છેલ્લે ફેરફાર કરાયેલું: 04 જાન્યુઆરી, 2021 (આર્કાઇવ કરેલા વર્ઝન)
જો તમે યુરોપિયન ક્ષેત્રમાં નથી રહેતા, તો WhatsApp LLC આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને WhatsApp પ્રદાન કરે છે.
WhatsApp સાથેના કરારના સારાંશ માટે અને યુરોપિયન ઇલેક્ટ્રોનિક કમ્યૂનિકેશન્સ કોડને અમારા દ્વારા પ્રદાન કરવામાં આવતી જરૂરી માહિતી માટે અહીં ક્લિક કરો.
અમારી ઍપ્લિકેશનો, સેવાઓ, સુવિધાઓ, સોફ્ટવેર અથવા વેબસાઇટના માધ્યમથી અમારી સેવાઓ (નીચે વ્યાખ્યાયિત કર્યા અનુસાર) પ્રદાન કરવા માટે, અમને અમારી સેવાની શરતો ("શરતો") સાથે તમારી સંમતિ મેળવવાની જરૂર રહે છે.
WhatsApp Ireland Limited ("WhatsApp," "અમારું," "અમે," અથવા "અમને") તમને નીચે વર્ણવેલી સેવાઓે (“સેવાઓ”) પ્રદાન કરે છે જો તમે યુરોપિયન ઇકોનોમિક એરિયામાં આવતા કોઈ દેશ કે પ્રદેશમાં રહેતા હોવ, (જેમાં યુરોપિયન યુનિયન સામેલ હોય) અને અન્ય કોઈ સામેલ કરેલો દેશ કે પ્રદેશ (જેને સામુહિક રીતે "યુરોપિયન ક્ષેત્ર" તરીકે ઓળખવામાં આવે છે). જો તમે યુરોપિયન ક્ષેત્ર સિવાયના અન્ય કોઈ દેશ અથવા પ્રદેશમાં રહેતા હોવ, તો WhatsApp LLC તમને આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ સેવાઓે પ્રદાન કરે છે.
NO ACCESS TO EMERGENCY SERVICES: અમારી સેવાઓ અને તમારા મોબાઈલ ફોન અને ફિક્સ્ડ-લાઇન ટેલિફોન અને SMS સેવાઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે. અમારી સેવાઓ પોલીસ, ફાયર વિભાગ કે હોસ્પિટલ સહિતની ઇમર્જન્સી સેવાઓ અથવા ઇમર્જન્સી સેવા પ્રદાતાઓને કનેક્ટ થવાની સગવડ આપતી નથી અથવા અન્યથા જાહેર સુરક્ષા સંબંધિત પ્રશ્નોના જવાબો આપતા મથકો સાથે કનેક્ટ કરતી નથી. તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તમારા જે તે ઇમર્જન્સી સેવાઓના પ્રદાતાઓનો મોબાઇલ ફોન, ફિક્સ્ડ-લાઇન ટેલિફોન અથવા અન્ય સેવાઓ મારફતે સંપર્ક કરી શકો છો.
નોંધણી. તમારે સચોટ માહિતીનો ઉપયોગ કરીને અમારી સેવાઓ માટે નોંધણી કરાવવી આવશ્યક છે, તમારો વર્તમાન મોબાઇલ ફોન નંબર આપો અને જો તમે તેને બદલો છો, તો અમારી ઍપમાંની નંબર બદલો સુવિધાનો ઉપયોગ કરીને તમારો મોબાઇલ ફોન નંબર અપડેટ કરો. તમે અમારી સેવાઓમાં નોંધણી કરવા માટે કોડ સાથે ટેક્સ્ટ મેસેજ અને ફોન કૉલ (અમારા અથવા અમારા તૃતીય-પક્ષ પ્રદાતાઓ તરફથી) પ્રાપ્ત કરવા માટે સંમત થાઓ છો.
સરનામાની બુક. જો લાગુ થતા કાયદાની પરવાનગી હોય, તો તમે સંપર્ક અપલોડ કરો સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને અમારી સેવાઓનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ અને તમારા અન્ય સંપર્કોના ફોન નંબર સહિત નિયમિતપણે તમારા મોબાઇલની સરનામા બુકમાંના સંપર્કો અમને પ્રદાન કરી શકો છો. સંપર્કો અપલોડ કરવાની અમારી સુવિધા વિશે અહીં વધુ જાણો.
ઉંમર. જો તમે યુરોપિયન ક્ષેત્ર, કોઈ દેશ અથવા પ્રદેશમાં રહેતા હોવ, તો અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની હોવી જોઈએ અથવા તમારા દેશ કે પ્રદેશમાં માતાપિતાની મંજૂરી વિના અમારી સેવાઓ માટે નોંધણી કરાવવાની કે અમારી સેવાઓનો ઉપયોગ કરવાની જરૂરી ન્યૂનતમ ઉંમર હોવી આવશ્યક છે. જો તમે યુરોપિયન ક્ષેત્ર સિવાયના અન્ય કોઈ દેશ અથવા પ્રદેશમાં રહેતા હોવ, તો અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી આવશ્યક છે અથવા તમારા દેશ કે પ્રદેશમાં અમારી સેવાઓ માટે નોંધણી કરાવવાની કે અમારી સેવાઓનો ઉપયોગ કરવાની જરૂરી ન્યૂનતમ ઉંમર હોવી આવશ્યક છે. લાગુ કાયદા હેઠળ અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે ન્યૂનતમ આવશ્યક ઉંમર ઉપરાંત, જો તમે તમારા દેશ કે પ્રદેશમાં અમારી શરતો સાથે સંમત થવાનો અધિકાર મેળવવા જેટલી પુખ્ત ઉંમર ધરાવતા નથી, તો તમે અમારી સેવાઓનો ઉપયોગ કરી શકો તે માટે તમારા માતાપિતા અથવા વાલીએ તમારા વતી અમારી શરતો સાથે સંમત થવું આવશ્યક છે. કૃપા કરીને તમારા માતાપિતા અથવા વાલીને તમારી સાથે આ શરતો વાંચવા માટે કહો.
ડિવાઇસ અને સોફ્ટવેર. અમારી સેવાઓને વાપરવા માટે તમારે અમુક ડિવાઇસ, સોફ્ટવેર અને ડેટા કનેક્શન પ્રદાન કરવું આવશ્યક હશે, જેને અમે અન્યથા પૂરી પાડતા નથી. અમારી સેવાઓ વાપરવા માટે, તમે જાતે અથવા આપમેળે અમારી સેવાઓ પર અપડેટ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની સંમતિ આપો છો. તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે જરૂર જણાય તે રીતે, અમે તમને સમય-સમય પર અમારી સેવાઓ મારફતે નોટિફિકેશન મોકલીએ તે માટે પણ તમે સંમત થાઓ છો.
ફી અને ટેક્સ. તમે અમારી સેવાઓના વપરાશ સાથે સંકળાયેલા બધા મોબાઇલ ઓપરેટર ડેટા પ્લાન, ઇન્ટરનેટ ફી અને અન્ય ફી અને ટેક્સ માટે જવાબદાર છો.
WhatsApp તમારી પ્રાઇવસીની ચિંતા કરે છે. WhatsAppની પ્રાઇવસી પોલિસી, અમારા ડેટા (મેસેજ સહિત) પ્રથાઓનું વર્ણન કરે છે, જેમાં અમે તમારી પાસેથી પ્રાપ્ત કરેલી માહિતીના પ્રકારો, આ માહિતીનો ઉપયોગ અને શેર કેવી રીતે કરીએ છીએ અને તમારા વિશેની માહિતીની પ્રક્રિયાના સંબંધમાં તમારા હકનો સમાવેશ કરે છે.
અમારી શરતો અને પોલિસી. તમારે અમારી શરતો અને પોલિસી અનુસાર અમારી સેવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે. જો તમે અમારી શરતો અથવા પોલિસીનું ઉલ્લંઘન કરો છો, તો તમારા એકાઉન્ટને બંધ કરવા અથવા સસ્પેન્ડ કરવા સહિતના તમારા એકાઉન્ટના સંબંધમાં અમે પગલાં લઈ શકીએ છીએ અને જો અમે આવું કરીએ છીએ, તો તમે અમારી પરવાનગી વિના બીજું એકાઉન્ટ ન બનાવવા માટે સંમત થાઓ છો. તમારા એકાઉન્ટને બંધ કરવું અથવા સસ્પેન્ડ કરવું એ નીચે આપેલા "સમાપ્તિ" વિભાગ અનુસાર હશે.
કાનૂની અને સ્વીકાર્ય ઉપયોગ. તમારે અમારી સેવાઓમાં માત્ર કાનૂની, અધિકૃત અને સ્વીકાર્ય હેતુઓ માટે પ્રવેશ અને ઉપયોગ કરવો આવશ્યક છે. તમે અમારી સેવાઓનો ઉપયોગ (અથવા અન્ય લોકોને સહાય કરવા માટે) એ રીતે નહિ કરી શકો કે જેથી: (a) પ્રાઇવસી, જાહેરાત, બૌદ્ધિક સંપદા કે માલિકીના અન્ય અધિકારો સહિત WhatsApp, અમારા વપરાશકર્તાઓ અથવા અન્યના અધિકારોનું ઉલ્લંઘન કે અયોગ્ય ઉપયોગ થતો હોય; (b) ગેરકાયદેસર, અશ્લીલ, બદનામી, ડરાવવું, ધાકધમકી આપવી, દ્વેષપૂર્ણ, વંશીય અથવા નૃવંશિક રીતે અપમાનજનક થતું હોય અથવા ગેરકાયદેસર અથવા અન્યથા અયોગ્ય ગણાતા વર્તનને ઉશ્કેરતું અથવા પ્રોત્સાહન આપતું હોય, જેમ કે હિંસક ગુનાઓને પ્રોત્સાહન આપવું, બાળકો અથવા અન્યને જોખમમાં મૂકવું અથવા શોષણ કરવું અથવા નુકસાન પહોંચાડવું; (c) જૂઠ્ઠાણા, ખોટી રજૂઆત અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો પ્રકાશિત કરતું હોય; (d) કોઈનો ઢોંગ કરતું હોય; (e) જથ્થાબંધ મેસેજ, ઓટો;-મેસેજિંગ, ઓટો-ડાયલિંગ અને આના જેવા ગેરકાયદેસર અથવા અવ્યવહારુ સંદેશાવ્યવહાર મોકલવાનો સમાવેશ કરતું હોય અથવા (f) જ્યાં સુધી અન્યથા અમારા દ્વારા અધિકૃત કરવામાં ન આવે, ત્યાં સુધી અમારી સેવાઓને કોઇપણ બિન-વ્યક્તિગત વપરાશમાં સામેલ કરતું હોય.
WhatsApp અથવા અમારા વપરાશકર્તાઓને નુકસાન. તમે પ્રત્યક્ષ, પરોક્ષ, આપમેળે કે અન્ય રીતે પરવાનગી ન હોય કે અનધિકૃત પ્રકારે અમારી સેવાઓમાં પ્રવેશ મેળવશો નહિ, તેનો ઉપયોગ, તેની કોપિ, તેમાં ફેરફાર, તેના આધારે સંકલિત કાર્યો તૈયાર, તેને વિતરિત, તેનું લાઇસન્સ કે પેટા લાઇસન્સ આપશો નહિ, તેને ટ્રાન્સફર, બતાવી, પ્રદર્શિત કે અન્યથા તેનો ગેરલાભ ઉઠાવશો નહિ (કે અન્ય લોકોને આવું કરવામાં સહાય કરશો નહિ) અથવા એવી રીતે ઉપયોગ નહિ કરો કે જેનાથી અમને, અમારી સેવાઓ, સિસ્ટમ, અમારા વપરાશકર્તાઓ પર ભારણ વધે, નુકસાન પહોંચે કે હાનિ થાય, જેમાં તમે પ્રત્યક્ષ રીતે કે આપમેળે આટલું પણ કરશો નહિ: (a) ઉલટ પ્રક્રિયા, ફેરબદલી, ફેરફાર કરવા, તેમાંથી સંકલન કાર્ય બનાવવું, સોર્સ કોડ તોડવો અથવા અમારી સેવાઓમાંથી કોડ મેળવવા; (b) અમારી સેવાઓ મારફતે કે તેના પર વાયરસ કે અન્ય હાનિકારક કમ્પ્યુટર કોડ મોકલવા, સ્ટોર કરવા અથવા પ્રસારિત કરવા; (c) અમારી સેવાઓ કે સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવો કે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવો; (d) અમારી સેવાઓની સલાતમી, સુરક્ષા, પ્રાઇવસી, અખંડતા, ઉપલબ્ધતા કે તેના કાર્યપ્રદર્શનમાં હસ્તક્ષેપ કરવો કે તેમાં વિક્ષેપ પાડવો; (e) અનધિકૃત અથવા આપમેળે સાધનોનો ઉપયોગ કરીને અમારી સેવાઓ માટે એકાઉન્ટ બનાવવા; (f) પરવાનગી વિના અથવા અનધિકૃત રીતે અમારા વપરાશકર્તાઓની કે તેમના વિશેની માહિતી એકત્રિત કરવી; (g) અમારી પાસેથી કે અમારી સેવાઓથી અનધિકૃત રીતે મેળવેલા ડેટાને વેચવો, ફરીથી વેચવો, ભાડે આપવો કે તેની માટે શુલ્ક વસૂલવો; (h) એવા નેટવર્ક પરથી અમારી સેવાઓનું વિતરણ કરવું કે ઉપલબ્ધ બનાવવી જ્યાં એક જ સમયે એક કરતા વધુ ડિવાઇસ તેનો ઉપયોગ કરી શકે, સિવાય કે એવા ટૂલ મારફતે કે જેમને અમે અમારી સેવાઓ મારફતે સ્પષ્ટ રીતે પ્રદાન કર્યા હોય; (i) એવા સોફ્ટવેર કે APIs બનાવવા કે જે અમારી સેવાઓની જેમ જ કાર્ય કરે અને અનધિકૃત રીતે તેમને તૃતીય પક્ષ દ્વારા ઉપયોગ કરવા માટે પ્રદાન કરવા અથવા (j) કોઈપણ રિપોર્ટિંગ ચેનલનો દુરૂપયોગ કરવો જેમ કે કપટપૂર્ણ કે આધારહીન રિપોર્ટ કે અરજીઓ જમા કરાવવી.
તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવું. તમે તમારા ડિવાઇસ અને તમારા WhatsApp એકાઉન્ટને સલામત અને સુરક્ષિત રાખવા માટે જવાબદાર છો અને તમારે તમારા એકાઉન્ટ અથવા અમારી સેવાઓનો કોઈપણ અનઅધિકૃત ઉપયોગ અથવા સુરક્ષા ભંગ અંગે અમને તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે.
અમારી સેવાઓ તમને તૃતીય-પક્ષની વેબસાઇટ, ઍપ્લિકેશનો, કન્ટેન્ટ, અન્ય પ્રોડક્ટ અને સેવાઓ તથા Facebook કંપનીની પ્રોડક્ટ સુધી પહોંચવાની, તેનો ઉપયોગ કરવાની કે તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની મંજૂરી આપી શકે. દાખલા તરીકે, તમે તૃતીય-પક્ષની ડેટા બેકઅપ નકલ માટેની સેવાઓ (જેમ કે iCloud અથવા Google ડ્રાઇવ)નો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો કે જે અમારી સેવાઓ સાથે એકીકૃત છે અથવા તૃતીય-પક્ષની વેબસાઇટ પર શેર બટન સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે જે તમને તમારા WhatsApp સંપર્કોને માહિતી મોકલવાની મંજૂરી આપે છે. કૃપા કરીને નોંધો કે આ શરતો અને પ્રાઇવસી પોલિસી માત્ર અમારી સેવાઓના ઉપયોગ માટે લાગુ પડે છે. જ્યારે તમે તૃતીય-પક્ષની પ્રોડક્ટ અથવા સેવાઓ અથવા બીજી Facebook કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે તેમની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી તે પ્રોડક્ટ અથવા સેવાઓના તમારા ઉપયોગને નિયંત્રિત કરશે.
તમારા અધિકારો. તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે અથવા અમારી સેવાઓ દ્વારા જમા કરો છો તે માહિતીની માલિકીનો દાવો WhatsApp કરતું નથી. તમને એવી માહિતીના આવશ્યક અધિકાર હોવા જોઈએ જે તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે અથવા અમારી સેવાઓ મારફતે જમા કરો છો અને અમારી શરતોમાં અધિકાર અને લાઇસન્સ આપવાનો અધિકાર છે.
WhatsAppના અધિકારો. અમે અમારી સેવાઓ સાથે સંકળાયેલા તમામ કોપિરાઇટ, ટ્રેડમાર્ક, ડોમેન, લોગો, પ્રોડક્ટનો દેખાવ, વેપારના રહસ્યો, પેટન્ટ અને અન્ય બૌદ્ધિક સંપદાના અધિકારોની માલિકી ધરાવીએ છીએ. તમે અમારા કોપિરાઇટ, ટ્રેડમાર્ક (અન્ય સમાન માર્ક), ડોમેન, લોગો, પ્રોડક્ટનો દેખાવ, વેપારના રહસ્યો, પેટન્ટ અને અન્ય બૌદ્ધિક સંપદાના અધિકારોનો ઉપયોગ ન કરી શકો, સિવાય કે તમારી પાસે અમારી સ્પષ્ટ પરવાનગી હોય અને સિવાય કે અમારી બ્રાન્ડ માર્ગદર્શિકા અનુસાર હોય. તમે અમારી સંબંધિત કંપનીઓના ટ્રેડમાર્કનો ઉપયોગ માત્ર તેમની પરવાનગી સાથે કરી શકો છો, કોઈપણ પ્રકાશિત બ્રાન્ડ માર્ગદર્શિકાની અધિકૃત સહિત.
WhatsApp માટે તમારું લાઇસન્સ. અમારી સેવાઓને કાર્યરત રાખવા અને પૂરી પાડવા માટે, WhatsAppને તમે અમારી સેવાઓ પર કે તેની મારફતે અપલોડ, જમા, સ્ટોર, મોકલો કે પ્રાપ્ત કરો છો તેવી માહિતી (કન્ટેન્ટ સહિત) નો ઉપયોગ, ફરીથી બતાવવા માટે, વિતરિત કરવા, તેના સંકલિત કાર્યો બનાવવા, ડિસ્પ્લે કરવા અને તેને પ્રદર્શિત કરવા માટે વૈશ્વિક, બિન-વિશિષ્ટ, રોયલ્ટી-મુક્ત, પેટા લાઇસન્સ યોગ્ય અને ટ્રાન્સફરને પાત્ર લાઇસન્સ આપો છો. આ લાઇસન્સમાં તમને આપવામાં આવેલા અધિકારો અમારી સેવાઓનું સંચાલન અને પ્રદાન કરવાના મર્યાદિત હેતુ માટે છે (જેમ કે અમને તમારું પ્રોફાઇલ પિક્ચર અને સ્ટેટસ મેસેજ પ્રદર્શિત કરવા, તમારા મેસેજ પ્રસારિત કરવા અને અમારા સર્વર પર તમારા ન પહોંચી શકેલા મેસેજને 30 દિવસ સુધી સ્ટોર કરવા કેમ કે અમે તેમને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ).
તમારા માટે WhatsAppનું લાઇસન્સ. અમે તમને અમારી સેવાઓને આધીન અને અમારી શરતો અનુસાર અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એક માર્યાદિત, રદ કરવાપાત્ર, બિન-વિશિષ્ટ, પેટા લાઇસન્સ અને ટ્રાન્સફર ન કરી શકાય તેવું લાઇસન્સ આપીએ છીએ. આ લાઇસન્સ તમને અમારી શરતો થકી મંજૂર કરેલી રીતે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે સક્ષમ કરવાના એકમાત્ર હેતુ માટે છે. તમને કોઈપણ લાઇસન્સ કે અધિકારો સંડોવણી દ્વારા કે અન્યથા આપવામાં આવતા નથી, સિવાય કે સ્પષ્ટ રીતે તમને લાઇસન્સ અને અધિકારો આપવામાં આવ્યા હોય.
તૃતીય-પક્ષના કોપિરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘનના દાવાની જાણ કરવા માટે, કૃપા કરીને અમારી બૌદ્ધિક સંપદા પોલિસી જુઓ. જો તમે સ્પષ્ટ રીતે, ગંભીરતાથી અથવા વારંવાર અન્યના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરો અથવા કાનૂની કારણોસર અમારે આવું કરવું આવશ્યક હોય તો અમે તમારા એકાઉન્ટ પર પગલાં લઈ શકીએ, જેમ કે તેને બંધ કે સસ્પેન્ડ કરવું. તમારા એકાઉન્ટને બંધ કરવું અથવા સસ્પેન્ડ કરવું એ નીચે આપેલા "સમાપ્તિ" વિભાગ અનુસાર હશે.
તમે અમારી સેવાઓનો ઉપયોગ તમારા જોખમે અને નીચેના અસ્વીકરણોને આધીન રહીને કરો છો. અમે કોઈ પણ નિશ્ચિત અથવા ગર્ભિત બાંયધરી વિના "જેમ છે તેમ" ધોરણે અમારી સેવાઓ પ્રદાન કરી રહ્યા છીએ, જેમાં વેપારી ક્ષમતાની વોરંટી, ખાસ હેતુ માટે યોગ્યતા, શીર્ષક, બિન-ઉલ્લંઘન અને કમ્પ્યુટર વાયરસ અથવા અન્ય હાનિકારક કોડથી મુક્તિ સામેલ છે પણ તેના સુધી મર્યાદિત નથી. અમે બાંયધરી આપતા નથી કે અમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલી કોઈપણ માહિતી, સચોટ, સંપૂર્ણ અથવા ઉપયોગી છે, અમારી સેવાઓ કાર્યરત રહેશે, ભૂલ રહિત, સુરક્ષિત અથવા સલામત હશે અથવા અમારી સેવાઓ વિક્ષેપો, વિલંબ અથવા અપૂર્ણતા વિના કાર્ય કરશે. અમારા વપરાશકર્તાઓ અમારી સેવાઓ અથવા અમારી સેવાઓ પૂરી પાડે છે તે સુવિધાઓ, સેવાઓ અને ઇંટરફેસનો ઉપયોગ કેવી રીતે કરે છે તે નિયંત્રિત કરવા માટે અમે જવાબદાર નથી અને અમે તેને નિયંત્રિત કરતા નથી. અમે અમારા વપરાશકર્તાઓ અથવા અન્ય તૃતીય-પક્ષોની ક્રિયાઓ અથવા માહિતી (કન્ટેન્ટ સહિત)ને નિયંત્રિત કરવા માટે જવાબદાર અને બાધ્ય નથી. તમે અમારી સહાયક, સંબંધિત કંપનીઓ અને અમારા અને તેમના ડિરેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ, ભાગીદારો અને એજન્ટ (એક સાથે, "WhatsApp પક્ષો")ને કોઈપણ દાવો, ફરિયાદ, કાર્યવાહીના કારણ, વિવાદ અથવા ક્ષતિઓ (એક સાથે "દાવા"), કોઈપણ તૃતીય-પક્ષો સામે જાણે-અજાણ્યે, તેનાથી સંબંધિત, તેમાંથી ઊભા થયેલા કે કોઈપણ રીતે તેનાથી સંબંધિત દાવાઓમાંથી મુક્ત કરીએ છીએ. જો તમારા નિવાસી દેશ કે પ્રદેશના કાયદા તમારા દ્વારા અમારી સેવાઓના ઉપયોગને લીધે લાગુ થતા હોય અને તેની મંજૂરી ન હોય, તો WhatsApp પક્ષોના સંબંધમાં તમારા અધિકારોમાં અગાઉથી ચાલી રહેલા અસ્વીકરણો વડે કોઈ સુધારો કરવામાં આવતો નથી.
WhatsApp માત્ર નીચે જણાવેલી મર્યાદા સુધી જવાબદાર છે:
જીવન, શરીર કે સ્વાસ્થ્યને ઈજા થવાને કારણે, જાણી જોઈને કરેલા કાર્યોના કિસ્સામાં; સંપૂર્ણ બેદરકારીના કિસ્સામાં થતા નુકસાન માટેની કાનૂની જોગવાઈઓ અનુસાર પ્રોડક્ટ જવાબદારી નિર્દેશનની અનુસાર WhatsApp અમર્યાદિત રીતે જવાબદાર છે.
WhatsApp તમને સેવાઓ પ્રદાન કરવામાં વ્યાવસાયિક ઉદ્યમશીલતાાનો ઉપયોગ કરશે. અમે વ્યાવસાયિક ઉદ્યમશીલત સાથે કાર્ય કર્યું છે પણ શરત એ છે કે, આ શરતોના ઉલ્લંઘનથી અથવા અન્યથા અમારા કૃત્યો દ્વારા; આ શરતોમાં પ્રવેશ કરતી વખતે તમારા અને અમારા દ્વારા વ્યાજબી રીતે જોઈ શકાય તેવું નુકશાન અને અમારા વાજબી નિયંત્રણથી બહારની ઘટનાઓને લીધે થતાં નુકસાન માટે WhatsApp જવાબદારી સ્વીકારતું નથી.
જો તમે ઉપભોક્તા છો અને યુરોપિયન ક્ષેત્રમાંના દેશ અથવા પ્રદેશમાં સ્થાયી રીતે રહો છો, તો તમારા દેશ અથવા પ્રદેશના કાયદાઓ અમારી સામેના કોઈપણ દાવાને લાગુ પડશે જે આ શરતો અથવા અમારી સેવાઓમાંથી ઉદભવે છે અથવા તેનાથી સંબંધિત છે અને તમે તમારા દાવાનું તમારા દેશ અથવા પ્રદેશની કોઈપણ સક્ષમ અદાલતમાં સમાધાન કરી શકો છો કે જે દાવા પર અધિકારક્ષેત્ર ધરાવે છે. અન્ય તમામ કેસોમાં, તમે સંમત થાઓ છો કે દાવા વિશે અધિકારક્ષેત્ર ધરાવતી આયર્લેન્ડની એક અસરકારક અદાલતમાં દાવાનું સમાધાન લાવવું આવશ્યક છે અને કાયદાની જોગવાઈઓના વિરોધાભાસને ધ્યાનમાં લીધા વિના આયર્લેન્ડના કાયદા આ શરતો અને કોઈપણ દાવાને નિયંત્રિત કરશે.
અમારી સેવાઓની ઉપલબ્ધતા. અમે હંમેશાં અમારી સેવાઓને બહેતર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો અર્થ એ છે કે અમે અમારી સેવાઓ, સુવિધાઓ, કાર્યક્ષમતા અને કેટલાક ડિવાઇસ અને પ્લેટફોર્મના સપોર્ટને વિસ્તૃત, ઉમેરી અથવા દૂર કરી શકીએ છીએ. જાળવણી, સમારકામ, અપગ્રેડ અથવા નેટવર્ક કે સાધનસામગ્રીની નિષ્ફળતા સહિતના કારણોસર અમારી સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે. અમે 30 દિવસના નોટિસ સમયગાળા પછી કોઈપણ સમયે અમુક સેવાઓ બંધ કરી શકીએ છીએ, જેમાં અમુક ડિવાઇસ અને પ્લેટફોર્મ માટે અમુક સુવિધાઓ અને સપોર્ટનો સમાવેશ થાય છે, તાત્કાલિક પરિસ્થિતિઓમાં દુરૂપયોગ અટકાવવા, કાનૂની આવશ્યકતાઓનો જવાબ આપવા અથવા સુરક્ષા અને સંચાલનને લગતા મુદ્દાઓને સંબોધવા માટે કોઈ નોટિસની આવશ્યકતા નથી. અમારા નિયંત્રણની બહારની ઘટનાઓ અમારી સેવાઓ પર અસર કરી શકે છે, જેમ કે કુદરતી અને અનપેક્ષિત ઘટનાઓ.
સમાપ્તિ. તેમ છતાં અમને આશા છે કે તમે WhatsAppના વપરાશકર્તા બન્યા રહેશો, તમે કોઈપણ કારણોસર ગમે ત્યારે તમારું એકાઉન્ટ ડિલીટ કરીને WhatsApp સાથેના તમારા સંબંધોને સમાપ્ત કરી શકો છો. આવું કરવાની રીત વિશેના સૂચનો માટે, કૃપા કરીને અમારા મદદ કેન્દ્રમાં Android, iPhone કે KaiOSના લેખ જુઓ.
આ કારણોસર સમાપ્તિના અમારા અધિકાર પર કોઈ અસર પડતી નથી. જો એક પક્ષ કાયદાઓ, તૃતીય-પક્ષના અધિકારોનું ઉલ્લંઘન કરે છે અથવા તો આ શરતોનું ઉલ્લંઘન કરે છે અને સમાપ્ત કરનાર પક્ષ સંમત સમાપ્તિ તારીખ સુધી અથવા નોટિસની અવધિની સમાપ્તિ સુધી કરાર સંબંધો ચાલુ રાખવાની અપેક્ષા રાખી શકતો નથી, વ્યક્તિગત કેસના તમામ સંજોગોને ધ્યાનમાં લેતા અને બંને પક્ષકારોના હિતોને ધ્યાનમાં લીધા પછી, સારો હેતુ અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવશે. અન્ય પક્ષને ઉલ્લંઘનની જાણ થાય ત્યાર પછી યોગ્ય કારણ માટે સમાપ્તિ માત્ર વાજબી સમયગાળામાં જ સંભવ છે.
જો આ શરતોની જવાબદારીનું ઉલ્લંઘન કોઈ મહત્વપૂર્ણ કારણથી થયું હોય, તો આપેલા ઉકેલના સમયગાળાની અસફળ સમાપ્તિ પછી અથવા અસફળ ચેતવણી પછી જ સમાપ્તિની મંજૂરી મળે છે. જો કે, જો ઉલ્લંઘનકર્તા પક્ષ ગંભીર રીતે અને છેવટે ઉલ્લંઘનની જવાબદારીઓ નકારી દે છે અથવા બંને પક્ષોના હિતોને ધ્યાનમાં રાખતા, વિશેષ સંજોગો તાત્કાલિક સમાપ્તીને યોગ્ય ઠેરવે છે, તો આ લાગુ પડતું નથી.
આ "સમાપ્તિ" વિભાગ અનુસાર, અમે છેતરપિંડી સહિત, શંકાસ્પદ અથવા ગેરકાયદેસર વર્તન માટે કોઈપણ સમયે અમારી સેવાઓનો વપરાશ અથવા ઉપયોગમાં બદલાવ, નિલંબિત અથવા સમાપ્ત કરી શકીએ છીએ અથવા જો અમે વ્યાજબીપણે માનીએ છીએ કે તમે અમારી શરતોનું ઉલ્લંઘન કરો છો અથવા અમારા માટે, અમારા વપરાશકર્તાઓ અથવા અન્ય લોકો માટે નુકસાન, જોખમ અથવા શક્ય કાનૂની નિરાચ્છાદન કરો છો. જો તમારું એકાઉન્ટ નોંધણી પછી એક્ટિવ ન થાય અથવા જો તે લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે, તો અમે તમારું એકાઉન્ટ બંધ અથવા ડિલીટ કરી શકીએ છીએ. જો તમે તમારા એકાઉન્ટને ડિલીટ કરો છો અથવા અમે ડિલીટ અથવા બંધ કરીએ છીએ, તો આ શરતો તમારા અને અમારા વચ્ચેના કરાર તરીકે સમાપ્ત થશે, પરંતુ નીચેની જોગવાઈઓ WhatsApp સાથેના તમારા સંબંધોને સમાપ્ત કરવામાં અસ્તિત્વમાં રહેશે: "લાઇસન્સ," "અસ્વીકરણ અને રિલીઝ," "જવાબદારીની મર્યાદા," "વિવાદનું સમાધાન," "અમારી સેવાઓની ઉપલબ્ધતા અને સમાપ્તિ, "અને" અન્ય". જો તમને લાગે છે કે તમારા એકાઉન્ટની સમાપ્તિ અથવા સસ્પેન્શન ભૂલથી થયું હતું, તો કૃપા કરીને support@support.whatsapp.com પર અમારો સંપર્ક કરો.
કેટલીક અન્ય ભાષાઓમાં અમારી શરતો વાંચવાની પરવાનગી માટે, તમારા WhatsApp સત્ર માટેની ભાષાનાં સેટિંગ બદલો. જો તમે પસંદ કરેલી ભાષામાં અમારી શરતો ઉપલબ્ધ ન હોય, તો અમે અંગ્રેજી વર્ઝન પર જ ડિફૉલ્ટ રહીશું.
કૃપા કરીને નીચે આપેલા ડોક્યુમેન્ટની સમીક્ષા કરો, જે અમારી સેવાઓના તમારા ઉપયોગ વિશે વધારાની માહિતી પ્રદાન કરે છે:
WhatsAppની પ્રાઇવસી પોલિસી
WhatsAppની બૌદ્ધિક સંપદા પોલિસી
WhatsAppની બ્રાન્ડ માર્ગદર્શિકા