WhatsApp Business, Android માટેની ઍપ છે જે વગર કિંમતે ડાઉનલોડ કરી શકાય છે, અને તેને નાના વ્યવસાયોના માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ઍપ વડે સંદેશાઓનું સ્વચાલન, વર્ગીકરણ, અને ઝડપી જવાબ આપવાના સાધનોની સગવડ દ્વારા, વ્યવસાયો તેમના ગ્રાહકો સાથે ચર્ચા-વિચારણા સરળતાથી કરી શકે છે. WhatsApp Business API વિશે વધુ શીખો.
તમારા ધરાકો માટે તમારું સરનામું, વ્યવસાય વર્ણન, ઈમેઇલ સરનામું અને વેબસાઈટ જેવી ઉપયુક્ત માહિતી સાથે એક વ્યાવસાયિક પ્રોફાઈલ તૈયાર કરો.
તમારા સંપર્કો અથવા વાતોને લેબલ દ્વારા વ્યવસ્થિત રાખો, જેથી તમે તેમને ફરીથી ગોતી શકો.
ઝડપી જવાબો તમને વારેઘડીયે મોકલાતા સંદેશાઓને સાચવીને ફરી વાપરી ઓછા સમયમાં સાધારણ સવાલોના સરળતા અને ઝડપથી જવાબ આપવાની સગવડ આપે છે.
જ્યારે તમે બહાર હોવો ત્યાર માટે એક બાહિરે સંદેશ તૈયાર કરો જેથી તમારા જવાબ ના આપી શકવા પર તમારા ઘરાકોને ખબર રહે કે તમે ક્યારે જવાબ આપી શકશો. તમે તમારા ઘરાકો સાથે તમારા વ્યવસાયનું પરિચય કરાવવા માટે એક સત્કાર સંદેશ પણ તૈયાર કરી શકો છો.
તમારા કેટલા સંદેશાઓ સફળતા સાથે મોકલાયા, પહોંચાડાયા, અને વંચાયા, તેની મહત્વપૂર્ણ ગણતરી રાખો.