સરળ. સુરક્ષિત.
ભરોસાપાત્ર મેસેજિંગ.
WhatsApp પર તમને ફ્રી*માં મળે છે ઝડપી, સરળ, સુરક્ષિત મેસેજિંગ અને કૉલિંગ,આ સુવિધા ફોન પર પૂરી દુનિયામાં ઉપલબ્ધ છે.
ગ્રાહકોને મદદ પૂરી પાડવા અને મહત્ત્વનાં નોટિફિકેશન પહોંચાડવા માટે પણ WhatsApp મધ્યમ અને મોટા બિઝનેસને મદદ કરી શકે છે. WhatsApp Business API વિશે વધુ જાણો.
શરૂથી અંત સુધી સુરક્ષિત
મૂળભૂત સુરક્ષા
તમે તમારી વ્યક્તિગત ક્ષણોને WhatsApp પર શેર કરો છો, તેથી જ અમે અમારી ઍપના લેટેસ્ટ વર્ઝનમાં શરૂથી અંત સુધીની સુરક્ષાનો સમાવેશ કર્યો છે. જ્યારે શરૂથી અંત સુધીની સુરક્ષા હોય, ત્યારે તમારા મેસેજ અને કૉલ પૂરી રીતે સુરક્ષિત હોય છે, એટલે માત્ર તમે અને તમે જેની સાથે વાતચીત કરો છો તે વ્યક્તિ જ મેસેજ વાંચી કે સાંભળી શકે છે, તેના સિવાય કોઈ પણ આ મેસેજ વાંચી કે સાંભળી શકતું નથી, WhatsApp પણ નહિ.