડોવણી દ્વારા કે અન્યથા આપવામાં આવતા નથી, સિવાય કે સ્પષ્ટ રીતે તમને લાઇસન્સ અને અધિકારો આપવામાં આવ્યા હોય.

પાછા ઉપર જાઓ

તૃતીય-પક્ષને કોપિરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય બૌદ્ધિક સંપદા ઉલ્લંઘનની જાણ કરવી

તૃતીય-પક્ષના કોપિરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘનના દાવાની જાણ કરવા માટે, કૃપા કરીને અમારી બૌદ્ધિક સંપદા પોલિસી જુઓ. જો તમે સ્પષ્ટ રીતે, ગંભીરતાથી અથવા વારંવાર અન્યના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરો અથવા કાનૂની કારણોસર અમારે આવું કરવું આવશ્યક હોય તો અમે તમારા એકાઉન્ટ પર પગલાં લઈ શકીએ, જેમ કે તેને બંધ કે સસ્પેન્ડ કરવું. તમારા એકાઉન્ટને બંધ કરવું અથવા સસ્પેન્ડ કરવું એ નીચે આપેલા “સમાપ્તિ” વિભાગ અનુસાર હશે.

પાછા ઉપર જાઓ

અસ્વીકરણો અને રિલીઝ

તમે અમારી સેવાઓનો ઉપયોગ તમારા જોખમે અને નીચેના અસ્વીકરણોને આધીન રહીને કરો છો. અમે કોઈ પણ નિશ્ચિત અથવા ગર્ભિત વોરંટી વિના "જેમ છે તેમ" ધોરણે અમારી સેવાઓ પ્રદાન કરી રહ્યા છીએ, જેમાં વેપારી ક્ષમતા, ખાસ હેતુ માટે યોગ્યતા, શીર્ષક, અનુપાલન અને કમ્પ્યુટર વાયરસ અથવા અન્ય હાનિકારક કોડથી મુક્ત વોરંટી સામેલ છે પણ તેના સુધી મર્યાદિત નથી. અમે બાયંધરી આપતા નથી કે અમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલી કોઈપણ માહિતી, સચોટ, સંપૂર્ણ અથવા ઉપયોગી છે, અમારી સેવાઓ કાર્યરત રહેશે, ભૂલ રહિત, સુરક્ષિત અથવા સલામત હશે અથવા અમારી સેવાઓ વિક્ષેપો, વિલંબ અથવા અપૂર્ણતા વિના કાર્ય કરશે. અમારા વપરાશકર્તાઓ અમારી સેવાઓ કે સુવિધાઓ, અમારી સેવાઓ દ્વારા પ્રદાન કરાતી સેવાઓ તથા ઇન્ટરફેસનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરે છે અમે તે નિયંત્રિત કરતા નથી અને તેમ કરવા માટે જવાબદાર પણ નથી. અમે અમારા વપરાશકર્તાઓ અથવા અન્ય તૃતીય-પક્ષોની ક્રિયાઓ અથવા માહિતી (કન્ટેન્ટ સહિત)ને નિયંત્રિત કરવા માટે જવાબદાર અને બાંધ્ય નથી. તમે અમને, અમારી સહાયક અને સંબંધિત કંપનીઓ, અમારા અને તેમના ડિરેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ, ભાગીદારો અને એજન્ટ (એક સાથે, "WhatsApp પક્ષો")ને કોઈપણ દાવો, ફરિયાદ, કાર્યવાહીના કારણ, વિવાદ અથવા નુકસાની (એક સાથે "દાવા"), કોઈપણ તૃતીય-પક્ષો સામે જાણે-અજાણ્યે, તેનાથી સંબંધિત, તેમાંથી ઊભા થયેલા કે કોઈપણ રીતે તેનાથી સંબંધિત દાવાઓમાંથી મુક્ત કરો છો. જો તમારા નિવાસી દેશ કે પ્રદેશના કાયદા તમારા દ્વારા અમારી સેવાઓના ઉપયોગને લીધે લાગુ થતા હોય અને તેની મંજૂરી ન હોય, તો WhatsApp પક્ષોના સંબંધમાં તમારા અધિકારોમાં અગાઉથી ચાલી રહેલા અસ્વીકરણો વડે કોઈ સુધારો કરવામાં આવતો નથી. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ નિવાસી છો, તો તમે કેલિફોર્નિયા સિવિલ કોડ -1542 હેઠળ અથવા કોઈપણ અન્ય ન્યાયિક લાગુ કાયદા અથવા અન્ય અધિકારક્ષેત્ર હેઠળના કોઈપણ લાગુ પડતા ઠરાવ કે કાયદા હેઠળ મળતા અધિકારને જતો કરો છો, જે જણાવે છે કે: સામાન્ય સંજોગોમાં અધિકાર જતો કરવાનું દાવામાં ફેરવાઈ જતું નથી જેની લેણદાર કે અધિકાર જતો કરનાર પક્ષને જાણ ન હોય અથવા અધિકાર જતો કરવાના સમયે તેના કે તેણીના તરફેણમાં હોવા અંગે શંકા હોય અને જો તેને કે તેણીને આની જાણ હોય, તો દેણદાર કે અધિકાર જતો કરનાર પક્ષ સાથેના સમાધાનમાં તેને કે તેણીને ભૌતિક રીતે અસર થઈ હોય.

પાછા ઉપર જાઓ

જવાબદારીની મર્યાદા

WhatsApp પક્ષો તમારા નફામાં કોઈ નુકસાન કે અનુમાનીત નુકસાન, ખાસ, શિક્ષાત્મક, પરોક્ષ કે આકસ્મિક નુકસાન જે અમારી શરતો અથવા અમે અથવા અમારી સેવાઓને સંબધિત હોય અથવા તેમાંથી ઉદભવેલું હોય (બેદરકારી સહિત જવાબદારીના કોઈ પણ સિદ્ધાંત ઉપર કારણભૂત હોવા છતાં) જો WhatsApp પક્ષોએ ખૂબ નુકસાનને સંભવિત કરવાની સંભાવના આપી હોય તો પણ તેના માટે જવાબદાર રહશે નહિ. અમારી શરતો અથવા અમે અથવા અમારી સેવાઓને સંબધિત હોય અથવા તેમાંથી ઉદભવતી હોય તેવી સંયુક્ત જવાબદારી એકસો ડોલર ($100)થી કે તમે પાછલા બાર મહિનામાં અમને ચુકવેલી રકમથી વધારે હશે નહિ. અગાઉથી ચાલી રહેલા ચોક્કસ નુકસાન અને જવાબદારીની મર્યાદાનું અસ્વીકરણ લાગુ કાયદાઓ દ્વારા મંજૂર મહત્તમ સીમામાં લાગુ પડશે. અમુક રાજ્યો અને અધિકારક્ષેત્રના કાયદાઓ ચોક્કસ નુકસાનની મર્યાદા અથવા છૂટની પરવાનગી ન આપતા હોઈ શકે, તો ઉપર દર્શાવેલી અમુક અથવા બધી મર્યાદા અથવા છૂટ તમને લાગુ પડતા નથી. તેમ છતાં કંઈ પણ અમારી શરતોથી વિપરીત હશે, તેવાં કેસમાં WhatsApp પક્ષોની જવાબદારી લાગુ કાયદા દ્વારા મંજૂર મહત્તમ સીમા સુધી મર્યાદિત રહેશે.

પાછા ઉપર જાઓ

નુકસાની બદલ વળતર

જો કોઈ તમારી ક્રિયાઓ, માહિતી કે WhatsApp પરના કન્ટેન્ટ કે અમારી સેવાઓના તમારા કોઈપણ ઉપયોગ સંબંધિત દાવો ("તૃતીય-પક્ષનો દાવો") અમારી સમક્ષ લાવે, તો તમે લાગુ કાયદાની મંજૂર મહત્તમ મર્યાદા હેઠળ તમે દાવાથી સંબંધિત અને તેમાંથી ઊભી થતી બધી જવાબદારીઓ, ક્ષતિઓ, નુકસાન અને કોઈપણ પ્રકારના ખર્ચા (વાજબી કાનૂની ફી અને ખર્ચા સહિત) સામે કે નીચે જણાવેલી કોઈપણ બાબતો સાથે સંબંધિત સંજોગોમાં WhatsApp પક્ષોને વળતરમાંથી અને કોઈપણ પ્રકારની હાનિમાંથી મુક્ત રાખશો: (a) પ્રદાન કરવામા આવેલી માહિતી અને કન્ટેન્ટ સહિત અમારી સેવાઓના ઉપયોગ માટે તમારા પ્રવેશની પરવાનગી; (b) તમારા દ્વારા અમારી શરતો અથવા લાગુ કાયદાનું ઉલ્લંઘન અથવા (c) તમારા દ્વારા કરેલી કોઈપણ ખોટી રજૂઆત. કોઈપણ તૃતીય-પક્ષના દાવાના બચાવ અથવા સમાધાન માટે તમે અમારા દ્વારા જરૂરી જણાય તેટલો પૂર્ણ સહયોગ કરશો. જો તમારા નિવાસી દેશ કે પ્રદેશના કાયદા તમારા દ્વારા અમારી સેવાઓના ઉપયોગને લીધે લાગુ થતા હોય અને તેની મંજૂરી ન હોય, તો WhatsApp પક્ષોના સંબંધમાં તમારા અધિકારોમાં અગાઉથી ચાલી રહેલા કાનૂની વળતરમાં કોઈ સુધારો કરવામાં આવતો નથી.

પાછા ઉપર જાઓ

વિવાદનું સમાધાન

મંચ અને સ્થળ. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થિત WhatsApp વપરાશકર્તાઓ હોવ તો નીચે આપેલો વિભાગ “યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડાના વપરાશકર્તા માટે ખાસ લવાદ જોગવાઈ" તમારી પર લાગુ પડે છે. કૃપા કરીને આ વિભાગને કાળજીપૂર્વક અને સંપૂર્ણપણે વાંચો. જો તમે નીચેના વિભાગ “યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડાના વપરાશકર્તાઓ માટે ખાસ લવાદની જોગવાઈ”ને આધીન ન હો, તો તમે સંમત થાઓ છો કે અમારી શરતો અથવા અમારી સેવાઓ સાથેના સંબંધમાં, ઉદભવતા અથવા કોઈપણ રીતે WhatsApp વિરુદ્ધ તમારી પાસેના કોઈપણ દાવા અથવા ક્રિયાના કારણો અને તમારી અને WhatsApp સામે ફાઇલ કરેલા કોઈપણ દાવા અથવા પગલાં માટે સંમત છો કે આવા કોઈપણ દાવા અથવા કાર્યવાહીના કારણો (દરેક, “વિવાદ”, અને સાથે મળીને “વિવાદો”) કેલિફોર્નિયાના ઉત્તરીય જિલ્લા માટે અથવા યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કે જે સૅન મૅટીઓ કાઉન્ટીમાં સ્થિત છે અથવા કેલિફોર્નિયાની રાજ્ય અદાલતમાં ખાસ રીતે ઉકેલી લેવામાં આવશે અને તમે આવા કોઈપણ દાવા અથવા કાર્યવાહીના કારણોસર કેસ ચલાવવાના હેતુસર આવી અદાલતોના વ્યક્તિગત અધિકારક્ષેત્રને રજૂઆત કરવા સંમત થાઓ છો અને કેલિફોર્નિયા રાજ્યના કાયદાની જોગવાઈઓના વિરોધાભાસને ધ્યાનમાં લીધા વિના આવા કોઈપણ દાવા અથવા પગલાનું નિયમન કરશે. અગાઉના વિવાદો પ્રત્યેના પૂર્વગ્રહ વિના, તમે સંમત થાઓ છો કે, અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિએ, અમે તમારી સાથેના કોઈપણ વિવાદનું સમાધાન કરવાનું પસંદ કરી શકીએ છીએ જે તમારા નિવાસી દેશની કોઈ પણ સક્ષમ અદાલતમાં વિવાદ ઉપર અધિકારક્ષેત્ર ધરાવતા લવાદને પાત્ર નથી.

નિયામક કાયદો. કેલિફોર્નિયા રાજ્યના કાયદા અમારી શરતોનું તેમ જ WhatsApp અને તમારી વચ્ચે ઊભા થઈ શકે તેવા કોઈપણ વિવાદોનું અદાલતમાં અથવા લવાદમાં કાયકાકીય જોગવાઈના ટકરાવની પરવા કર્યા વિના તેનું નિયમન કરે છે.

દાવા અથવા વિવાદની જાણ કરવા માટેની સમય મર્યાદા. આ શરતો તમે કોઈ લવાદ શરૂ કરવા માટે જે સમય લો છો અથવા જો પરવાનગી હોય, તો લાગુ કાયદા દ્વારા મંજૂર કરાયેલી મહત્તમ હદમાં અદાલતી કાર્યાવાહી કે નાના દાવામાં લાગતા સમય સહિત દાવા અથવા વિવાદની જાણ કરવા માટે તમે લો છો તે સમયને મર્યાદિત કરે છે. અમે અને તમે સંમત છીએ કે કોઈપણ વિવાદ માટે (નીચે બાકાત રાખવા નિર્ધારિત કરેલા વિવાદો સિવાય) અમારે અને તમારે વિવાદ ઉદ્ભવ્યા પછી એક વર્ષની અંદર દાવા (લવાદની કાર્યવાહી શરૂ કરવા સહિત) રજૂ કરવા જ જોઈએ; નહિંતર, આવા વિવાદને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જો વિવાદ ઉદ્ભવ્યા પછી એક વર્ષની અંદર અમે અથવા તમે કોઈ દાવા (લવાદ શરૂ કરવા સહિત) રજૂ કરતા નથી, તો પછી લવાદને રદ કરવામાં આવશે કારણ કે તેનેે શરૂ કરવા ખૂબ મોડું થઈ ગયું કહેવાય.

નીચે જુઓ: યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડાના વપરાશકર્તાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ

પાછા ઉપર જાઓ

અમારી સેવાઓની ઉપલબ્ધતા અને સમાપ્તિ

અમારી સેવાઓની ઉપલબ્ધતા. અમે હંમેશાં અમારી સેવાઓને બહેતર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો અર્થ એ છે કે અમે અમારી સેવાઓ, સુવિધાઓ, કાર્યક્ષમતા અને કેટલાક ડિવાઇસ અને પ્લેટફોર્મના સપોર્ટને વિસ્તૃત, ઉમેરી અથવા દૂર કરી શકીએ છીએ. જાળવણી, સમારકામ, અપગ્રેડ અથવા નેટવર્ક કે સાધનસામગ્રીની નિષ્ફળતા સહિતના કારણોસર અમારી સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે. અમે કોઈપણ સમયે અમુક સુવિધાઓ અને અમુક ડિવાઇસ અને પ્લેટફોર્મ માટેના સપોર્ટ સહિત અમારી કેટલીક અથવા બધી સેવાઓ બંધ કરી શકીએ છીએ. અમારા નિયંત્રણની બહારની ઘટનાઓ અમારી સેવાઓ પર અસર કરી શકે છે, જેમ કે કુદરતી અને અનપેક્ષિત ઘટનાઓ.

સમાપ્તિ. તેમ છતાં અમને આશા છે કે તમે WhatsAppના વપરાશકર્તા બન્યા રહેશો, તમે કોઈપણ કારણોસર ગમે ત્યારે તમારું એકાઉન્ટ ડિલીટ કરીને WhatsApp સાથેના તમારા સંબંધોને સમાપ્ત કરી શકો છો. આવું કરવાની રીત વિશેના સૂચનો માટે, કૃપા કરીને અમારા મદદ કેન્દ્રમાં Android, iPhone કે KaiOSના લેખ જુઓ.

અમે કોઈપણ કારણોસર કોઈપણ સમયે અમારી સેવાઓના તમારા વપરાશમાં ફેરફાર, સ્થગિત અથવા પ્રવેશની પરવાનગીને સમાપ્ત કરી શકીએ છીએ, જેમ કે જો તમે અમારા ડોક્યુમેન્ટ અથવા શરતોની ભાવનાનું ઉલ્લંઘન કરો છો અથવા અમારા માટે, અમારા વપરાશકર્તાઓ અથવા અન્ય લોકો માટે નુકસાન, જોખમ અથવા કાનૂની દાવપેચમાં નાખો છો. જો તમારું એકાઉન્ટ નોંધણી પછી એક્ટિવ ન થાય અથવા જો તે લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે, તો અમે તમારું એકાઉન્ટ બંધ અથવા ડિલીટ કરી શકીએ છીએ. નીચેની જોગવાઈઓ WhatsApp સાથેના તમારા સંબંધોની કોઈપણ સમાપ્તિ પછી લાગુ રહેશે: "લાઇસન્સ," "અસ્વીકરણ અને રિલીઝ," "જવાબદારીની મર્યાદા," "વળતર," "વિવાદનું સમાધાન," "અમારી સેવાઓની ઉપલબ્ધતા અને સમાપ્તિ," "અન્ય," અને "યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના વપરાશકર્તાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ."

પાછા ઉપર જાઓ

અન્ય

  • સિવાય કે તમારી અને અમારી વચ્ચે થયેલા પરસ્પર કરારમાં જણાવ્યું ન હોય અન્યથા, અમારી શરતો તમારા અને અમારા વચ્ચે WhatsApp અને અમારી સેવાઓ વિશેના સંપૂર્ણ કરારને પૂર્ણ કરે અને કોઈપણ પહેલાંના કરારોની જગ્યા લે છે.
  • અમે ભવિષ્યમાં નિયુક્ત કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ કે અમારી કેટલીક સેવાઓ વિવિધ શરતો દ્વારા સંચાલિત થશે (જ્યાં લાગુ પડતું હોય ત્યાં તમે અલગથી સંમતિ આપી શકો છો).
  • અમારી સેવાઓ કોઈપણ દેશ અથવા પ્રદેશમાં વિતરણ અથવા વાપરવા માટે નથી જ્યાં આવા વિતરણ અથવા વપરાશથી સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન થાય અથવા અમને બીજા દેશ અથવા પ્રદેશના કોઈપણ નિયમોને આધીન બનાવી દે. અમે અમારી સેવાઓ કોઈપણ દેશ અથવા પ્રદેશમાં મર્યાદિત કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ.
  • તમે લાગુ થતા યુનાઇટેડ સ્ટેટ્સ અને નોન-યુનાઇટેડ સ્ટેટ્સના બધા નિકાસ નિયંત્રણ અને વેપાર પ્રતિબંધ કાયદા ("નિકાસ કાયદા")નું પાલન કરશો. તમે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આમને અમારી સેવાઓ નિકાસ, પુનઃનિકાસ, પ્રદાન અથવા અન્યથા ટ્રાન્સફર કરશો નહિ: (a) કોઈપણ વ્યક્તિ, વસ્તુ, પ્રદેશ અથવા નિકાસ કાયદા દ્વારા પ્રતિબંધિત દેશમાં; (b) યુનાઇટેડ સ્ટેટ્સ અથવા નોન-યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે પ્રતિબંધિત કરેલા પક્ષોની સૂચિ પરના કોઈપણને અથવા (c) પરમાણુ, રાસાયણિક, અથવા જૈવિક શસ્ત્રો અથવા જરૂરી સરકારી અધિકરણ વિનાની મિસાઇલ ટેક્નોલોજી ઍપ્લિકેશનોના ઉપયોગ સહિત નિકાસના કાયદા વડે પ્રતિબંધિત કરેલા કોઈપણ હેતુ માટે. જો તમે પ્રતિબંધિત દેશ અથવા પ્રદેશમાં સ્થિત હો, તો તમે અમારી સેવાઓનો ઉપયોગ અથવા તેને ડાઉનલોડ કરી શકશો નહિ, જો તમને હાલમાં કોઈપણ યુનાઇટેડ સ્ટેટ્સ અથવા નોન-યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પ્રતિબંધિત પક્ષોની સૂચિ પર અથવા નિકાસ કાયદા અનુસાર પ્રતિબંધિત કોઈપણ હેતુ માટે સૂચિબદ્ધ કર્યા હોય અને તમે IP પૉક્સીંગ અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા તમારા સ્થાનને છુપાવશો નહિ.
  • અમારી શરતો અંગ્રેજીમાં (યુનાઈટેડ સ્ટેટ્સ) લખેલી છે. કોઈ પણ ભાષાંતર કરેલું વર્ઝન માત્ર તમારી સગવડ માટે છે. આ શરતોના કોઈપણ ભાષાંતરિત વર્ઝન અને અંગ્રેજી વર્ઝન વચ્ચે વિરોધાભાસ જોવા મળે, તો અંગ્રેજી વર્ઝન જ માન્ય ગણાશે. તમારા દ્વારા સૂચિત અમારી શરતોમાં કોઈપણ ફેરફાર અથવા છૂટ માટે અમારી સ્પષ્ટ સંમતિની આવશ્યકતા હોય છે.
  • અમે આ શરતોને અપડેટ અથવા સુધારી શકીએ છીએ. અમે તમને આ શરતોમાં કરવામાં આવેલા સુધારાની સૂચના આપીશું, યોગ્ય લાગે તે રીતે આ શરતોમાં ઉપરની બાજુએ “છેલ્લે ફેરફાર” કરાયાની તારીખને અપડેટ કરીશું. સુધારામાં જણાવેલી અમારી સેવાઓની શરતોનો સ્વીકાર કર્યા પછી તમે અમારી સેવાઓને ચાલુ રાખી શકશો. અમે આશા રાખીએ છીએ કે તમે અમારી સેવાઓ વાપરવાનું ચાલુ રાખશો, પણ જો તમે અમારી શરતો સાથે સંમત ના હોવ, તો સુધારા અનુસાર, તમારે તમારું એકાઉન્ટ ડિલીટ કરીને અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે.
  • અમારી શરતો હેઠળના અમારા તમામ અધિકારો અને જવાબદારીઓ અમારા દ્વારા કોઈ પણ આનુષંગિકોને અથવા વિલિનીકરણ, હસ્તાંતરણ, પુનર્ગઠન અથવા સંપત્તિના વેચાણના સંબંધમાં અથવા કાયદાના કાર્યસંચાલન કે અન્યથા દ્વારા મુક્ત રીતે ટ્રાન્સફર કરવાને પાત્ર હોય છે અને અમે તમારી માહિતીને અમારા કોઈપણ આનુષંગિકો, અનુગામી સંસ્થાઓ અથવા નવા માલિકને ટ્રાન્સફર કરી શકીએ. આવી કોઈ સોંપણીની ઘટનામાં, આ શરતો આવા તૃતીય પક્ષ સાથેના તમારા સંબંધોને સંચાલિત કરવાનું ચાલુ રાખશે. અમે આશા કરીએ કે તમે અમારી સેવાઓનો ઉપયોગ ચાલુ રાખશો, પણ જો તમે આવી કોઈ સોંપણી માટે સંમત ન હોવ, તો સોંપણી વિશે સૂચિત કર્યા પછી તમારે તમારું એકાઉન્ટ ડિલીટ કરીને અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવું આવશ્યક છે.
  • તમે અમારી શરતો હેઠળ તમારા કોઈપણ હક અથવા જવાબદારીઓને અમારી પૂર્વ લેખિત સંમતિ વિના બીજા કોઈને ટ્રાન્સફર કરશો નહિ.
  • અમારી શરતોમાં કશું પણ અમને કાયદાનું પાલન કરતા અટકાવશે નહિ.
  • અહીં વિચારાધીન કર્યા સિવાય, અમારી શરતો કોઈ તૃતીય પક્ષ લાભકર્તાના અધિકારો આપતી નથી.
  • જો અમે અમારી કોઈપણ શરતોને લાગુ કરવામાં નિષ્ફળ જઈએ, તો તેને છૂટ માનવામાં આવશે નહિ.
  • જો આ શરતોની કોઈપણ જોગવાઈ ગેરકાયદેસર, વ્યર્થ અથવા કોઈ કારણસર અમલને પાત્ર ન હોવાનું જણાય છે, તો તે જોગવાઈ તેને લાગુ પાડવા માટે જરૂરી ઓછામાં ઓછી મર્યાદા સુધી સુધારણા તરીકે ગણી લેવામાં આવશે, અને જો તે અમલી બનાવી શકાતી નથી, તો તે અમારી શરતોથી અલગ માનવામાં આવશે, જે બાકી જોગવાઈઓની માન્યતા અને અમલીકરણને અસર કરશે નહિ અને અમારી શરતોનો બાકીનો ભાગ સંપૂર્ણ અસરમાં રહેશે સિવાય કે નીચેના વિભાગમાં સુયોજિત કરેલ "યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડા વપરાશકર્તાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ”.
  • અમારા દ્વારા સ્પષ્ટ રૂપે તમને આપેલા નથી તેવા તમામ અધિકારોને અમે અનામત રાખીએ છીએ. અમુક અધિકારક્ષેત્રમાં, તમને ગ્રાહક તરીકે કાનૂની અધિકારો હોઈ શકે છે અને અમારી શરતો આવા કરાર દ્વારા છૂટ ન આપી શકાય તેવા ગ્રાહકના કાનૂની અધિકારોને મર્યાદિત કરવા માટે નથી.
  • અમે હંમેશાં WhatsApp અને અમારી સેવાઓ વિશેના તમારા પ્રતિસાદ અથવા અન્ય સૂચનોની પ્રશંસા કરીએ છીએ, પરંતુ તમે સમજો છો કે તમારે પ્રતિસાદ અથવા સૂચનો પ્રદાન કરવાની કોઈ જવાબદારી નથી અને અમે તમારા પ્રતિસાદ અથવા સૂચનોનો ઉપયોગ કોઈપણ પ્રતિબંધ વગર અને તેના માટે તમને વળતર ચૂકવ્યા વગર કરી શકીએ છીએ.

પાછા ઉપર જાઓ

યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડાના વપરાશકર્તાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ

કૃપા કરીને આ વિભાગને કાળજીપૂર્વક વાંચો, તે ફક્ત અમારા યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વપરાશકર્તાઓ માટે વધારાની જોગવાઈઓને લાગુ કરે છે. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થાયી થયેલા WhatsApp વપરાશકર્તા છો, તો તમે અને અમે, બધા દાવા વ્યક્તિગત લવાદ દ્વારા રજૂ કરવા માટે બંધાયેલા છીએ, સિવાય કે તેમાં બૌદ્ધિક સંપદાના વિવાદો અથવા તે દાવા જે નાની અદાલતમાં દાખલ કરી શકાતા હોય તેનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે તમે ન્યાયાધીશ અથવા પંચ દ્વારા કોર્ટમાં આવા વિવાદોને ઉકેલવાનો તમારો અધિકાર જતો કરો છો. છેવટે, તમે માત્ર તમારા વતી જ કોઈ દાવો માંડી શકો છો, તમારા વતી કોઈ બીજી વ્યક્તિ કે, કોઈ અધિકારી કે, લોકોના વર્ગ દ્વારા નહિ. તમે કાનૂની કાર્યવાહી, કાનૂની લવાદ અથવા કાનૂની કાર્યવાહીમાં પ્રતિનિધિત્વ જેવી ક્રિયાઓમાં ભાગ લેવા માટેનો અધિકાર જતો કરો છો.

“બાકાત કરેલા વિવાદો"નો અર્થ થાય છે કે કાયદાના અમલીકરણ કે તમારા અથવા અમારા બૌદ્ધિક સંપદાના અધિકારો (જેમ કે કોપિરાઇટ, ટ્રેડમાર્ક, ડોમેન, લોગો, પ્રોડક્ટનો દેખાવ, વેપારના રહસ્યો અને પેટન્ટ) સાથે સંબંધિત વિવાદો કે અનઅધિકૃત રીતે (ઉદાહરણ તરીકે આપમેળે) અમારી સેવાઓમાં હસ્તક્ષેપ કરવો કે તેમાં જોડાવાના પ્રયત્નો સંબંધિત વિવાદો. અગાઉથી સ્પષ્ટતા હોવા છતાં પણ, તમારી પ્રાઇવસી અને પ્રચાર સબંધિત, તેમાંથી ઉદભવતા અથવા તેની સાથે કોઈ પણ રીતે જોડાયેલા વિવાદોનો સમાવેશ બાકાત વિવાદોમાં થતો નથી.

ફેડરલ આર્બિટ્રેશન એક્ટ. યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ આર્બિટ્રેશન એક્ટ આ "યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડા વપરાશકર્તાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ" વિભાગના અર્થઘટન અને અમલીકરણને સંચાલિત કરે છે, જેમાં WhatsApp અને તમારી વચ્ચેના વિવાદ લવાદ યોગ્ય છે કે કેમ તે સહિતના કોઈપણ સવાલનો સમાવેશ થાય છે.

યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થિત WhatsApp વપરાશકર્તાઓ માટે લવાદ કરવાનો કરાર. યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં રહેતા WhatsApp વપરાશકર્તાઓ માટે, WhatsApp અને તમે દરેક બાકાત થયેલ વિવાદો સિવાય તમામ વિવાદો માટે ન્યાયાધીશ અથવા પંચ દ્વારા સુનાવણીનો અધિકાર જતો કરવા માટે સંમત છો. WhatsApp અને તમે સંમત થાઓ છો કે તમારા પ્રાઇવસી અને પ્રચારના અધિકારોના સંબંધમાં ઉદભવતા અથવા કોઈપણ રીતે સંબંધિત તમામ વિવાદો (બાકાત રાખેલા વિવાદો સિવાય) અંતિમ અને બંધનકર્તા લવાદ દ્વારા ઉકેલી લેવામાં આવશે. WhatsApp અને તમે સંમત થાઓ છે કે એવા વિવાદો જે અમારી શરતો હેઠળ લવાદ સબંધિત હોય તેને એવા વિવાદો જે અમારી શરતો હેઠળ લવાદ સબંધિત ન હોય તેને જોડી શકાશે નહિ. તમે એક વિવાદની લવાદી શરૂ કરો એ પહેલાં, તમારે વિવાદની લેખિત નોટીસ પૂરી પાડવી જ જોઈએ જેમાં (a)તમારૂં નામ; (b) રહેઠાણનું સરનામું; (c) વપરાશકર્તા નામ; (d) ઇમેઇલ એડ્રેસ અથવા ફોન નંબર કે જેનો તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે ઉપયોગ કરતા હો તે લખેલાં હોવા જોઈએ; (e) એ વિવાદનું વિગતવાર વર્ણન અને (f) તમારે શું રાહત જોઈએ છે તે લખેલું હોવું જ જોઈએ. તમે અમને જે કોઈ વિવાદની નોટિસ મોકલો તેને આ સરનામા પર જ મોકલવાની રહેશે: Facebook, Inc., ATTN: WhatsApp Arbitration Filing, 1601 Willow Rd. Menlo Park, CA 94025. અમે લવાદીની શરૂઆત કરીએ તે પહેલાં, તમે આપેલા ઇમેઇલ એડ્રેસ પર અથવા અન્ય યોગ્ય સાધનો દ્વારા અમે તમને એક વિવાદની નોટીસ મોકલીશું. જો અમે એ વિવાદની નોટીસ મળ્યાના સાઇઠ (60) દિવસમાં એક વિવાદનો ઉકેલ લાવવા સક્ષમ ન હોઈએ, તો તમે અથવા અમે લવાદીની શરૂઆત કરી શકીએ છીએ.

લવાદનું સંચાલન અમેરિકન આર્બિટ્રેશન એસોસિએશન (“AAA”) દ્વારા તેના વાણિજ્યક લવાદના નિયમો હેઠળ લવાદ શરૂ થાય છે, જેમાં ઇમરજન્સી પગલાંની સુરક્ષાના વૈકલ્પિક નિયમો અને ગ્રાહક-સંબંધિત વિવાદો માટેની પૂરક કાર્યવાહી (એકસાથે , "AAA નિયમો")નો સમાવેશ કરવામાં આવે છે. લવાદની અધ્યક્ષતા AAAના નિયમો અનુસાર પસંદ કરેલા એક આર્બિટ્રેટર દ્વારા કરવામાં આવશે. AAA નિયમો, વિવાદ શરૂ કરવા અંગેની માહિતી અને લવાદ પ્રક્રિયાની વર્ણન www.adr.org પર ઉપલબ્ધ છે. લવાદની જોગવાઇના અમલીકરણ અને તેના સ્કોપ સબંધિત મુદ્દાઓ કોર્ટ દ્વારા નક્કી કરી શકાશે. લવાદનું સ્થાન અને આવી લવાદ માટે ફી અને ખર્ચની ફાળવણી AAA નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે.

બહાર નીકળવાની રીત. તમે લવાદ માટે આ કરારમાંથી બહાર નીકળી શકો છો. જો તમે આવું કરો છો, તો ન તો અમારે અથવા તમારે તથા બીજાને લવાદની કાર્યવાહીમાં ભાગ લેવાની જરૂરિયાત નથી. બહાર નીકળવા માટે, તમારે 30 દિવસોની અંદર અમને પોસ્ટકાર્ડમાં: (a) જે તારીખે તમે પેહેલી વાર અમારી શરતોનો સ્વીકાર કર્યો તે તારીખ અને (b) તમે આ લવાદની જોગવાઈને પાત્ર બન્યાની તારીખ લખીને જાણ કરવી જરૂરી છે. બહાર નીકળવા માટે તમારે આ એડ્રેસનો ઉપયોગ કરવો જરૂરી છે.

WhatsApp LLC
Arbitration Opt-Out
1601 Willow Road
Menlo Park, California 94025
United States of America

તમારે આટલું સામેલ કરવું આવશ્યક છે: (i) તમારું નામ અને રહેઠાણનું સરનામું; (ii) તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા મોબાઇલ ફોન નંબર અને (iii) એક સ્પષ્ટ નિવેદન કે જે તમે લવાદ કરવા માટે અમારી શરતોના કરારમાંથી બહાર નીકળવા માંગો છો.

નાના દાવાની અદાલત. લવાદના વિકલ્પ તરીકે, જો તમારા સ્થાનિક "નાના દાવા" કોર્ટના નિયમો દ્વારા મંજૂર કરવામાં આવે, તો તમે તમારા સ્થાનિક "નાના દાવા"ની અદાલતમાં તમારા વિવાદ લાવી શકો છો, ત્યાં સુધી આ બાબત વ્યક્તિગત (બિન-વર્ગ) આધારે આગળ વધશે.

યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થિત વપરાશકર્તાઓ માટે કોઈ કાનૂની કાર્યવાહી, કાનૂની લવાદ અથવા કાનૂની કાર્યવાહીમાં પ્રતિનિધિત્વ થશે નહિ. અમે અને તમે બન્ને સંમત છીએ કે જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થિત WhatsApp વપરાશકર્તા છો, તો અમે અને તમે એકબીજાની વિરુદ્ધ ફક્ત તેના અથવા તમારા વતી જ વિવાદો લાવી શકીએ છીએ, કોઈ અન્ય વ્યક્તિ અથવા સંસ્થા વતી અથવા કોઈપણ વર્ગના લોકો વતી નહિ. અમે અને તમે બન્ને સંમત છીએ કે કાનૂની કાર્યવાહી, કાનૂની લવાદ, ખાનગી એટર્ની જનરલ અથવા પ્રતિનિધિ દ્વારા લાવવામાં આવેલા વિવાદો, કોઈપણ વિવાદ સાથેના સંબંધમાં કોઈપણ અન્ય વ્યક્તિ અથવા સંસ્થા સાથે સંકળાયેલા એકીકૃત વિવાદોમાં ભાગ લેશું નહિ. જો એક અંતિમ ન્યાયિક નિર્ધારણ થયેલ હોય કે કોઈપણ ચોક્કસ દાવા (અથવા ચોક્કસ રાહત માટેની એક વિનંતી)ને આ જોગવાઇની મર્યાદાઓ અનુસાર લવાદી દ્વારા ઉકેલી શકાય તેમ નથી, તો માત્ર એવો જ દાવો (અથવા રાહત માટેની વિનંતી) કદાચ અદાલતમાં લાવી શકાય છે. બીજા બધા જ દાવા (અથવા રાહત માટેની વિનંતી) આ જોગવાઇને આધીન રહે છે.

પરવાનગીવાળી અદાલતની ક્રિયાઓ ફાઇલ કરવાનું સ્થળ. જો તમે લવાદ કરવાના કરારમાંથી બહાર નીકળો છો, જો તમારો વિવાદ બાકાત રાખેલો વિવાદ છે અથવા જો લવાદ કરારનું અમલીકરણ યોગ્ય ન હોવાનું જણાયું છે, તો તમે ઉપર જણાવેલા "વિવાદનો ઉકેલ" વિભાગમાં લાગુ જોગવાઈને આધીન હોવાની સંમતિ આપો છો.

પાછા ઉપર જાઓ

વિવિધ ભાષાઓમાં WhatsAppની શરતો વાંચવાની પરવાનગી

કેટલીક અન્ય ભાષાઓમાં અમારી શરતો વાંચવાની પરવાનગી માટે, તમારા WhatsApp સત્ર માટેની ભાષાનાં સેટિંગ બદલો. જો તમે પસંદ કરેલી ભાષામાં અમારી શરતો ઉપલબ્ધ ન હોય, તો અમે અંગ્રેજી વર્ઝન પર જ ડિફૉલ્ટ રહીશું. કૃપા કરીને નીચે આપેલા ડોક્યુમેન્ટની સમીક્ષા કરો, જે અમારી સેવાઓના તમારા ઉપયોગ વિશે વધારાની માહિતી પ્રદાન કરે છે:

WhatsAppની પ્રાઇવસી પોલિસી
WhatsAppની બૌદ્ધિક સંપદા પોલિસી
WhatsAppની બ્રાન્ડ માર્ગદર્શિકા

પાછા ઉપર જાઓ

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ