WhatsApp માટે અમારી બિઝનેસ સેવાઓનું સંચાલન કરવા, તે પૂરી પાડવા, બહેતર બનાવવા, સમજવા, કસ્ટમાઇઝ કરવા, સપોર્ટ આપવા અને તેનું માર્કેટિંગ કરવા માટે, જ્યારે તમે અમારી સેવાઓ ઇન્સ્ટોલ કરો, તેમાં પ્રવેશ કરો અથવા તેનો ઉપયોગ કરો તે વખત સહિત કેટલીક માહિતી મેળવવી કે એકત્ર કરવી જરૂરી હોય છે.
અમે ક્યા પ્રકારની માહિતી મેળવીએ છીએ અને એકત્રિત કરીએ છીએ તેનો આધાર તમે કેવી રીતે અમારી બિઝનેસ સેવાઓનો ઉપયોગ કરો છો તેના પર રહેલો છે. અમારી બિઝનેસ સેવાઓ પહોંચાડવા માટે અમને અમુક નિશ્ચિત માહિતીની જરૂર પડે છે અને તેના વગર અમે તમને અમારી બિઝનેસ સેવાઓ પ્રદાન કરી શકીશું નહિ. અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેમાં તમે આપેલી માહિતી, આપમેળે એકત્રિત કરેલી માહિતી અને થર્ડ પાર્ટીની માહિતીનો સમાવેશ થાય છે.
અમારી બિઝનેસ સેવાઓનું સંચાલન કરવાં, તે પૂરી પાડવાં, તેને બહેતર બનાવવાં, સમજવાં, કસ્ટમાઇઝ કરવાં, તેને સપોર્ટ કરવાં અને તેનું માર્કેટિંગ કરવાં માટે અમે અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ (તમે કરો છો તે પસંદગીઓ અને લાગુ પડતા કાયદાને આધીન).
તમે અમારી બિઝનેસ સેવાઓનો ઉપયોગ કરતા હોવાથી અને તેમની મારફતે વાતચીત કરતા હોવાથી તમારી માહિતી શેર કરો છો અને અમે અમારી બિઝનેસ સેવાઓનું સંચાલન કરવામાં, તેને પૂરી પાડવામાં, બહેતર બનાવવામાં, સમજવામાં, કસ્ટમાઇઝ કરવામાં, સપોર્ટ કરવામાં અને તેનું માર્કેટિંગ કરવામાં અમને મદદ મળી રહે તે માટે તમારી માહિતી શેર કરીએ છીએ.
અમે માહિતી એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ અને શેર કેવી રીતે કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે,
WhatsApp Business ઍપની પ્રાઇવસી પોલિસી વાંચો.