180થી વધુ દેશોમાં 200 કરોડથી પણ વધારે લોકો ગમે ત્યારે, દુનિયાના કોઈ પણ ખૂણેથી પોતાના મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા WhatsApp1 વાપરે છે. WhatsApp પર તમને ફ્રી2માં મળે છે ઝડપી, સરળ, સુરક્ષિત મેસેજિંગ અને કૉલિંગ, આ સુવિધા ફોન પર પૂરી દુનિયામાં ઉપલબ્ધ છે.
1 અને હા, WhatsAppનું નામ What's Up શબ્દસમૂહ શું ચાલે છેનું શ્લેષ છે.
2 ડેટા શુલ્ક લાગી શકે છે.
WhatsAppને SMSના એક વિકલ્પ તરીકે ચાલુ કરવામાં આવ્યું હતું. અમારી પ્રોડક્ટ અત્યારે ઘણાં પ્રકારનાં મીડિયાની આપલે કરવા માટે સપોર્ટ પૂરો પાડે છે, જેમાં ટેક્સ્ટ, ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ અને લોકેશનની સાથેસાથે વોઇસ કૉલનો પણ સમાવેશ થાય છે. તમારી કેટલીક સૌથી યાદગાર પળો WhatsApp પર શેર કરવામાં આવે છે. એટલે અમે અમારી ઍપમાં શરૂથી અંત સુધી સુરક્ષા બનાવી છે. લોકો પૂરી દુનિયામાં કોઈ પણ અડચણ વગર વાતચીત કરી શકે તે માટેનો અમારો મજબૂત ઇરાદો જ દરેક પ્રોડક્ટ બનાવવાના અમારા નિર્ણયનું મૂળ કારણ હોય છે.
WhatsAppની સ્થાપના યાન કુમ અને બ્રાયન ઍક્ટને કરી હતી. એ પહેલાં બન્નેએ સાથે 20 વર્ષ Yahooમાં કામ કર્યું. WhatsApp 2014માં Facebookમાં સામેલ થયું, અને તે આજે પણ પૂરી દુનિયામાં ઝડપી અને ભરોસાપાત્ર રીતે ચાલે તેવી મેસેજિંગ સેવા વિકસાવવાના લક્ષ્ય સાથે એક અલગ ઍપ તરીકે કામ કરે છે.