કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

WhatsApp Messenger પર શરૂઆત કેવી રીતે કરવી

WhatsApp ડાઉનલોડ કરો અને સેટ અપ કરો

1. ઍપ ડાઉનલોડ કરો અને લોન્ચ કરો: WhatsApp Messengerને Google Play સ્ટોર અથવા Apple App Store પરથી મફતમાં ડાઉનલોડ કરો. ઍપ ખોલવા માટે, તમારી હોમ સ્ક્રીન પર WhatsAppની નિશાની પર દબાવો.

2. સેવાની શરતો તપાસો: સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી વાંચો, પછી શરતો સ્વીકારવા માટે સંમત થાઓ અને ચાલુ રાખો દબાવો.

3. રજીસ્ટર કરો: તમારા દેશનો કોડ ઉમેરવા માટે ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી તમારો દેશ પસંદ કરો, પછી આંતરરાષ્ટ્રીય ફોન નંબરની રીત મુજબ તમારો ફોન નંબર લખો. પૂર્ણ થયું અથવા આગળ પર દબાવો, પછી SMS અથવા ફોન કૉલ દ્વારા 6 અંકવાળો નોંધણી માટેનો કોડ મેળવવા ઓકે પર દબાવો. રજિસ્ટ્રેશન પૂરું કરવા માટે તમને આવેલો 6 અંકનો કોડ લખો. Android, iPhone અથવા KaiOS પર તમારા ફોન નંબરને કેવી રીતે રજીસ્ટર કરી શકાય તે શીખો.

4. તમારી પ્રોફાઇલ સેટ અપ કરો: તમારી નવી પ્રોફાઇલમાં તમારું નામ લખો અને પછી આગળ પર દબાવો. તમે પ્રોફાઇલ ફોટો પણ ઉમેરી શકો છો.

5. સંપર્કો અને ફોટા ઍક્સેસ કરવાની પરવાનગી આપો: સંપર્કો તમારા ફોનની એડ્રેસ બુકમાંથી WhatsApp પર ઉમેરી શકાય છે. તમે તમારા ફોનના ફોટા, વીડિયો અને ફાઇલોમાં પ્રવેશ કરવાની પરવાનગી પણ આપી શકો છો.

6. ચેટ શરૂ કરો: અથવા દબાવો, ત્યાર બાદ કોઈ સંપર્ક શોધીને શરૂઆત કરો. લખવાની જગ્યામાં મેસેજ લખો. ફોટા અથવા વીડિયો મોકલવા માટે, લખવાની જગ્યાની બાજુમાં આપેલા અથવા પર દબાવો. નવો ફોટો કે વીડિયો લેવા માટે કેમેરા પસંદ કરો અથવા તમારા ફોનમાં રહેલો ફોટો કે વીડિયો પસંદ કરવા માટે ગેલેરી અથવા ફોટો અને વીડિયો લાઇબ્રેરી પસંદ કરો. ત્યાર બાદ, અથવા દબાવો.

7. ગ્રૂપ બનાવો: તમે વધુમાં વધુ 256 સભ્યો ધરાવતું ગ્રૂપ બનાવી શકો છો. અથવા , પછી નવું ગ્રૂપ પર દબાવો. ગ્રૂપમાં સંપર્કોને ઉમેરવા માટે તેઓને શોધો અથવા પસંદ કરો, પછી આગળ પર દબાવો. ગ્રૂપનો વિષય દાખલ કરો અને અથવા બનાવો પર દબાવો.

તમે જુદી-જુદી રીતે વાતચીત કરી શકો છો

  • વૉઇસ મેસેજ: જો તમારે મેસેજ લખવો ન હોય, તો તમે ઓડિયો રેકોર્ડ કરીને મોકલી શકો છો. મેસેજ રેકોર્ડ કરવા માટે અથવા દબાવી રાખો. રેકોર્ડ કરવાનું બંધ કરવા માટે, માઇક્રોફોન પરથી આંગળી ઉઠાવી લો. Android, iPhone અથવા KaiOS પર વૉઇસ મેસેજ કેવી રીતે મોકલવો અને પ્લે કરવો એ શીખો.
  • વોઇસ કૉલ: કૉલ ટેબ પર જાઓ, ત્યાર બાદ અથવા પર દબાવો. તમારે જેને કૉલ કરવો હોય એ સંપર્કને શોધો. વોઇસ કૉલ શરૂ કરવા માટે, અથવા પર દબાવો. Android અથવા iPhone પર વોઇસ કૉલ કેવી રીતે કરવા એ શીખો.
  • વીડિયો કૉલ: કૉલ ટેબ ખોલો, ત્યાર બાદ અથવા પર દબાવો. તમારે જેને કૉલ કરવો હોય એ સંપર્ક શોધો. વીડિયો કૉલ શરૂ કરવા માટે, અથવા પર દબાવો. Android અથવા iPhone પર વીડિયો કૉલ કેવી રીતે કરવા એ શીખો.

સુરક્ષાને લગતી ટિપ્સ અને મદદરૂપ સુવિધાઓ

પ્રાઇવસી અને સુરક્ષાની સુવિધાઓ કસ્ટમાઇઝ કરો
WhatsApp તમારી પ્રાઇવસી અને સુરક્ષાને લગતી બાબતો સમજવા તેમજ તેમને કસ્ટમાઇઝ કરવાનું સરળ બનાવે છે. આ વિશે અમારા પ્રાઇવસી પેજ પર વધુ શીખો.

તમને મળતી માહિતી બાબતે હકીકત તપાસો
તમને મળતા મેસેજ સાચા છે કે કેમ તે બાબતે વિચારો, કારણ કે તમે સાંભળો છો તે દરેક વાત સચોટ ન પણ હોય. જો તમને ખબર ન હોય કે તમને કોણે મેસેજ મોકલ્યો છે, તો અમારી ભલામણ છે કે તમે ભરોસાપાત્ર હકીકત તપાસતી સંસ્થાઓ પાસે માહિતીની બરાબર ખાતરી કરાવો. ખોટી માહિતીને ફેલાતી કેવી રીતે રોકી શકાય એ વિશે વધુ શીખવા માટે આ લેખ વાંચો.

ફોરવર્ડ કરેલા મેસેજ
ખોટી માહિતીને ફેલાતી રોકવામાં મદદ માટે, તમે કેવી રીતે મેસેજ ફોરવર્ડ કરી શકો તેના પર અમે મર્યાદા મૂકીએ છીએ. તમે ફોરવર્ડ કરેલા મેસેજ સહેલાઈથી ઓળખી શકો છો કેમ કે એ મસેજ પર ફોરવર્ડ કરેલો મેસેજ લેબલ લગાવેલું હોય છે. જ્યારે કોઈ મેસેજ એક વાપરનારથી બીજા વાપરનારને ઘણી વાર મોકલાયો હોય, ત્યારે એને બે તીરની નિશાની થી દર્શાવવામાં આવે છે. તમે મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા વિશે આ લેખમાં શીખી શકો છો.

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ