મેસેજ
મેસેજ મોકલવાનું સરળ અને સુરક્ષિત માધ્યમ
તમારા મિત્રો અને ફેમિલીને ફ્રી*માં મેસેજ કરો. મેસેજ મોકલવા માટે WhatsApp તમારા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન વાપરે છે, જેથી તમને SMSનો ચાર્જ ન લાગે.
ગ્રૂપ ચેટ
"ગ્રૂપ" બનાવીને એકબીજાના સંપર્કમાં રહો
તમારા દિલથી નજીક હોય એવા સગાંવહાલાંઓ અને સહકર્મચારીઓ સાથે ગ્રૂપ બનાવીને સંપર્કમાં રહો. ગ્રૂપ ચેટથી તમે એક જ સમયે 256 લોકોને મેસેજ, ફોટા અને વીડિયો શેર કરી શકો છો. તમે ગ્રૂપને નામ આપી શકો છો, નોટિફિકેશનને મ્યૂટ કે મરજી મુજબ સેટ કરવાની સાથેસાથે બીજી ઘણી સુવિધાઓ વાપરી શકો છો.
વેબ અને ડેસ્કટોપ માટેનું WhatsApp
વાતચીત ચાલુ રાખો
વેબ અને ડેસ્કટોપ પર WhatsApp ઉપલબ્ધ હોવાથી તમે કોઈ પણ અડચણ વગર પોતાની બધી ચેટ તમારા કમ્પ્યૂટર પર પણ એક જ સમયે જોઈ શકો છો. જેથી તમે તમારી મરજી મુજબના ડિવાઇસ પર ચેટ કરી શકો. આ સુવિધા વાપરવાનું શરૂ કરવા માટે ડેસ્કટોપ માટેની ઍપ ડાઉનલોડ કરો અથવા તો web.whatsapp.com પર જાઓ.
WhatsApp વોઇસ અને વીડિયો કૉલ
છૂટથી વાત કરો
વોઇસ કૉલથી, તમે તમારા મિત્રો અને ફેમિલી જોડે ફ્રી*માં વાત કરી શકો છો, પછી ભલેને તેઓ બીજા દેશમાં હોય અને જ્યારે લાગે કે માત્ર વોઇસ કે ટેક્સ્ટ મેસેજથી મન નથી ભરાયું, તો વીડિયો કૉલથી તમે ફ્રી*માં મોઢામોઢ વાતચીત કરી શકો છો. WhatsApp વોઇસ અને વીડિયો કૉલ માટે તમારા નેટવર્કની વોઇસ મિનિટ નહિ, પણ તેનું ઇન્ટરનેટ કનેક્શન વાપરે છે. તો, છોડો મોંઘા કૉલ દરની ચિંતા કરવાનું અને છૂટથી વાતચીત કરો.
શરૂથી અંત સુધી સુરક્ષિત
મૂળભૂત સુરક્ષા
તમે તમારી વ્યક્તિગત ક્ષણોને WhatsApp પર શેર કરો છો, તેથી જ અમે અમારી ઍપના લેટેસ્ટ વર્ઝનમાં શરૂથી અંત સુધીની સુરક્ષાનો સમાવેશ કર્યો છે. જ્યારે શરૂથી અંત સુધીની સુરક્ષા હોય, ત્યારે તમારા મેસેજ અને કૉલ પૂરી રીતે સુરક્ષિત હોય છે, એટલે માત્ર તમે અને તમે જેની સાથે વાતચીત કરો છો તે વ્યક્તિ જ મેસેજ વાંચી કે સાંભળી શકે છે, તેના સિવાય કોઈ પણ આ મેસેજ વાંચી કે સાંભળી શકતું નથી, WhatsApp પણ નહિ.
ફોટા અને વીડિયો
મહત્ત્વપૂર્ણ ક્ષણોને શેર કરો
WhatsApp પર ઝડપથી ફોટા અને વિડિયો મોકલો. તમે ઍપની અંદર બનેલા કેમેરા દ્વારા તમારી મહત્ત્વપૂર્ણ ક્ષણોને કેદ કરી શકો છો. ધીમું કનેકશન હોવા છતાં પણ, તમે WhatsApp વડે ફોટા અને વિડિયો ઝડપથી મોકલી શકો છો.
વોઇસ મેસેજ
તમારા મનની વાત કહો
ક્યારેક, તમારો અવાજ જ બધું કહી દે છે. માત્ર એક વાર માઇકની નિશાની પર દબાવીને તમે વોઇસ મેસેજ રેકોર્ડ કરી શકો છો, જે હાલચાલ જાણવા કે કોઈ લાંબી વાત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.
ડોક્યુમેન્ટ
ડોક્યુમેન્ટને સરળતાથી શેર કરો
ઇમેઇલ કે ફાઇલ શેરિંગ ઍપની ઝંઝટ વગર PDF, ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ, સ્લાઇડ શો વગેરે મોકલો. તમે 100 MB સુધીનાં ડોક્યુમેન્ટ મોકલી શકો છો, આ રીતે તમે સરળતાથી પોતાનાં કામ કરી શકો છો.