
WhatsApp Business ઍપ
WhatsApp Business વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે અને તેને નાના બિઝનેસના માલિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું. ઍપ તમારા ગ્રાહકો સાથે વ્યક્તિગત રીતે જોડાવાનું, તમારી પ્રોડક્ટ અને સેવાઓને હાઇલાઇટ કરવાનું અને તેમની ખરીદીના સમગ્ર અનુભવ દરમિયાન તેમના પ્રશ્નોના જવાબ આપવાનું સરળ બનાવે છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓને પ્રદર્શિત કરવા માટે એક કેટલોગ બનાવો અને મેસેજને આપમેળે મોકલવા, ગોઠવવા અને તાત્કાલિક જવાબ આપવા માટે વિશેષ ટૂલનો ઉપયોગ કરો.
WhatsApp મધ્યમ અને મોટા બિઝનેસને ગ્રાહક માટે મદદ પૂરી પાડવા અને ગ્રાહકોને મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન મોકલવામાં પણ મદદ કરી શકે છે. WhatsApp Business API વિશે વધુ જાણો.