છેલ્લે ફેરફાર કરાયેલું: 04 જાન્યુઆરી, 2021 (આર્કાઇવ કરેલા વર્ઝન)
જો તમે યુરોપિયન ક્ષેત્રમાં રહો છો, તો WhatsApp Ireland Limited આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને આ સેવાઓ પ્રદાન કરે છે.
જો તમે યુરોપિયન ક્ષેત્રની બહાર રહો છો, તો WhatsApp LLC ("WhatsApp," "અમારું," "અમે" અથવા "અમને") આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને આ સેવાઓ પ્રદાન કરે છે.
અમારી પ્રાઇવસી પોલિસી ("પ્રાઇવસી પોલિસી") અમારી સેવાઓ પ્રદાન કરવા માટે અમે પ્રક્રિયા કરીએ છીએ તે માહિતી સહિત, અમારી ડેટા પર કાર્ય કરવાની રીતને સમજાવવામાં મદદ કરે છે.
ઉદાહરણ તરીકે, અમારી પ્રાઇવસી પોલિસી અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ અને તેની તમારા પર શી અસર થાય છે તેનું વર્ણન કરે છે. તે તમારી પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માટે અમે કયા પગલાં લઈએ છીએ એ પણ સમજાવે છે, જેમ કે અમારી સેવાઓને બહેતર રીતે વિકસાવવી જેથી પહોંચી ગયેલાં મેસેજ અમારા દ્વારા સ્ટોર કરવામાં ન આવે અને અમારી સેવા પર તમે કોની સાથે વાતચીત કરો છો તેના પર તમને નિયંત્રણ આપવું.
અમે Facebook કંપનીનો ભાગ છીએ. કંપનીઓના આ પરિવાર સાથે માહિતી શેર કરવાની અમારી રીત વિશે તમે આ પ્રાઇવસી પોલિસીમાં નીચે વધુ જાણી શકો છો.
આ પ્રાઇવસી પોલિસી અમારી બધી સેવાઓ પર લાગુ થાય છે, સિવાય કે કોઈ બીજા અર્થમાં સ્પષ્ટ ન કરી હોય.
કૃપા કરીને WhatsAppની સેવાની શરતો ("શરતો") પણ વાંચો, જેમાં અમારા દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓ અને તમારા દ્વારા કરવામાં આવતા તેના ઉપયોગ વિશેની શરતોનું વર્ણન કરવામાં આવે છે.
WhatsApp માટે અમારી સેવાઓનું સંચાલન કરવા, તેને પ્રદાન કરવા, બહેતર બનાવવા, સમજવા, કસ્ટમાઇઝ કરવા, સપોર્ટ આપવા અને તેનું માર્કેટિંગ કરવા માટે જ્યારે તમે અમારી સેવાઓ ઇન્સટોલ કરો, તેમાં પ્રવેશ કરો અથવા તેનો ઉપયોગ કરો તે સહિતની અમુક માહિતી પ્રાપ્ત કરવી અથવા એકત્રિત કરવી આવશ્યક હોય છે.
અમે ક્યા પ્રકારની માહિતી પ્રાપ્ત કરીએ છીએ અને એકત્રિત કરીએ છીએ તેનો આધાર તમે કેવી રીતે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો તેના પર રહેલો છે. અમારી સેવાઓ પહોંચાડવા માટે અમને અમુક નિશ્ચિત માહિતીની જરૂર પડે છે અને તેના વગર અમે તમને અમારી સેવાઓ પ્રદાન કરી શકીશું નહિ. ઉદાહરણ તરીકે, અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ બનાવવા તમારે તમારો મોબાઈલ ફોન નંબર આપવો આવશ્યક છે.
અમારી સેવાઓમાં વૈકલ્પિક સુવિધાઓ હોય છે અને જો તમે તેનો ઉપયોગ કરો, તો અમારે તે સુવિધાઓ પૂરી પાડવા માટે વધારાની માહિતી એકત્રિત કરવાની જરૂર પડે છે. યોગ્ય લાગે, તો તમને આ પ્રકારની માહિતી એકત્રિત કરવા વિશે સૂચિત કરવામાં આવશે. જો તમે કોઈ સુવિધાનો ઉપયોગ કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડવાનું નાપસંદ કરો છો, તો તમે તે સુવિધાનો ઉપયોગ કરી શકશો નહિ. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ડિવાઇસમાંથી તમારા લોકેશનનો ડેટા એકત્રિત કરવાની પરવાનગી નથી આપતા, તો તમે તમારા સંપર્કો સાથે તમારું લોકેશન શેર કરી શકતા નથી. Android અને iOS ડિવાઇસ પર તમારા સેટિંગ મેનુમાંથી પરવાનગીઓનું સંચાલન કરી શકાય છે.
તમારા એકાઉન્ટની માહિતી. WhatsApp એકાઉન્ટ બનાવવા માટે તમારે તમારો મોબાઈલ ફોન નંબર અને મૂળભૂત માહિતી (તમારી પસંદગીના પ્રોફાઇલ નામ સહિત) પ્રદાન કરવી આવશ્યક છે. જો તમે અમને આ માહિતી પ્રદાન નથી કરતા, તો તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ બનાવી શકશો નહિ. તમે તમારા એકાઉન્ટમાં પ્રોફાઇલ પિક્ચર અને "વ્યક્તિ વિશે" અન્ય માહિતી ઉમેરી શકો છો.
તમારા મેસેજ. તમને અમારી સેવાઓ પ્રદાન કરતી વખતે અમે સામાન્ય રીતે તમારા મેસેજ અમારી પાસે રાખી મૂકતા નથી. તેના બદલે, તમારા મેસેજ તમારા ડિવાઇસ પર સંગ્રહ થાય છે અને સામાન્ય રીતે અમારા સર્વર પર સંગ્રહ થતા નથી. એક વાર તમારા મેસેજ પહોંચાડી દેવામાં આવે, પછી તે અમારા સર્વર પરથી ડિલીટ થઈ જાય છે. નીચે જણાવેલી પરિસ્થિતિઓ એવા સંજોગો વર્ણવે છે કે જેમાં તમારા મેસેજ પહોંચાડવા માટે અમે તેને સંગ્રહ કરી શકીએ:
નહિ પહોંચેલા મેસેજ. જો કોઈ મેસેજ તાત્કાલિક પહોંચાડી શકાયો નહિ (ઉદાહરણ તરીકે, જો મેસેજ મેળવનાર ઓફલાઇન હોય), તો અમે તેને પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોવાથી તેને કોડમાં ફેરવીને 30 દિવસ સુધી અમારા સર્વર પર રાખીએ છીએ. જો 30 દિવસ પછી પણ મેસેજ પહોંચાડી શકાય નહિ, તો અમે તેને ડિલીટ કરી દઈએ છીએ.
મીડિયા ફોરવર્ડ કરવું. જ્યારે કોઈ વપરાશકર્તા મેસેજમાં મીડિયા ફોરવર્ડ કરે છે, ત્યારે અમે વધારાના ફોરવર્ડને વધુ કુશળતાપૂર્વક પહોંચાડવામાં સહાય કરવા માટે તે મીડિયાને હંગામી રૂપે કોડમાં ફેરવીને અમારા સર્વર પર સ્ટોર કરીએ છીએ.
અમે અમારી સેવાઓમાં શરુથી અંત સુધીની સુરક્ષા ઓફર કરીએ છીએ. શરુથી અંત સુધીની સુરક્ષાનો અર્થ થાય છે કે અમે કે તૃતીય પક્ષો તમારો મેસેજ વાંચી ન લે તેનાથી સુરક્ષિત કરવા તેને કોડમાં ફેરવવામાં આવે છે. શરુથી અંત સુધીની સુરક્ષા અને બિઝનેસની WhatsApp પર તમારી સાથે વાતચીત કરવાની રીત વિશે વધુ જાણો.
તમારા કનેક્શન. જો લાગુ થતા કાયદાની પરવાનગી હોય, તો તમે સંપર્ક અપલોડ કરો સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને અમારી સેવાઓનો ઉપયોગ કરનારા લોકો તથા તમારા અન્ય સંપર્કો સહિત તમારી સરનામાની બુકમાંના સંપર્કો ફોન નંબર સહિત નિયમિત રીતે અમને પ્રદાન કરી શકો છો. જો તમારા સંપર્કોમાંથી કોઈપણ અમારી સેવાઓનો ઉપયોગ હજી ન કરતા હોય, તો અમે આ માહિતીનું એવી રીતે સંચાલન કરીશું કે એ વાતની ખાતરી થાય કે તે સંપર્કોની અમને ઓળખ ન થઈ શકે. સંપર્કો અપલોડ કરવાની અમારી સુવિધા વિશે અહીં વધુ જાણો. તમે ગ્રૂપ અને બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકો છો, તેમાં જોડાઈ શકો છો અથવા તેમાં ઉમેરાઈ શકો છો તથા આવા ગ્રૂપ અને લિસ્ટ તમારા એકાઉન્ટની માહિતી સાથે સંકળાઈ શકે છે. તમે તમારા ગ્રૂપને નામ આપો છો. તમે ગ્રૂપનું પ્રોફાઇલ પિક્ચર અથવા તેનું વર્ણન પ્રદાન કરી શકો છો.
સ્ટેટસ વિશેની માહિતી. જો તમે તમારા એકાઉન્ટમાં સ્ટેટસ સામેલ કરવાનું પસંદ કરો, તો અમને તમારું સ્ટેટસ પ્રદાન કરી શકો છો. Android, iPhone અથવા KaiOS પર સ્ટેટસ કેવી રીતે વાપરવું તે શીખો.
વ્યવહાર અને પેમેન્ટનો ડેટા. જો તમે અમારી પેમેન્ટ સેવાઓનો અથવા ખરીદી કરવા માટે બનાવેલી અમારી સેવાઓનો ઉપયોગ કરો છો અથવા અન્ય નાણાકીય વ્યવહાર કરો છો, તો અમે પેમેન્ટ એકાઉન્ટ અને વ્યવહાર વિશેની માહિતી સહિતની તમારા વિશેની વધારાની માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ. પેમેન્ટ એકાઉન્ટ અને વ્યવહાર વિશેની માહિતીમાં વ્યવહાર પૂર્ણ કરવા માટે જરૂરી માહિતી (ઉદાહરણ તરીકે, તમારી પેમેન્ટની રીત, શિપિંગની વિગતો અને વ્યવહારની રકમ)નો સમાવેશ થાય છે. જો તમે તમારા દેશ અથવા પ્રદેશમાં ઉપલબ્ધ અમારી પેમેન્ટ સેવાઓનો ઉપયોગ કરો છો, તો લાગુ પડતી પેમેન્ટ પ્રાઇવસી પોલિસીમાં અમારી પ્રાઇવસી સંબંધિત રીતોનું વર્ણન આપેલું છે.
ગ્રાહક માટે મદદ અને અન્ય વાતચીત. જ્યારે તમે ગ્રાહક માટે મદદ અથવા અન્યથા અમારી સાથે વાતચીત કરવા માટે અમારો સંપર્ક કરો છો, ત્યારે તમે તમારા મેસેજની કોપિ, મદદરૂપ લાગતી કોઈ અન્ય માહિતી અને તમારો સંપર્ક કરવાની રીત (દા.ત., ઇમેઇલ એડ્રેસ) સહિત અમારી સેવાઓના તમારા ઉપયોગ સંબંધિત માહિતી અમને પ્રદાન કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે અમને અમારી ઍપના કાર્યપ્રદર્શન અથવા અન્ય સમસ્યાઓથી સંબંધિત માહિતી સાથે અમને ઇમેઇલ મોકલી શકો છો.
વપરાશ અને લોગની માહિતી. અમે અમારી સેવાઓ પરની તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે સેવા સંબંધિત, નિદાન અને કાર્યપ્રદર્શનની માહિતી. આમાં તમારી પ્રવૃત્તિ (અમારી સેવાઓનો ઉપયોગ કરવાની તમારી રીત, તમારી સેવાઓના સેટિંગ, અમારી સેવાઓનો ઉપયોગ કરીને અન્ય લોકો સાથે વાતચીત કરવાની તમારી રીત (તમે કોઈ બિઝનેસ સાથે વાતચીત કરો તે સહિત) અને તમારી પ્રવૃત્તિઓ અને વાતચીતમાં તમારો સમય, આવૃત્તિ અને સમયગાળા સહિત), લોગ ફાઇલો અને નિદાન સંબંધિત, ક્રૅશ, વેબસાઇટ અને કાર્યપ્રદર્શનના લોગ તથા રિપોર્ટ વિશેની માહિતીનો સમાવેશ થાય છે. આમાં તમે ક્યારે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે રજિસ્ટર થયા; અમારી મેસેજિંગ, કૉલિંગ, સ્ટેટસ, ગ્રૂપ (ગ્રૂપનું નામ, ગ્રૂપનો ફોટો, ગ્રૂપનું વર્ણન સહિત) જેવી અમારી સુવિધાઓ જે તમે વાપરો છો, પેમેન્ટ અથવા બિઝનેસની સુવિધાઓ; પ્રોફાઇલ ફોટો, “વ્યક્તિ વિશે” માહિતી; તમે ઓનલાઇન છો કે નહિ; તમે છેલ્લે ક્યારે અમારી સેવાઓનો ઉપયોગ કર્યો હતો (તમારું “છેલ્લે જોયું”) અને છેલ્લે તમે ક્યારે તમારી “વ્યક્તિ વિશે” માહિતી અપડેટ કરી હતી તે વિશેની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવે છે.
ડિવાઇસ અને કનેક્શનની માહિતી. જ્યારે તમે અમારી સેવાઓ ઇન્સ્ટોલ કરો, તેમાં પ્રવેશ કરો અથવા તેનો ઉપયોગ કરો ત્યારે અમે ડિવાઇસ અને કનેક્શનને લગતી માહિતી એકત્રિત કરીએ છીએ. આમાં હાર્ડવેર મોડલ, ઓપરેટિંગ સિસ્ટમની માહિતી, બેટરી લેવલ, સિગ્નલની ક્ષમતા, ઍપનું વર્ઝન, બ્રાઉઝરની માહિતી, મોબાઇલ નેટવર્ક કનેક્શનની માહિતી (ફોન નંબર, મોબાઇલ ઓપરેટર કે ISP સહિત), ભાષા અને સમય ઝોન, IP એડ્રેસ, ડિવાઇસના કાર્યો અને ઓળખકર્તા (એ જ ડિવાઇસ કે એકાઉન્ટ સાથે સંબંધિત Facebook કંપનીની પ્રોડક્ટ સાથે સંકળાયેલા વિશેષ ઓળખકર્તા સહિત)ની માહિતીનો સમાવેશ થાય છે.
લોકેશનની માહિતી. જ્યારે તમે તમારા સંપર્કો સાથે તમારું લોકેશન શેર કરવાનું નક્કી કરો અથવા નજીકના લોકેશન કે અન્ય લોકોએ તમારી સાથે શેર કરેલા લોકેશનને જોવું, આ પ્રકારની અમારી લોકેશન સંબંધિત સુવિધાઓનો જ્યારે તમે ઉપયોગ કરવાનું નક્કી કરો છો, ત્યારે અમે તમારી પરવાનગી સાથે તમારા ડિવાઇસમાંથી લોકેશનની સચોટ માહિતી એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ. લોકેશન સંબંધિત માહિતી સાથે સંકળાયેલા કેટલાંક ચોક્કસ સેટિંગ છે જેને તમે તમારા ડિવાઇસના સેટિંગ કે ઍપમાંના સેટિંગમાં જોઈ શકો છો, જેમ કે લોકેશન શેર કરવું. જો તમે અમારી લોકેશન સંબંધિત સુવિધાઓનો ઉપયોગ નથી કરતા, તો પણ અમે તમારા સામાન્ય લોકેશન (દા.ત.,શહેર અને દેશ)નો અંદાજ કાઢવા માટે IP એડ્રેસ અને ફોન નંબરનો વિસ્તાર કોડ જેવી અન્ય માહિતીનો ઉપયોગ કરીએ છીએ. અમે નિદાન અને સમસ્યા નિવારણના હેતુ માટે પણ તમારા લોકેશનની માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
કુકી. જે વેબ આધારિત હોય, તમારા અનુભવને બહેતર બનાવતી હોય, અમારી સેવાઓના થતા ઉપયોગને સમજતી હોય અને જેમને કસ્ટમાઇઝ કરી શકાય તેવી અમારી સેવાઓને પ્રદાન કરવા સહિતની અમારી સેવાઓનું સંચાલન અને પ્રદાન કરવા માટે અમે કુકીનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે વેબ અને ડેસ્કટોપ તથા અન્ય વેબ આધારિત સેવાઓને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે કુકીનો ઉપયોગ કરીએ છીએ. અમારા મદદ કેન્દ્રના કયા લેખ સૌથી વધુ લોકપ્રિય છે તે સમજવા માટે અને અમારી સેવાઓથી સંબંધિત એકદમ તાજેતરનું કન્ટેન્ટ બતાવવા માટે પણ અમે કુકીનો ઉપયોગ કરી શકીએ. વધુમાં, અમે તમારી ભાષાની પસંદગીઓ, જેવી તમારી પસંદગીઓને યાદ રાખવા માટે, સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા અને અન્યથા તમારા માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા માટે કુકીનો ઉપયોગ કરી શકીએ છીએ. તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે કુકીનો ઉપયોગ કરવાની અમારી રીતે વિશે વધુ જાણો.
અન્ય લોકો તમારા વિશે પ્રદાન કરે છે તે માહિતી. અમે અન્ય વપરાશકર્તાઓ તરફથી તમારા વિશેની માહિતી પ્રાપ્ત કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ઓળખતા હો તેવા અન્ય વપરાશકર્તાઓ અમારી સેવાઓનો ઉપયોગ કરે, ત્યારે તેઓ તમારો ફોન નંબર, નામ અને અન્ય માહિતી (જેમ કે તેમની મોબાઇલ સરનામા બુકમાંની માહિતી) પ્રદાન કરી શકે, એવી જ રીતે જેમ તમે તેમની માહિતી પ્રદાન કરી શકો. તેઓ તમને મેસેજ મોકલી શકે, તમે જે ગ્રૂપમાં હો તેને મેસેજ મોકલી શકે કે તમને કૉલ પણ કરી શકે. અમને કોઈપણ માહિતી પ્રદાન કરતાં પહેલાં આ દરેક વપરાશકર્તાઓ પાસે તમારી માહિતીને કાયદેસર રીતે એકત્રિત કરવાનો, તેનો ઉપયોગ કરવાનો અને તેને શેર કરવાનો અધિકાર હોય એ અમારા માટે જરૂરી છે.
તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સામાન્ય રીતે કોઈપણ વપરાશકર્તા તમારી ચેટ કે મેસેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરી શકે છે અથવા તેમની સાથેના તમારા કૉલને રેકોર્ડ કરી શકે છે અને તેને WhatsApp કે અન્ય કોઈને મોકલી શકે છે અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકે છે.
વપરાશકર્તા દ્વારા જાણ કરવી. જે રીતે તમે અન્ય વપરાશકર્તાઓની જાણ કરી શકો છો, અન્ય વપરાશકર્તાઓ કે તૃતીય પક્ષ પણ અમારી સેવાઓ પર તેમની સાથેની કે અન્ય લોકો સાથેની તમારી વાતચીતો અને મેસેજની જાણ કરવાનું પસંદ કરી શકે છે; ઉદાહરણ તરીકે, અમારી સેવાઓ કે પોલિસીના શક્યત: ઉલ્લંઘનની જાણ કરવી. જ્યારે જાણ કરવામાં આવે છે, અમે જાણ કરનાર વપરાશકર્તા અને જેની જાણ કરવામાં આવી હોય તે વપરાશકર્તા એમ બન્નેની માહિતી એકત્રિત કરીએ છીએ. જ્યારે કોઈ વપરાશકર્તાની જાણ કરવામાં આવે છે ત્યારે શું થાય છે તે વિશે વધારે જાણવા માટે, કૃપા કરીને એડવાન્સ સલામતી અને સુરક્ષાની સુવિધાઓ જુઓ.
WhatsApp પર બિઝનેસ. અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે જે બિઝનેસ સાથે વાતચીત કરો છો, તેઓ તમારી સાથેની તેમની વાતચીતોની માહિતી અમને પ્રદાન કરી શકે છે. અમારી માટે જરૂરી છે કે આ બિઝનેસમાંથી દરેક અમને માહિતી પ્રદાન કરતી વખતે લાગુ પડતા કાયદાનું પાલન કરતા હોય.
જ્યારે તમે WhatsApp પર કોઈ બિઝનેસને મેસેજ કરો, મહત્ત્વનું છે કે તમે ધ્યાનમાં રાખો કે તમે જે કન્ટેન્ટ શેર કરો છો તે બિઝનેસના અનેક લોકોને દેખાઈ શકે છે. વધુમાં, કેટલાક બિઝનેસ તેમના ગ્રાહકો સાથેની તેમની વાતચીતને સંચાલિત કરવામાં મદદ મળી રહે તે માટે તૃતીય પક્ષના સેવા પ્રદાતાઓ (જેમાં Facebook સામેલ હોઈ શકે) સાથે કામ કરતા હોઈ શકે. ઉદાહરણ તરીકે, કોઈ બિઝનેસે તેની વાતચીતો મોકલવા, સ્ટોર કરવા, વાંચવા, સંચાલિત કરવા કે અન્યથા પોતાના બિઝનેસ માટે તેમની પ્રક્રિયા કરવા માટે આ પ્રકારના તૃતીય પક્ષના સેવા પ્રદાતાને તેમની વાતચીતમાં પ્રવેશની પરવાનગી આપી હોઈ શકે. કોઈ બિઝનેસ તમારી માહિતીને તૃતીય પક્ષ કે Facebook સાથે તમારી માહિતી શેર કરતા હોઈ શકે તે બાબત સહિત, તે બિઝનેસ તમારી માહિતી પર કેવી રીતે પ્રક્રિયા કરે છે તે સમજવા માટે તમારે તે બિઝનેસની પ્રાઇવસી પોલિસીની સમીક્ષા કરવી જોઈએ અથવા સીધો જ તેમનો સંપર્ક કરવો જોઈએ.
તૃતીય પક્ષના સેવા પ્રદાતા. અમે અમારી સેવાઓનું સંચાલન કરવામાં, પ્રદાન કરવામાં, તેમને બહેતર બનાવવામાં, સમજવામાં, કસ્ટમાઇઝ કરવામાં, સપોર્ટ આપવામાં અને તેમનું માર્કેટિંગ કરવામાં મદદ મળી રહે તે માટે તૃતીય પક્ષના સેવા પ્રદાતા અને અન્ય Facebook કંપની સાથે કામ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારી ઍપ્લિકેશનોનું વિતરણ કરવા; અમારું ટેક્નિકલ અને ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિલીવરી અને અન્ય સિસ્ટમ પ્રદાન કરવા; એન્જિનિયરિંગ સપોર્ટ, સાઇબર સિક્યુરિટી સપોર્ટ અને સંચાલકીય સપોર્ટ પ્રદાન કરવા; લોકેશન, નકશો અને જગ્યાઓની માહિતી પૂરી પાડવા; પેમેન્ટની પ્રક્રિયા કરવા; લોકો અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સમજવામાં મદદ મેળવવા; અમારી સેવાઓનું માર્કેટિંગ કરવા; અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમને બિઝનેસ સાથે જોડવામાં મદદ કરવા; અમારી માટે સર્વેક્ષણ અને સંશોધનો કરવા; સુરક્ષા, સલામતી અને સંકલનની ખાતરી કરવા અને ગ્રાહક સેવા વડે મદદ કરવા માટે અમે તેમની સાથે કામ કરીએ છીએ. આ કંપનીઓ અમને ચોક્કસ સંજોગોમાં તમારા વિશેની માહિતી પ્રદાન કરી શકે છે; ઉદાહરણ તરીકે, App Store અમને સમસ્યાઓનું નિદાન કરવા અને તેનો ઉકેલ લાવવા માટે મદદ કરવા રિપોર્ટ પ્રદાન કરી શકે છે.
નીચે આપેલો "અન્ય Facebook કંપની સાથે કામ કરવાની અમારી રીત" વિભાગ WhatsApp કેવી રીતે માહિતી એકત્રિત કરે છે અને તેને અન્ય Facebook કંપની સાથે શેર કરે છે તેની માહિતી પ્રદાન કરે છે.
તૃતીય પક્ષની સેવાઓ. અમે તમને તૃતીય પક્ષની સેવાઓ અને Facebook કંપનીની પ્રોડક્ટ સાથે જોડાયેલી અમારી સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપીએ છીએ. જો તમે આ પ્રકારની તૃતીય પક્ષની સેવાઓ કે Facebook કંપનીની પ્રોડક્ટ સાથે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, તો અમે તેમના તરફથી તમારા વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ; ઉદાહરણ તરીકે, જો તમે અમારી સેવાઓ પર તમારા WhatsApp સંપર્કો, ગ્રૂપ કે બ્રોડકાસ્ટ લિસ્ટ સાથે કોઈ સમાચારનો લેખ શેર કરવા માટે કોઈ સમાચાર સેવા પર WhatsApp શેર બટનનો ઉપયોગ કરો છો અથવા જો તમે કોઈ મોબાઇલ સેવા પ્રદાતા કે ડિવાઇસ પ્રદાતા દ્વારા અમારી સેવાઓના કરાતા પ્રચાર મારફતે અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો. કૃપા કરીને નોંધ લો કે જ્યારે તમે તૃતીય પક્ષની સેવાઓ કે Facebook કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, તેમની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી તે સેવાઓ અને પ્રોડક્ટના તમારા વપરાશનું સંચાલન કરશે.
અમારી સેવાઓનું સંચાલન કરવા, તેમને પ્રદાન કરવા, તેમને બહેતર બનાવવા, સમજવા, કસ્ટમાઇઝ કરવા, તેમને સપોર્ટ કરવા અને તેમનું માર્કેટિંગ કરવા માટે અમે અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ (તમારી પસંદગીઓ અને લાગુ પડતા કાયદાને આધીન). આ રહી તેની રીત:
અમારી સેવાઓ. અમે અમારી સેવાઓને સંચાલિત કરવા અને પ્રદાન કરવા માટે અમારી પાસે રહેલી માહિતીનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ગ્રાહક સેવા પૂરી પાડવી; ખરીદી અથવા વ્યવહાર પૂર્ણ કરવા; અમારી સેવાઓ બહેતર, સુધારવા અને કસ્ટમાઇઝ કરવા; અને અમારી સેવાઓને Facebook કંપનીની પ્રોડક્ટની સાથે કનેક્ટ કરવી જેનો તમે કદાચ ઉપયોગ કરી રહ્યા હોવ. અમે લોકોની અમારી સેવાઓનો ઉપયોગ કરવાની રીતને સમજવા; અમારી સેવાઓનું મૂલ્યાંકન કરવા અને તેને બહેતર બનાવવા; નવી સેવાઓ અને સુવિધાઓ વિશે સંશોધન કરવા, વિકસાવવા અને તેમનું પરીક્ષણ કરવા અને સમસ્યા નિવારણની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પણ અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. તમે જ્યારે અમારો સંપર્ક કરો છો ત્યારે અમે તમને પ્રતિસાદ આપવા માટે પણ તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
સલામતી, સુરક્ષા અને અખંડિતતા. સલામતી, સુરક્ષા અને અખંડિતતા અમારી સેવાઓના અભિન્ન અંગો છે. અમે એકાઉન્ટ અને પ્રવૃત્તિની ખાતરી કરવા; હાનિકારક આચરણ સામે લડવા, વપરાશકર્તાઓને ખરાબ અનુભવો અને સ્પામ સામે રક્ષણ પૂરું પાડવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ કે અમારી શરતો અને પોલિસીના ઉલ્લંઘનોની તપાસ કરીને અમારી સેવાઓ પર સમયાંતરે સલામતી, સુરક્ષા અને અખંડિતતાનો પ્રચાર કરવા માટે અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. કૃપા કરીને વધારે માહિતી માટે નીચે આપેલો કાયદો, અમારા અધિરકારો અને રક્ષણ વિભાગ જુઓ.
અમારી સેવાઓ અને Facebook કંપની વિશે અમારી વાતચીતો. અમે તમારી સાથે અમારી સેવાઓ વિશે વાતચીત કરવા અને અમારી શરતો, પોલિસી તથા અન્ય મહત્ત્વની અપડેટ વિશે તમને જણાવવા માટે અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. અમે તમને અમારી અને Facebook કંપનીની સેવાઓ માટે માર્કેટિંગ પ્રદાન કરી શકીએ.
કોઈ તૃતીય પક્ષની બેનર જાહેરાતો નહિ. અમે હજી પણ અમારી સેવાઓ પર તૃતીય પક્ષની બેનર જાહેરાતોને મંજૂરી આપતા નથી. તેમને રજૂ કરવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી, પણ જો અને ક્યારેય તેવું કરીએ, તો અમે પ્રાઇવસી પોલિસીમાં તેને અપડેટ કરીશું.
બિઝનેસ સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ. અમે તમને અને બિઝનેસ જેવા તૃતીય પક્ષોને અમારી સેવાઓનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાતચીત કરવા અને ક્રિયાપ્રતિક્રિયા કરવાની મંજૂરી આપીએ છીએ, જેમ કે અમારી બિઝનેસ માટે WhatsApp પર કેટલોગ સેવા કે જ્યાં તમે પ્રોડક્ટ અને સેવાઓ બ્રાઇઝ કરી શકો છો અને ઓર્ડર આપી શકો છો. બિઝનેસ તમને વ્યવહાર, મળવાનો સમય અને શિપિંગના નોટિફિકેશન; પ્રોડક્ટ અને સેવાની અપડેટ અને માર્કેટિંગ મોકલી શકે. ઉદાહરણ તરીકે, તમે આગામી યાત્રા માટે ફ્લાઇટના સ્ટેટસની માહિતી, તમે ખરીદી હોય તે કોઈ વસ્તુ માટેની રસીદ અથવા કોઈ વસ્તુની ડિલિવરી ક્યારે કરવામાં આવશે તેના નોટિફિકેશન મેળવી શકો. કોઈ બિઝનેસ તરફથી તમે પ્રાપ્ત કરો છો તે મેસેજમાં કદાચ તમારી રૂચી હોય તેવી વસ્તુ માટેની ઓફર સામેલ હોઈ શકે છે. અમે તમને કોઈ સ્પામનો અનુભવ કરાવવા નથી માગતા; તમારા બધા મેસેજની જેમ જ, તમે આ વાતચીતને સંચાલિત કરી શકો છો અને અમે તમારી પસંદગીઓનો આદર કરીશું.
તમે અમારી સેવાઓનો ઉપયોગ કરતા હોવાથી અને તેમની મારફતે વાતચીત કરતા હોવાથી તમારી માહિતી શેર કરો છો અને અમે અમારી સેવાઓનું સંચાલન કરવામાં, તેમને પ્રદાન કરવામાં, બહેતર બનાવવામાં, સમજવામાં, કસ્ટમાઇઝ કરવામાં, સપોર્ટ કરવામાં અને તેનું માર્કેટિંગ કરવામાં અમને મદદ મળી રહે તે માટે તમારી માહિતી શેર કરીએ છીએ.
તમે જેની સાથે વાતચીત કરવા માગતા હો તેમને તમારી માહિતી મોકલો. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરતા હોવાથી અને તેની મારફતે વાતચીત કરતા હોવાથી (મેસેજ સહિતની) તમારી માહિતી શેર કરો છો.
તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી. અમારી સેવાઓનો ઉપયોગ કરનારી કોઈપણ વ્યક્તિ માટે તમારો ફોન નંબર, પ્રોફાઇલ નામ અને ફોટો, “વ્યક્તિ વિશે” માહિતી, છેલ્લે જોયુંની માહિતી અને મેસેજ વાંચ્યાની માહિતી ઉપલબ્ધ હોય છે, તેમ છતાં તમે જે બિઝનેસ સાથે વાતચીત કરો છો તે માહિતી સહિત તમે અન્ય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હોય તેવી ચોક્કસ માહિતીને સંચાલિત કરવા માટે તમારી સેવાઓના સેટિંગ ગોઠવી શકો છો.
તમારા સંપર્કો અને અન્ય લોકો. બિઝનેસ સહિતના વપરાશકર્તાઓ કે જેમની સાથે તમે વાતચીત કરો છો તેઓ અમારી સેવાઓ પર અને અન્ય જગ્યાઓ પર સમયાંતરે તમારી માહિતી (તમારો ફોન નંબર અને મેસેજ સહિત) સંગ્રહ કરી શકે છે કે અન્ય લોકો સાથે ફરીથી શેર કરી શકે છે. તમારે અમારી સેવાઓ પર કોની સાથે વાતચીત કરવી છે અને કેટલી ચોક્કસ માહિતી શેર કરવી છે તેનું સંચાલન કરવા માટે તમે તમારી સેવાઓના સેટિંગ અને અમારી સેવાઓમાં ઉપલબ્ધ “સંપર્ક તોડો” સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
WhatsApp પર બિઝનેસ. અમે બિઝનેસને વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરીએ છીએ જેમ કે અમારી સેવાઓના તેમના ઉપયોગ અંગે મેટ્રિક્સ પ્રદાન કરવા.
તૃતીય પક્ષના સેવા પ્રદાતા. અમે અમારી સેવાઓનું સંચાલન કરવામાં, પ્રદાન કરવામાં, તેમને બહેતર બનાવવામાં, સમજવામાં, કસ્ટમાઇઝ કરવામાં, સપોર્ટ આપવામાં અને તેમનું માર્કેટિંગ કરવામાં મદદ મળી રહે તે માટે તૃતીય પક્ષના સેવા પ્રદાતા અને અન્ય Facebook કંપની સાથે કામ કરીએ છીએ. અમે ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિલિવરી અને અન્ય સિસ્ટમ પ્રદાન કરવા; અમારી સેવાઓનું માર્કેટિંગ કરવા; અમારા માટે સર્વેક્ષણો અને સંશોધનો હાથ ધરવા; વપરાશકર્તાઓ અને અન્ય લોકોની સમાલતી, સુરક્ષા અને અખંડિતતાનું રક્ષણ કરવા અને ગ્રાહક સેવામાં સહાય કરવા જેવી અમારી સેવાઓને સપોર્ટ કરવા માટે આ કંપનીઓ સાથે કામ કરીએ છીએ. અમે જ્યારે આ રીતે તૃતીય પક્ષના સેવા પ્રદાતા અને અન્ય Facebook કંપની સાથે માહિતી શેર કરીએ છીએ, ત્યારે અમારી માટે એ જરૂરી હોય છે કે તેઓ અમારા વતી અમારા સૂચનો અને શરતો અનુસાર તમારી માહિતીનો ઉપયોગ કરે.
તૃતીય પક્ષની સેવાઓ. જ્યારે તમે કે અન્ય લોકો તૃતીય પક્ષની સેવાઓ કે અન્ય Facebook કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો કે જે અમારી સેવાઓ સાથે એકીકૃત હોય છે, ત્યારે તે તૃતીય પક્ષની સેવાઓ તમે કે અન્ય લોકો તમારી સાથે શું શેર કરે છે તે વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે અમારી સેવાઓ સાથે એકીકૃત (જેમ કે iCloud કે Google ડ્રાઇવ) ડેટાનો બેકઅપ નકલ લેવાની સેવાનો ઉપયોગ કરો છો, તો તેઓ એ માહિતી પ્રાપ્ત કરશે જે તમે તેમની સાથે શેર કરો છો, જેમ કે તમારા WhatsApp મેસેજ. જો તમે અમારી સેવાઓ મારફતે લિંક કરેલી તૃતીય પક્ષની સેવા કે અન્ય Facebook કંપનીના પ્રોડક્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, જેમ કે તમે કોઈ તૃતીય પક્ષના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ચલાવવા માટે ઍપમાંના પ્લેયરનો ઉપયોગ કરો, તો તમારું IP એડ્રેસ અને એ હકીકત કે તમે WhatsAppના વપરાશકર્તા છો તેવી તમારા વિશેની માહિતી આવા તૃતીય પક્ષ કે Facebook કંપનીની પ્રોડક્ટ ને પ્રદાન કરવામાં આવી શકે છે. કૃપા કરીને નોંધ લો કે જ્યારે તમે તૃતીય પક્ષની સેવાઓ કે Facebook કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે તેમની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી તે સેવાઓ અને પ્રોડક્ટના તમારા વપરાશનું સંચાલન કરશે.
Facebook કંપનીઓના ભાગ રૂપે, WhatsApp અન્યFacebook કંપનીઓ પાસેથી માહિતી મેળવે છે અને માહિતી શેર કરે છે તે (અહીં જુઓ). અમે તેમની પાસેથી મેળવેલી માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ, અને તેઓ Facebook કંપનીની પ્રોડક્ટ સહિત અમારી સેવાઓને તેમની ઓફરના સંચાલન, પ્રદાન, સુધારણા, સમજવા, કસ્ટમાઇઝ, સપોર્ટ અને માર્કેટિંગ કરવામાં મદદ કરવા માટે અમે તેમની સાથે શેર કરેલી માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાં આનો સમાવેશ થાય છે:
અન્ય Facebook કંપનીઓ અને તેમની પ્રાઇવસી પોલિસીની સમીક્ષા કરીને તેમની પ્રાઇવસી પદ્ધતિ વિશે વધુ જાણો.
અમારી કેટલીક સંપત્તિનું વિલીનીકરણ, હસ્તગત, પુનર્ગઠન, નાદારી અથવા વેચાણ કરવામાં આવે તે ઘટનામાં, અમે લાગુ ડેટા સુરક્ષા કાયદા અનુસાર વ્યવહારના સંબંધમાં અનુગામી એકમ અથવા નવા માલિકો સાથે તમારી માહિતી શેર કરીશું.
તમે અમારી ઍપમાંની એકાઉન્ટની માહિતીની વિનંતી કરો સુવિધાનો ઉપયોગ કરીને તમારી માહિતી સુધી પહોંચી શકો છો કે તેને પોર્ટ કરી શકો છો (આ સુવિધા સેટિંગ > એકાઉન્ટ હેઠળ ઉપલબ્ધ છે). iPhone વપરાશકર્તાઓ માટે, તમે અમારા iPhone મદદ કેન્દ્રના લેખ દ્વારા તમારી માહિતીને કેવી રીતે ,પ્રવેશ, મેનેજ અને ડિલીટ કરવાનું શીખી શકો છો. Android વપરાશકર્તાઓ માટે, તમે અમારા Android મદદ કેન્દ્રના લેખ દ્વારા તમારી માહિતીને કેવી રીતે ,પ્રવેશ, મેનેજ અને ડિલીટ કરવાનું શીખી શકો છો.
અમે આ પ્રાઇવસી પોલિસીમાં ઓળખાવેલા હેતુઓ માટે જરૂર હોય તેટલા લાંબા સમય સુધી માહિતી સ્ટોર કરીએ છીએ, જેમાં અમારી સેવાઓ પ્રદાન કરવી કે કાનૂની જવાબદારીઓનું પાલન કરવું, અમારી શરતોના ઉલ્લંઘન પર કાયદાનું અમલીકરણ કરવું અને તેને અટકાવવું અથવા અમારા અધિકારો, પ્રોપર્ટી અને વપરાશકર્તાઓની સુરક્ષા કરવાનું સામેલ હોય છે. માહિતીને બાકી જગ્યામાં સ્ટોર કરી રાખવાનો સમયગાળો જુદાજુદા કિસ્સાઓને આધારે નક્કી કરવામાં આવે છે જે માહિતીનો પ્રકાર, કેમ તેને એકત્રિત કરાય છે અને કેમ તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે, તેને સાચવી રાખવા સંબંધિત કાનૂની કે સંચાલન સંબંધિત જરૂરીયાતો અને કાનૂની જવાબદારીઓ જેવા પરિબળો પર આધાર રાખે છે.
જો તમે તમારી માહિતીને વધારે સંચાલિત કરવા, તેમાં ફેરફાર કરવા, તેને મર્યાદિત કરવા, કે ડિલીટ કરવા માગતા હો, તો તમે નીચે જણાવેલા ટૂલ મારફતે તે કરી શકો છો:
સેવાઓના સેટિંગ. તમે અન્ય વપરાશકર્તાઓને ઉપલબ્ધ હોય તેવી ચોક્કસ માહિતીનું સંચાલન કરવા માટે તમારા સેવાઓના સેટિંગ બદલી શકો છો. તમે તમારા સંપર્કો, ગ્રૂપ અને બ્રોડકાસ્ટ લિસ્ટને મેનેજ કરી શકો છો અથવા તમે સંપર્ક કરો છો તેવા વપરાશકર્તાઓને મેનેજ કરવા માટે અમારી “સંપર્ક તોડો" સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
તમારો મોબાઈલ ફોન નંબર, પ્રોફાઇલ નામ અને પિક્ચર તથા "વ્યક્તિ વિશે"ની માહિતીમાં ફેરફાર કરવો. જો તમે તમારો મોબાઈલ ફોન નંબર બદલો છો, તો તમારે ઍપમાંની નંબર બદલો સુવિધાનો ઉપયોગ કરીને તેને અપડેટ કરવું અને તમારા એકાઉન્ટને તમારા નવા મોબાઈલ ફોન નંબર પર ટ્રાન્સફર કરવું આવશ્યક છે. તમે ગમે ત્યારે તમારું પ્રોફાઇલ નામ, પ્રોફાઇલ પિક્ચર અને "વ્યક્તિ વિશે"ની માહિતી બદલી શકો છો.
તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરવું. (જો તમે લાગુ કાયદાને અનુલક્ષીને તમારી માહિતીના અમારા ઉપયોગની તમારી સંમતિને રદ કરવા માંગતા હવો તો પણ) અમારી ઍપમાં મારું એકાઉન્ટ ડિલીટ કરો સુવિધાનો ઉપયોગ કરીને કોઈપણ સમયે તમે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. જ્યારે તમે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરો છો, ત્યારે તમારા ન મળેલા મેસેજ અમારા સર્વર પરથી ડિલીટ કરવામાં આવે છે તેમ જ તમારી અન્ય કોઈપણ માહિતી જે અમને હવે અમારી સેવાઓ ચલાવવા અને પ્રદાન કરવા માટે જરૂરી નથી. ઉદાહરણ તરીકે, તમારું એકાઉન્ટ ડિલીટ કરવું તમારા એકાઉન્ટની માહિતી અને પ્રોફાઇલ ફોટોને ડિલીટ કરશે, તમને તમામ WhatsApp ગ્રૂપમાંથી ડિલીટ કરશે અને તમારા WhatsApp મેસેજ હિસ્ટરીને ડિલીટ કરશે. યાદ રાખો કે જો તમે અમારી ઍપમાંની મારું એકાઉન્ટ ડિલીટ કરો સુવિધાનો ઉપયોગ કર્યા વિના માત્ર તમારા ડિવાઇસમાંથી WhatsApp ડિલીટ કરો છો, તો લાંબા સમય માટે તમારી માહિતી અમારી પાસે સ્ટોર કરેલી રહેશે. કૃપા કરીને યાદ રાખો કે જ્યારે તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરો, ત્યારે ડિલીટ કરવાથી તમે બનાવેલા ગ્રૂપ સાથે સંબંધિત તમારી માહિતી અથવા અન્ય વપરાશકર્તાઓ પાસે રહેલી તમારી માહિતી, જેમ કે તમે તેમને મોકલેલા મેસેજની તેમની કોપિને કોઈ અસર થવી જોઈએ નહિ.
તમે અમારા ડેટા ડિલીટ કરવાની અને રાખી મૂકવાની રીત અને તમારા એકાઉન્ટને કેવી રીતે ડિલીટ કરવું તે વિશે અહીં વધુ જાણી શકો છો.
અમે આ પ્રાઇવસી પોલિસીમાં "અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી" વિભાગમાં વર્ણવેલી તમારી માહિતી સુધી પહોંચીએ છીએ, સુરક્ષિત રાખીએ છીએ અને શેર કરીએ છીએ, જો સારી નિયમતની ભાવના હોય, તો આટલું કરવું જરૂરી છે: (a) લાગુ પડતા કાયદા કે નિયમનો, કાનૂની પ્રક્રિયા કે સરકારની વિનંતીને અનુસરીને પ્રતિસાદ આપવો; (b) સંભવિત ઉલ્લંઘનની તપાસ સહિત અમારા નિયમો અને કોઈપણ અન્ય લાગુ શરતો અને પોલિસીનું અમલીકરણ કરવું; (c) છેતરપિંડી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા સુરક્ષા અને ટેક્નિકલ સમસ્યાઓને શોધી કાઢવી, તેની તપાસ કરવી, તેને અટકાવવી અને તેની જાણ કરવી અથવા (d) મૃત્યુ અને ગંભીર શારીરિક હાનિ અટકાવવા સહિત અમારા વપરાશકર્તાઓ, WhatsApp, અન્ય Facebook કંપનીઓ અથવા અન્ય લોકોના અધિકારો, પ્રોપર્ટી અને સલામતીનું રક્ષણ કરવું.
તમે વિશ્વભરમાં જેની સાથે વાતચીત કરો છો તેની માહિતી WhatsApp આ પ્રાઇવસી પોલિસી અનુસાર, આંતરિક રીતે Facebook કંપનીઓ અને બાહ્ય સ્તરે અમારા ભાગીદારો અને સેવા પ્રદાતાઓ સાથે વૈશ્વિક સ્તરે શેર કરે છે. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સ; Facebook કંપનીના સંબંધિત અને ભાગીદારો અથવા આમારા સેવા પ્રદાતાઓ જે દેશો કે પ્રદેશોમાં સ્થિત હોય અથવા વૈશ્વિક સ્તરે અન્ય કોઈ દેશ કે પ્રદેશ બહાર જ્યાં તમે આ પ્રાઇવસી પોલિસીમાં જણાવેલા હેતુઓ માટે રહો છો ત્યાં અમારી સેવાઓ પ્રદાન કરવામાં આવતી હોય તો ત્યાં તમારી માહિતીને ટ્રાન્સફર કે પ્રસારિત અને તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે. WhatsApp યુનાઇટેડ સ્ટેટ્સ સહિત Facebookના વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા કેન્દ્રનો ઉપયોગ કરે છે. આ ટ્રાન્સફર અમારી શરતોમાં ઉલ્લેખિત વૈશ્વિક સેવાઓ પ્રદાન કરવા માટે આવશ્યક છે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે જે દેશો અથવા પ્રદેશોમાં તમારી માહિતી ટ્રાન્સફર કરવામાં આવે છે તેમા તમારા વતનમાં અથવા પ્રદેશમાં લાગુ પડતા વિવિધ પ્રાઇવસી કાયદાઓ અને સંરક્ષણો કરતા જુદી હોઈ શકે છે.
અમે અમારી પ્રાઇવસી પોલિસીમાં સુધારો કે તેને અપડેટ કરી શકીએ છીએ. યોગ્ય લાગે તે રીતે અમે તમને આ પ્રાઇવસી પોલિસીના સુધારાની સૂચના આપીશું અને આ પ્રાઇવસી પોલિસીમાં ઉપરની બાજુએ “છેલ્લે ફેરફાર” કરાયાની તારીખને અપડેટ કરીશું. કૃપા કરીને સમયસમય પર અમારી પ્રાઇવસી પોલિસીની સમીક્ષા કરો.
કૅલિફોર્નિયાના રહેવાસીઓ અહીં ક્લિક કરીને 2018ના કૅલિફોર્નિયા કન્ઝ્યુમર પ્રાઇવસી એક્ટ હેઠળ તેમના અધિકારોનો ઉપયોગ કરવાની રીત સહિતના તેમના અધિકારો વિશે વધુ જાણી શકે છે.
તમે અહીં ક્લિક કરીને બ્રાઝિલના ડેટા સુરક્ષા અંગેના સામાન્ય કાયદા હેઠળ તમારા અધિકારોનો ઉપયોગ કરવાની રીત સહિતના તમારા અધિકારો વિશે વધુ જાણી શકો છો.
જો તમને અમારી પ્રાઇવસી પોલિસી વિશે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
WhatsApp LLC
Privacy Policy
1601 Willow Road
Menlo Park, California 94025
United States of America