તમારા મિત્રો અને પરિવારજનોને મફતમાં મેસેજ કરો*. મેસેજ મોકલવા માટે WhatsApp તમારા ફોનનાઇન્ટરનેટ જોડાણનો ઉપયોગ કરે છે જેથી તમને SMS શુલ્ક ના લાગે.
તમારા પરિવારજનો કે સહ-કાર્યકરો જેવા સૌથી મહત્વપૂર્ણ લોકોના ગ્રૂપ સાથે સંપર્કમાં રહો. ગ્રૂપ ચેટ દ્વારા તમે એકસાથે 256 જેટલા લોકો સાથે મેસેજ, ફોટો અને વીડિયો શેર કરી શકો છો. તમે તમારા ગ્રૂપને નામ આપી શકો છો, નોટિફિકેશનને બંધ અથવા કસ્ટમાઇઝ કરી શકો છો અને બીજું ઘણું બધું પણ કરી શકો છો.
WhatsAppના વેબ અને ડેસ્કટોપ પરના ઉપયોગ દ્વારા તમે તમારી બધી ચેટને સરળતાપૂર્વક કમ્પ્યુટર પર સિંક કરી શકો છો, જેથી તમે તમને અનુકૂળ હોય તે ડિવાઇસ પરથી ચેટ કરી શકો. શરૂ કરવા માટે ડેસ્કટોપ ઍપ ડાઉનલોડ કરો અથવા web.whatsapp.comની મુલાકાત લો.
વોઇસ કૉલ દ્વારા તમે બીજા દેશમાં રહેતા તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ મફતમાં* વાત કરી શકો છો. અને જ્યારે વોઇસ અને લખેલો મેસેજથી સંતોષ પ્રાપ્ત ના થાય ત્યારે તમે મફત* વીડિયો કૉલ દ્વારા સામ-સામે વાતચીત કરી શકો છો. WhatsApp વોઇસ અને વીડિયો કૉલ તમારા સેલ પ્લાનની વોઇસ મિનિટને બદલે તમારા ફોનના ઇન્ટરનેટ જોડાણનો ઉપયોગ કરે છે, જેથી તમારે મોંઘા કૉલ દરોની ચિંતા કરવી ના પડે.
તમારી કેટલીક સૌથી વધુ અંગત પળો WhatsApp પર શેર થતી હોય છે, જેના કારણે જ અમે અમારી ઍપના નવીનતમ વર્ઝનમાં શરુથી અંત સુધીની સુરક્ષા નિર્મિત કરી છે. જ્યારે શરૂથી અંત સુધીની સુરક્ષા હોય ત્યારે તમારા મેસેજ અને કૉલ સુરક્ષિત હોય છે, તેથી ફક્ત તમે અને તમે જેની સાથે વાતચીત કરતા હો તે વ્યક્તિ જ તેને વાંચી કે સાંભળી શકે છે, વચ્ચેની બીજી કોઈપણ વ્યક્તિ તેમ કરી શકે નહીં, WhatsApp પણ નહીં.
WhatsApp પર ઝડપથી ફોટા અને વીડિયો મોકલો. બિલ્ટ-ઇન કૅમેરા દ્વારા તમે તમારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ એવી પળોને પણ કેપ્ચર કરી શકો છો. WhatsApp દ્વારા તમે ધીમા જોડાણ પર હો તો પણ ફોટા અને વીડિયોને ઝડપથી મોકલી શકાય છે.
ક્યારેક, તમારો અવાજ ઘણું બધું વ્યક્ત કરી દે છે. ફક્ત એક જ વખત દબાવીને તમે વૉઇસ મેસેજ રેકોર્ડ કરી શકો છો, જે ઝડપથી કેમ છો કહેવા અથવા વધુ લાંબી વાત કરવા માટે ઉત્તમ છે.
ઇમેઇલ અથવા ફાઇલ શેરિંગ ઍપની ઝંઝટ વિના PDF, ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ, સ્લાઇડશૉ અને બીજા ઘણાં બધાં પ્રકારના ડોક્યુમેન્ટ મોકલો. તમે 100 MB સુધીના ડોક્યુમેન્ટ મોકલી શકો છો, તેથી તમારે જેની પાસેથી અને જે કંઇ પણ જોઈએ છે તે મેળવવું સરળ છે.