તમે કોઈ શાળામાં કે યુનિવર્સિટીમાં ભણાવતા હો અને જો ભણતર ખોરવાઈ ગયું હોય, તો તમારા વિદ્યાર્થીઓને WhatsApp પર જોડાયેલા રાખવાનો વિચાર કરો.*
તમારા ગ્રાહકો સાથે જોડાતી વખતે કૃપા કરીને WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. તમે જેઓને જાણતા હો અને જેઓ તમારી પાસેથી મેસેજ મેળવવા ઇચ્છતા હોય, માત્ર તેઓ સાથે જ વાતચીત કરો, ગ્રાહકોને તમારો ફોન નંબર તેઓની એડ્રેસ બુકમાં સેવ કરવા માટેે કહો અને ગ્રૂપમાં આપમેળે મોકલાતા મેસેજ અને જાહેરાતના મેસેજ મોકલવાનું ટાળો. આ ભલામણ કરેલા સરળ પગલાં ન ભરવાથી બીજા વપરાશકર્તાઓ પાસેથી ફરિયાદ આવી શકે છે અને એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે.
જો તમે WhatsApp પર નવા હો, તો શરૂ કરવા માટેનું વિગતવાર માર્ગદર્શન મેળવવા અહીં ક્લિક કરો.
જો તમને WhatsAppના કોરોના વાઇરસ માહિતી હબ વિશે કોઈ પ્રશ્નો હોય, તો અમારો સંપર્ક કરો.