કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોજોડાયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
ડાઉનલોડ કરો
સેવાની શરતો2023 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • જોડાયેલા રહો

      વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચો.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp Business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
WhatsApp વેબડાઉનલોડ કરો

તમારા WhatsApp Messenger એકાઉન્ટને WhatsApp Business ઍપ પર કેવી રીતે લઈ જવું

WhatsApp Business ઍપ ડાઉનલોડ કરો અને સેટઅપ કરો

1. WhatsApp Messenger એકાઉન્ટનું બેકઅપ બનાવો: જો તમે એક WhatsApp Messenger એકાઉન્ટને WhatsApp Business ઍપ પર લઈ જતા હો, તો અમે તમને તેનું બેકઅપ લેવાની ભલામણ કરીએ છીએ. બેકઅપ ન બનાવવાથી તમે તમારી જૂની ચેટ ગુમાવી દો એવું બની શકે. WhatsApp Messenger ખોલો. Android પર, પર દબાવ્યા બાદ સેટિંગ પર દબાવો. iPhone પર, તમારી ચેટ સ્ક્રીનમાંથી સેટિંગ પર દબાવો. સેટિંગમાંથી, ચેટ પર દબાવ્યા બાદ ચેટ બેકઅપ પછી બેકઅપ લો અથવા હમણાં બેકઅપ લો પર દબાવો. એક વાર તમારો બેકઅપ લેવાઈ જાય એટલે બીજા પગલા પર જાઓ.

2. WhatsApp Business ઍપ ડાઉનલોડ અને લોન્ચ કરો: WhatsApp Business ઍપને Google Play સ્ટોર અને Apple App સ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. તમારી હોમ સ્ક્રીન પર WhatsApp Businessની નિશાની પર દબાવો.

3. સેવાની શરતો તપાસો: WhatsApp Businessની સેવાની શરતો વાંચો, પછી શરતો સ્વીકારવા માટે સ્વીકારો અને આગળ વધો પર દબાવો.

4. નોંધણી કરાવો: WhatsApp Business તમે WhatsApp Messengerમાં જે નંબર વાપરી રહ્યા છો તેને આપમેળે ઓળખી લે છે. આગળ વધવા માટે, તમારા બિઝનેસના નંબર સાથેના વિકલ્પ પર દબાવો.

5. તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરો: એકાઉન્ટ ટ્રાન્સફર થવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી WhatsApp Business ઍપને ખુલ્લી રાખો અને તમારો ફોન ચાલુ રાખો. ટ્રાન્સફરની પ્રક્રિયા આપમેળે થશે, જોકે તમને તમારા બેકઅપમાંથી ડેટા રિસ્ટોર કરવા બાબતે પૂછવામાં આવશે. ચાલુ રાખો અથવા રિસ્ટોર કરો પર દબાવો. પછી જો પૂછવામાં આવે, તો આગળ પર દબાવો.

6. સંપર્કો અને ફોટામાં પ્રવેશ કરવાની પરવાનગી આપો: સંપર્કો તમારા ફોનની એડ્રેસ બુકમાંથી WhatsApp Business ઍપમાં ઉમેરી શકાય છે. તમે તમારા ફોનના ફોટા, વીડિયો અને ફાઇલો પર પ્રવેશ કરવાની પરવાનગી પણ આપી શકો છો.

7. એકાઉન્ટ બનાવો: તમારા બિઝનેસનું નામ ભરો, બિઝનેસનો પ્રકાર પસંદ કરો અને પ્રોફાઇલ ફોટો પસંદ કરો.

8. તમારી બિઝનેસ પ્રોફાઇલ તૈયાર કરો:એક્સ્પ્લોર કરો > બિઝનેસ પ્રોફાઇલ પર દબાવો. અહીં, તમે બિઝનેસને લગતી મહત્ત્વની માહિતી જેવી કે, તમારા બિઝનેસનું સરનામું, વર્ણન, કલાકો અને અન્ય બાબતો ઉમેરી શકો છો.

9. ચેટ શરૂ કરો. તમારી બિઝનેસ પ્રોફાઇલ હવે સેટઅપ થઈ ગઈ છે. અથવા દબાવો, ત્યાર બાદ મેસેજ મોકલવા માટે કોઈ સંપર્ક શોધો અથવા પસંદ કરો. લખવાની જગ્યામાં મેસેજ લખો. ત્યાર બાદ, અથવા દબાવો.

WhatsApp Business ટૂલ એક્સ્પ્લોર કરો

તમારો બિઝનેસ સારી રીતે ચલાવવા માટે WhatsApp Business ઍપમાં કેટલાંક ટૂલ ઉપલબ્ધ છે. આ ટૂલ એક્સ્પ્લોર કરવા માટે, તમારી ચેટ સ્ક્રીન પર જાઓ. Android ફોન હોય તો વધુ વિકલ્પો પર અથવા iPhone હોય તો સેટિંગ પર દબાવો. પછી, બિઝનેસ ટૂલ પર દબાવો.

  • કેટલોગ: તમારા બિઝનેસ એકાઉન્ટમાં તમારી પ્રોડક્ટ અને સેવાઓ પ્રદર્શિત કરો અને શેર કરો. Android અથવા iPhone પર કેવી રીતે કેટલોગ બનાવવું એ શીખો.
  • ટૂંકી લિંક: નવા ગ્રાહકો માટે તમારી સાથે જોડાવાનું સરળ બનાવો. નવા ગ્રાહકો સાથે આપમેળે બનતી ટૂંકી લિંક શેર કરો, જેથી તેઓ તમારા બિઝનેસને મેસેજ કરી શકે. Android અથવા iPhone પર કેવી રીતે ટૂંકી લિંકનો ઉપયોગ કરવો એ શીખો.
  • મેસેજિંગ ટૂલ: અગત્યની વાતચીત પહેલેથી સેટ કરી લેવા માટે WhatsAppના મેસેજિંગ ટેમ્પલેટનો ઉપયોગ કરો. નવા ગ્રાહકો સાથે સંકળાવા માટે આપમેળે મોકલાતા શુભેચ્છા મેસેજ બનાવો. તમે ક્યારે પાછા આવશો એ તમારા ગ્રાહકોને જણાવવા માટે ગેરહાજરીના મેસેજ સેટ કરો અથવા વારંવાર પૂછાતા પ્રશ્નો માટે ઝડપી જવાબો બનાવો. મેસેજિંગ ટૂલ માટેની વધુ માહિતી માટે, નીચેના લેખો વાંચો:
    • Android અથવા iPhone પર શુભેચ્છા મેસેજનો ઉપયોગ કેવી રીતે કરવો
    • Android અથવા iPhone હાજર ન હોવાના મેસેજનો ઉપયોગ કેવી રીતે કરવો
    • Android અથવા iPhone પર ઝડપી જવાબનો ઉપયોગ કેવી રીતે કરવો
  • લેબલ: ગ્રાહકો સાથેની તમારી વાતચીતનું "નવા ગ્રાહકો" અથવા "બાકી ઓર્ડર" જેવી મદદરૂપ શ્રેણીમાં વર્ગીકરણ કરો. Android અથવા iPhone પર લેબલ કેવી રીતે વાપરવા એ શીખો.
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગોડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસ્ટોરીબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીઓબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsapp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રકોરોના વાઇરસ
ડાઉનલોડ કરો

2023 © WhatsApp LLC

સેવાની શરતો