અગત્યની અપડેટ
છેલ્લે ફેરફાર કરાયેલું: 04, જાન્યુઆરી 2021
તમારી પ્રાઇવસી માટેનો આદર અમારા DNAમાં કોડ થયેલો છે. અમે જ્યારથી WhatsAppની શરૂઆત કરી છે ત્યારથી જ અમારી સેવાઓને પ્રાઇવસીના મજબૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવી છે. અમારી અપડેટ કરાયેલી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીમાં તમને આ જોવા મળશે:
- તમારા ડેટાની વ્યવસ્થા અમે કઈ રીતે કરીએ છીએ તે વિશે વધારાની માહિતી. અમારી અપડેટ કરાયેલી શરતો અને પ્રાઇવસી પોલિસી તમારા ડેટા પર પ્રક્રિયા કરવાની અમારી રીત અને પ્રાઇવસી પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા વિશે વધારાની માહિતી પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, અમે તાજેતરની પ્રોડક્ટની વધુ સુવિધાઓ અને કાર્યક્ષમતા વિશે, સલામતી, સુરક્ષા અને અખંડતા માટે તમારા ડેટા પર પ્રક્રિયા કરવાની અમારી રીત વિશે વધારે માહિતી ઉમેરી છે અને વપરાશકર્તાના સેટિંગ, મદદ કેન્દ્રના લેખો અને તમારી માહિતીને તમે કેવી રીતે સંચાલન કરી શકો છો તે માટે વધુ સીધી લિંક ઉમેરી છે.
- બિઝનેસ સાથે બહેતર વાતચીત. ઘણા બિઝનેસ તેમના ગ્રાહકો અને ક્લાયન્ટ સાથે વાતચીત કરવા માટે WhatsApp પર આધાર રાખે છે. અમે એવા બિઝનેસ સાથે કામ કરીએ છીએ જેઓ WhatsApp પરની તમારી સાથેની તેમની વાતચીતને વધુ સારી રીતે સંગ્રહ કરવા અને તેનું સંચાલન કરવામાં મદદ માટે Facebook કે તૃતીય પક્ષનો ઉપયોગ કરે છે.
- તેને કનેક્ટ થવા માટે સરળ બનાવવું. Facebook કંપનીના ભાગ તરીકે, WhatsApp સમગ્ર Facebook સમૂહની ઍપ અને પ્રોડક્ટ પર અનુભવો અને એકીકરણ આપવા માટે Facebook સાથે ભાગીદારી કરે છે.
પાછા ઉપર જાઓ