WhatsApp માટે અમારી સેવાઓનું સંચાલન કરવા, તે સેવાઓ આપવા, બહેતર બનાવવા, સમજવા, કસ્ટમાઈઝ કરવા, સપોર્ટ આપવા અને તેનું માર્કેટિંગ કરવા માટે જ્યારે તમે અમારી સેવાઓ ઇન્સ્ટોલ કરો, પ્રવેશ કરો અથવા તેનો ઉપયોગ કરો તે સહિતની અમુક માહિતી પ્રાપ્ત કરવી અથવા એકત્રિત કરવી આવશ્યક હોય છે.
અમે ક્યા પ્રકારની માહિતી પ્રાપ્ત કરીએ છીએ અને એકત્રિત કરીએ છીએ તેનો આધાર તમે કેવી રીતે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો તેના પર રહેલો છે. અમારી સેવાઓ પહોંચાડવા માટે અમને અમુક નિશ્ચિત માહિતીની જરૂર પડે છે અને તેના વગર અમે તમને અમારી સેવાઓ પ્રદાન કરી શકીશું નહિ. અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેમાં તમે આપેલી માહિતી, આપમેળે એકત્રિત કરેલી માહિતી અને થર્ડ પાર્ટીની માહિતીનો સમાવેશ થાય છે.
જો તમે WhatsApp કઈ માહિતી એકત્રિત કરે છે વિશે વધુ જાણવા માગતા હોય, તો
અહીં ક્લિક કરો.