છેલ્લે ફેરફાર કરાયેલું: જાન્યુઆરી 04, 2021
તમારી પ્રાઇવસી માટેનો આદર અમારી નસેનસમાં છે. અમે જ્યારથી WhatsAppની શરૂઆત કરી છે ત્યારથી જ અમારી સેવાઓને પ્રાઇવસીના મજબૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવી છે. અમરી અપડેટ કરાયેલી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીમાં તમને આટલું જોવા મળશે:
તમારા ડેટા પર પ્રક્રિયા કરવાની અમારી રીત વિશે વધારાની માહિતી. અમારી અપડેટ કરાયેલી શરતો અને પ્રાઇવસી પોલિસી, પ્રક્રિયા કરવા માટેના અમારા કાનૂની આધાર અને પ્રાઇવસી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સહિત, અમે તમારા ડેટાને કેવી રીતે પ્રકિયા કરીએ છીએ તેના પર વધુ માહિતી પ્રદાન કરે છે.
બિઝનેસ સાથે બહેતર વાતચીત. ઘણા બિઝનેસ તેમના ગ્રાહકો અને ક્લાયન્ટ સાથે વાતચીત કરવા માટે WhatsApp પર આધાર રાખે છે. અમે એવા બિઝનેસ સાથે કામ કરીએ છીએ જેઓ WhatsApp પરના તમારી સાથેની તેમની વાતચીતને વધુ સારી રીતે સંગ્રહ કરવા અને તેનું સંચાલન કરવા માટે Facebook કે તૃતીય પક્ષનો ઉપયોગ કરે છે.