WhatsApp ચેનલ એ તમે જેમની કાળજી કરતા હો તે લોકો અને સંસ્થાઓની ઉપયોગી અપડેટ મેળવવાની એક સરળ અને ખાનગી રીત છે.
ચેનલ ડિરેક્ટરીને એક્સ્પ્લોર કરો અને તમને જેમાં રુચિ હોય તેવા વિષયો અંગેની ચેનલને ફોલો કરો, પછી ભલેને તે તમારી મનગમતી સ્પોર્ટ્સ ટીમ અંગેની નવીનતમ બાબતો હોય કે પછી તમારી સ્થાનિક બેકરીની દૈનિક વિશેષ વાનગીઓ. તમારી મનગમતી ચેનલ માટે સબ્સ્ક્રાઇબ કરીને તમને જે બહુ ગમે છે તે વધુ બાબતોની એક્સક્લૂસિવ એક્સેસ મેળવો*.
* બની શકે કે આ સુવિધા બધા વાપરનારાઓ માટે ઉપલબ્ધ ન હોય.
ફક્ત તમે જ એ જોઈ શકો છો કે તમે કઈ ચેનલને ફોલો કરો છો. તમારો ફોન નંબર ખાનગી રહે છે અને ફક્ત એડમિન કે જેમને તમે સંપર્ક તરીકે સેવ કર્યા હોય તેઓ જ તેને જોઈ શકે છે.
ચેનલ, અપડેટ ટેબમાં હોય છે, જે તમારી વ્યક્તિગત ચેટ અને કૉલથી દૂર હોય છે અને ચેનલનાં નોટિફિકેશનને ડિફોલ્ટ રૂપે મ્યૂટ કરવામાં આવે છે.
અબજો લોકોના વૈશ્વિક ઓડિયન્સ સાથે અપડેટ શેર કરો અને WhatsApp પર સહભાગિતા કરવાની તથા તમારા ફોલોઇંગને વધારવાની વિશ્વસનીય રીતને અનલૉક કરો.
તમારા ઓડિયન્સ ડાઉનલોડ કરી શકે તેવાં કસ્ટમ સ્ટિકર ડ્રોપ કરો, સમાચાર શેર કરવા માટે વોઇસ મેસેજ મોકલો અથવા ફોલોઅરને તેમના વિચારો શેર કરવા માટે આમંત્રિત કરવા માટે મતદાનનો ઉપયોગ કરો.
તમારા સ્ટેટસ પર અને તમારી વ્યક્તિગત ચેટમાં તમારી ચેનલની લિંક અથવા અનન્ય QR કોડ શેર કરો, જેથી વધુ લોકો તમારી ચેનલને શોધી શકે.
સીધા જ WhatsApp પર, પૈસાની કમાણી કરતી વખતે તમારા સૌથી વધુ સહભાગી થયેલા અને સપોર્ટિવ ફોલોઅર સાથે એક્સક્લૂસિવ, જે-તે ક્ષણની અપડેટ શેર કરો.
* બની શકે કે આ સુવિધા બધા વાપરનારાઓ માટે ઉપલબ્ધ ન હોય.