લખાણ

સરળ, વિશ્વસનીય સંદેશવહન

તમારા મિત્રો અને કુટુંબીજનોને મફત* સંદેશ મોકલો. WhatsApp સંદેશાઅો મોકલવા માટે તમારા ફોનના ઇનટરનેટ જોડાણનો ઉપયોગ કરે છે જેથી તમે SMSની કિંમતોને ટાળી શકો છો.
* ડેટા ખર્ચ લાગુ પડી શકે છે. વિગતો માટે તમારા સર્વિસ પ્રોવાઇડર નો સંપર્ક કરો.

સમૂહ વાત

સંપર્ક રાખવા માટે સમૂહો

જે લોકો તમારા માટે વધારે મહત્વપૂર્ણ છે, જેમ કે તમારું કુટુંબ અથવા તમારા સાથી કાર્યકર, તેમના સમૂહ સાથે સંપર્કમાં રહો. સમૂહવાતો દ્વારા, તમે એક સાથે 256 લોકો ને સંદેશાઓ, ફોટા, અને વિડિઓઝ મોકલી શકો છો. તમે તમારા સમૂહોને નામ પણ આપી શકો, સૂચનાઓને મૌન અથવા ઇચ્છાનુસાર વિશિષ્ટ કરી શકો, અને આ સિવાય બીજું ઘણું બધું કરી શકો છો.
મિત્રો
કુટુંબ
સપ્તાહ નો અંત

વેબ અને ડેસ્કટોપ ઉપર WhatsApp

વાર્તાલાપ ચાલુ રાખો

WhatsAppના વેબ અને ડેસ્કટૉપ પર હોવાથી, તમે અેક સાથે તમારી બધી વાતોને તમારા કમ્પ્યૂટર સાથે સમકાલીન બનાવી શકો છો જેથી તમને જે પણ ઉપકરણ વધારે ફાવે તેની ઊપર તમે વાત કરી શકો.ડેસ્કટૉપ અૅપ ડાઉનલોડ કરો અથવા શરુ કરવા માટે web.whatsapp.com ઉપર જાઓ.

WhatsApp ધ્વનિ અને વિડિઓ કૉલ્સ

છૂટથી વાત કરો

અવાજ વાળા કૉલ્સ વડે, તમે તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે મફત*વાતો કરી શકો છો, તેઅો પરદેશમાં રહેતા હોય તો પણ. અને જ્યારે અવાજ કે ટેક્સ્ટ પૂરૂં ના જ થઈ રહે, ત્યારે મફત* વિડીયો કૉલ્સ વડે, તમે સામ સામે વાર્તાલાપ કરી શકો છો. WhatsApp અવાજ અને વીડિયો કૉલો તમારા સેલ સંયોજનની અવાજની મીનીટોને બદલે, તમારા ફોનનાં ઇન્ટરનેટ જોડાણનો ઉપયોગ કરે છે, જેથી તમારે કૉલની મોંઘી કિંમતોની ચિંતા ના કરવી પડે.
* ડેટા ખર્ચ લાગુ પડી શકે છે. વિગતો માટે તમારા સર્વિસ પ્રોવાઇડર નો સંપર્ક કરો.

શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ

મૂળભૂત સુરક્ષા

WhatsApp પર તમારી સૌથી વ્યક્તિગત ક્ષણો શેર કરવામાં અાવે છે, અે જ કારણ છે કે અમે અમારા અૅપના તાજા સંસ્કરણોમાં શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણની રચના કરી છે. જ્યારે બન્ને તરફથી ગુપ્ત થયેલ હોય, ત્યારે તમારા સંદેશાઅો અને કૉલ્સ અેવી રીતે સુરક્ષિત થઈ જાય છે, કે ફક્ત તમે અને તમે જેની સાથે સંચાર કરી રહ્યા હોવ તેઅો જ અેમને વાંચી કે સાંભળી શકે છે અને વચ્ચે બીજું કોઈ પણ નહીં, WhatsApp પણ નહીં.

ફોટા અને વિડીયોયું

મહત્ત્વપૂર્ણ ક્ષણોને શેર કરો

WhatsApp પર તરત ફોટા અને વિડિઓઝ મોકલો. તમે અૅપની અંદર બનેલા કેમેરા દ્વારા જે ક્ષણો તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય અેને કેદ કરી શકો છો. ધીમું કનેકશન હોવા છતાં પણ તમે WhatsApp વડે ફોટા અને વિડિઓઝને ઝડપથી મોકલી શકો છો.

ધ્વનિ સંદેશાઓ

તમારા મનની વાત કહો

ઘણી વાર, તમારો અવાજ જ બધું કહી દે છે. ફક્ત એક ટેપથી તમે કોઈ ધ્વનિ સંદેશ રેકોર્ડ કરી શકો છો, જે ખાલી હાલ પૂછવા કે પછી લાંબી વાર્તા કહેવા માટે ઉત્તમ છે.

દસ્તાવેજો

દસ્તાવેજો મોકલવાનું સરળ થયું

ઇમેઇલ અથવા ફાઈલ શેર કરતા અૅપ્સની તકરાર વગર, , PDFs, દસ્તાવેજો, સ્પ્રેડશીટ્સ, સ્લાઇડશૉઝ, અને બીજુ ઘણું મોકલો. તમે 100 MB સુધી દસ્તાવેજો મોકલી શકો છો, જેથી તમે જેને જે મોકલવા ઈચ્છો તેને તે મોકલી શકો.