પ્રભાવી થવાની તારીખ: 16 જૂન, 2025
આ WhatsApp ચેનલના સબ્સ્ક્રિપ્શનના સબ્સ્ક્રાઇબરની સેવાની શરતો (“ચેનલના સબ્સ્ક્રાઇબરની શરતો” અથવા “શરતો”) ચેનલના સબ્સ્ક્રિપ્શન (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ)ની તમારી (અહીં આમાં તમે, તમારા/તમારી અને/અથવા સબ્સ્ક્રાઇબર તરીકે સંદર્ભિત) ખરીદી અને તેમાં તમારી સહભાગિતાનું સંચાલન કરે છે. 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'માં જોડાઈને અથવા અન્યથા સહભાગી થઈને, તમે આ 'ચેનલના સબ્સ્ક્રાઇબરની શરતો' સાથે સંમત થાઓ છો. કૃપા કરીને આ 'ચેનલના સબ્સ્ક્રાઇબરની શરતો'ને કાળજીપૂર્વક વાંચો.
ચેનલના માલિક(માલિકો) એટલે એવી વ્યક્તિ અથવા એન્ટિટી કે જેઓ 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'નું કન્ટેન્ટ ધરાવનાર WhatsApp ચેનલના માલિક છે.
'ચેનલનું(ચેનલનાં) સબ્સ્ક્રિપ્શન' એટલે ચેનલના માલિકના 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'ના કન્ટેન્ટ અને/અથવા અમુક ડિજિટલ સુવિધાઓની એક્સેસના બદલામાં WhatsApp પર ઉપલબ્ધ કરી આપવામાં આવતું આપમેળે પુનરાવર્તિત માસિક સબ્સ્ક્રિપ્શન.
'ચેનલના સબ્સ્ક્રિપ્શન'નું કન્ટેન્ટ એટલે ચેનલના માલિક દ્વારા એવા સબ્સ્ક્રાઇબરને ઉપલબ્ધ કરી આપવામાં આવતું કન્ટેન્ટ કે જેમણે તે ચેનલના માલિકના 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'ને સબ્સ્ક્રાઇબ કર્યું છે.
તમે અથવા સબ્સ્ક્રાઇબર એટલે એવી કોઈ પણ વ્યક્તિ કે જે WhatsApp પાસેથી 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'ને ખરીદે છે.
રિન્યૂઅલની તારીખ એટલે તમારા સબ્સ્ક્રિપ્શનની તારીખને પગલે દરેક મહિનાનો કેલેન્ડર દિવસ અથવા દરેક વર્ષનો કેલેન્ડર મહિનો અને દિવસ (દરેક કિસ્સામાં, લાગુ પડ્યા મુજબ) કે જે તમારા સબ્સ્ક્રિપ્શનની તારીખના કેલેન્ડર દિવસ અથવા કેલેન્ડર મહિના અને દિવસ (દરેક કિસ્સામાં, લાગુ પડ્યા મુજબ)ની સાથે અનુરૂપ હોય. રિન્યૂઅલની દરેક તારીખે, તમારા 'ચેનલનું સબ્સ્ક્રિપ્શન' આપમેળે રિન્યૂ થઈ જશે અને તમારી પાસેથી બીજા સબ્સ્ક્રિપ્શનની મુદત માટે શુલ્ક લેવામાં આવશે, સિવાય કે તમે તમારા 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'ને રદ કરો છો અથવા નીચે આપેલી શરતો અનુસાર તમારા 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'ને અન્યથા બંધ કરી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે માસિક સબ્સ્ક્રિપ્શન પસંદ કરો છો અને તમારા સબ્સ્ક્રિપ્શનની તારીખ (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ) 15 ફેબ્રુઆરી છે, તો જ્યાં સુધી તમારા 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'ને રદ કરી દેવામાં ન આવે અથવા અન્યથા બંધ કરી દેવામાં ન આવે ત્યાં સુધી તમારી પાસેથી તે જ કેલેન્ડર વર્ષની 15 માર્ચના રોજ ચેનલના સબ્સ્ક્રિપ્શનના બીજા મહિના માટે અને દરેક અનુગામી મહિનાના 15મા દિવસે શુલ્ક લેવામાં આવશે. તમે 'ચેનલના સબ્સ્ક્રિપ્શન' માટે કેલેન્ડરના એવા કોઈ દિવસે પેમેન્ટ કરો છો કે જે આપેલ મહિનામાં સામેલ નથી તો તે કિસ્સામાં, તમારા રિન્યૂઅલની તારીખ આવા મહિનાના છેલ્લા દિવસે હશે. ઉદાહરણ તરીકે, જો તમારા સબ્સ્ક્રિપ્શનની તારીખ 31 માર્ચ છે, તો તમારા પહેલા રિન્યૂઅલની તારીખ 30 એપ્રિલ હશે અને અનુગામી રિન્યૂઅલની તારીખો અનુગામી મહિનાના 30મા દિવસે હશે.
સબ્સ્ક્રિપ્શનની તારીખ એટલે તે તારીખ કે જે રોજ તમે આ શરતોને સ્વીકારો છો.
સબ્સ્ક્રિપ્શનની મુદત એટલે તમારા સબ્સ્ક્રિપ્શનની તારીખના પગલેના દરેક એક-મહિના. ઉદાહરણ તરીકે, જો તમે માસિક સબ્સ્ક્રિપ્શનના પ્લાનને પસંદ કરો છો અને તમારા સબ્સ્ક્રિપ્શનની તારીખ 15 માર્ચ છે, તો તે વખતની-વર્તમાન સબ્સ્ક્રિપ્શનની મુદત 15 માર્ચથી તે જ કેલેન્ડર વર્ષની 14 એપ્રિલ સુધી ચાલશે અને સબ્સ્ક્રિપ્શનની આગલી મુદત તે જ કેલેન્ડર વર્ષની 15 એપ્રિલથી આપમેળે શરૂ થશે.
તૃતીય-પક્ષના પ્લેટફોર્મની સેવા પૂરી પાડનાર(પાડનારાઓ) એટલે જેમના મારફતે તમે 'ચેનલના સબ્સ્ક્રિપ્શન'ને ખરીદો છો તે નોન-WhatsApp પ્લેટફોર્મ, જેમ કે Apple App Store અથવા Google Play.