WhatsApp LLC ("WhatsApp," "અમારું", "અમે", અથવા "આપણે") લોકો અને સંસ્થાઓના બૌદ્ધિક સંપત્તિના અધિકારોના રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારા ઉપભોક્તાઓ અમારા એપ્સને સ્થાપિત (ઇન્સ્ટોલ), તેમાં પહોંચ મેળવીને (ઍક્સેસ), અથવા અમાર ઍપ્સ, સેવાઓ, વિશેષતાઓ, સોફ્ટવેર, કે વેબસાઈટ (એકસાથે, "સેવાઓ")નો ઉપયોગ કરીને અમારી સેવાની શરતો ("શરતો") સાથે સંમતિ આપે છે. અમારી શરતો અમારા ઉપભોક્તાઓને અમારી સેવાઓના ઉપયોગ દરમિયાન, કોઈ બીજાની સ્વામિત્વ (કૉપીરાઇટ) અને નિશાન (ટ્રેડમાર્ક) સમેત, બૌદ્ધિક સંપત્તિના અધિકારોનો ઉલંઘન કરવાની અનુમતી આપતી નથી.
અમારી ગોપનીયતા નીતિમાં વિસ્તારથી જણાવેલ છે તે મુજબ અમે સામાન્ય રૂપે અમારી સેવાઓ પ્રદાન કરતા સમય, અમારા વપરાશકર્તાઓના સંદેશાઓ જાળવતા નથી. પણ, અમે અમારા વપરાશકર્તાઓના ખાતાની જાણકારી, તેમના પ્રોફાઈલ ચિત્ર, પ્રોફાઈલના નામ, અથવા સ્થિતિ સંદેશ, જો તેઓ આ માહિતીનું તેમના ખાતા વિગતોના ભાગ તરીકે સમાવેશ કરે, તો તેનું આતિથ્ય (હોસ્ટ) કરીયે છીએ.
કૉપિરાઇટ ઉલ્લંઘનની જાણ અને કોઈ પણ ઉલ્લંઘન કરતી સામગ્રીને કાઢી નાખવાની વિનંતી માટે, જેનું WhatsApp આતિથ્ય કરી રહ્યું હોય (જેમ કે WhatsApp વપરાશકર્તાનો પ્રોફાઇલ ચિત્ર, પ્રોફાઇલ નામ, અથવા સ્થિતિ સંદેશ) કૃપયા પૂર્ણ કૉપિરાઇટ ઉલ્લંઘનનો દાવો કરતો (નીચે જણાવેલ મુજબ બધી માહિતી સહીત ઇમેઇલ કરો) ip@whatsapp.com પર એક ઇમેઇલ કરો. તમે પૂર્ણ કૉપિરાઇટ ઉલ્લંઘનનો દાવો WhatsAppના કૉપિરાઇટ એજન્ટને ટપાલથી પણ કરી શકો છો:
WhatsApp LLC
WhatsApp Copyright Agent
1601 Willow Road
Menlo Park, California 94025
United States of America
ip@whatsapp.com
કૉપિરાઇટ ઉલ્લંઘનના દાવાની જાણ કરતા પેહલા, તમારા પ્રમાણે જે સંબંધિત WhatsApp વપરાશકર્તા છે જેણે કૉપિરાઇટનું ઉલ્લંઘન કર્યાનું તમે માનતા હોવ, તેને એક સંદેશ મોકલી શકો છો. તમે WhatsAppનો સંપર્ક કર્યા વિના પણ સમસ્યાને ઉકેલી શકો છો.
ટ્રેડમાર્ક ઉલ્લંઘનની જાણ અને કોઈપણ ઉલ્લંઘન કરતી સામગ્રીને કાઢી નાખવાની વિનંતી માટે, જેનું WhatsApp આતિથ્ય કરી રહ્યું હોય (જેમ કે WhatsApp વપરાશકર્તાનો પ્રોફાઇલ ચિત્ર, પ્રોફાઇલ નામ, અથવા સ્થિતિ સંદેશ) કૃપયા પૂર્ણ ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો દાવો કરતો (નીચે જણાવેલ મુજબ બધી માહિતી સહિત) ip@whatsapp.com પર એક ઇમેઇલ કરો.
ટ્રેડમાર્ક ઉલ્લંઘનના દાવાની જાણ કરતા પેહલા, તમારા પ્રમાણે જે સંબંધિત WhatsApp વપરાશકર્તા છે જેણે ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું હોય તેને એક સંદેશ મોકલી શકો છો. તમે WhatsAppનો સંપર્ક કર્યા વિના પણ સમસ્યાને ઉકેલી શકો છો.
કૃપા કરીને નીચે જણાવેલ બધીજ માહિતીનો કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક ઉલ્લંઘનના દાવામાં સમાવેશ કરશો: